Sports

ઇતિહાસમાં પહેલી વખત 24 કલાક પહેલા બદલાઇ ગઇ આખી ટીમ, જાણો શું છે કારણ

લંડન : ઇંગ્લેન્ડ (Team England)ની મર્યાદિત ઓવરોની મુખ્ય ટીમમાં કોરોના વાયરસ (Corona virus)ના સાત પોઝિટિવ કેસ (7 member positive) મળવાના કારણે પાકિસ્તાન (Pakistan) સામેની વન ડે સીરિઝ (One day series) માટે મંગળવારે આખી નવી ટીમ પસંદ (New team select) કરવાનો વારો આવ્યો હતો.

ઈંગ્લેન્ડ ટીમના 7 સદસ્યો કોરોના પોઝીટીવ થતાં પાકિસ્તાન સામેની સિરીઝ માટે 18 ખેલાડીઓની નવી ટીમ જાહેર કરવી પડી છે. ઈંગ્લેન્ડ મેન્સ ક્રિકેટના મેનેજિંગ ડાયરેક્ટર એશલે જાઇલ્સે કહ્યું કે, નવા ખેલાડીઓ માટે પોતાની કાબેલિયત આંતરરાષ્ટ્રીય લેવલ પર બતાવવા માટેની આ ગોલ્ડન તક છે. કોઈપણ ખેલાડીને 24 કલાક પહેલા તો આટલી મોટી મેચમાં રમવા મળશે તેવી આશા પણ નહીં હોય. આ તમામ ખેલાડીઓએ ડોમેસ્ટિક લેવલ પર ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને આશા છે કે તેમનું આ ફોર્મ આવનારી સિરિઝમાં ઈંગ્લેન્ડને જીત અપાવશે.

શ્રીલંકા સામે બ્રિસ્ટલમાં રમાયેલી અંતિમ વન ડે મેચ પછી સોમવારે ખેલાડીઓનો ટેસ્ટ કરાયા હતા, જેમાં ત્રણ ખેલાડી અને ચાર સપોર્ટ સ્ટાફનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે તેમના નામ જાહેર કરાયા નથી. ટીમના બાકીના સભ્યો પણ પોઝિટિવ સભ્યોના સંપર્કમાં હતા. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)એ એક નિવેદનમાં મંગળવારે જાહેર કર્યું હતું કે આખી ટીમ રવિવારથી આઇસોલેશનમાં છે.

પાકિસ્તાન સામે ત્રણ વન ડે અને એટલી જ ટી-20 મેચની સીરિઝ ઇંગ્લેન્ડે રમવાની છે અને તેની શરૂઆત ગુરૂવારે કાર્ડિફમાં રમાનારી પહેલી વન ડેથી થશે. ઇંગ્લેન્ડની આ નવી ટીમમાં 9 ખેલાડી એવા છે જે પહેલીવાર નેશનલ ટીમનો ભાગ બન્યા છે. બેન સ્ટોક્સને આ ટીમનો કેપ્ટન બનાવાયો છે, જ્યારે નિયમિત કોચ ક્રિસ સિલ્વરવુડ પણ રજા પરથી પાછા ફર્યા છે. મુખ્ય ટીમના મોટાભાગના સભ્યો 16 જુલાઇથી શરૂ થતીં ટી-20 સીરિઝથી વાપસી કરે તેવી સંભાવના છે. ઇસીબીએ કહ્યું હતું કે પોઝિટિવ થયેલા મોટાભાગના સભ્યોમાંથી ઘણાંમાં તેના લક્ષણ નથી, જો કે કેટલાક લોકો નાદુરસ્તી અનુભવે છે.

મજબૂરીવશ અમારે તમામ ખેલાડી અને ટીમ મેનેજમેન્ટ બદલવું પડ્યું : એશલે જાઇલ્સ
ઇસીબીના ક્રિકેટ નિદેશક એશલે જાઇલ્સે કહ્યું હતું કે અમારે મજબૂરીવશ તમામ ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટને બદલવા પડ્યા છે. અચાનક આવી પડેલી આ પરિસ્થિતિ વચ્ચે બધા જે રીતે તેના માટે એકજૂથ થયા તે બાબતે મને ગર્વ થાય છે.

ઇંગ્લેન્ડની નવી સુધારાયેલી ટીમ
બેન સ્ટોક્સ (કેપ્ટન), જેક બોલ, ડેની બ્રિગ્સ, બ્રાયડન કાર્સ, જેક ક્રાઉલી, બેન ડકેટ, લુઇસ ગ્રેગરી, ટોમ હેલ્મ, વિલ જેક, ડેન લોરેન્સ, સાકિબ મહમૂદ, ડેવિડ મલાન, ક્રેગ ઓવરટન, મેટ પાર્કિંસન, ડેવિડ પાયને, ફિલ સોલ્ટ, જોન સિમ્પસન અને જેમ્સ વિન્સ.

Most Popular

To Top