Sports

કાબુલ પર હુમલા બાદ અફઘાન ક્રિકેટરનો ભાવુક સંદેશ

ભારત અમારી નજીકનો મિત્ર, હવે વિશ્વ આગળ આવે

અફઘાનિસ્તાનમાં થયેલા ઘાતક એર સ્ટ્રાઈક બાદ અફઘાન ક્રિકેટર Allah Ghazanfar એ આંતરરાષ્ટ્રીય સમુદાયને ભાવુક સંદેશ પાઠવ્યો છે. કાબુલમાં આવેલા એક રિહેબિલિટેશન સેન્ટર પર થયેલા આ હુમલામાં લગભગ 400 લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે, જ્યારે આશરે 250 લોકો ઘાયલ થયા છે.

અફઘાનિસ્તાનના ઉપ-સરકારી પ્રવક્તા Hamdullah Fitrat અનુસાર, આ એર સ્ટ્રાઈક એક ડ્રગ રિહેબિલિટેશન હોસ્પિટલ પર થયો હતો, જે 2000 બેડની સુવિધા ધરાવતું મોટું કેન્દ્ર હતું. આ હુમલામાં હોસ્પિટલનો મોટો ભાગ નષ્ટ થયો છે. જો કે, Pakistan એ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં Allah Ghazanfar એ કહ્યું કે, “આ હોસ્પિટલ ગરીબ લોકો માટે સહારો હતી. અહીંના ઘણા દર્દીઓ પાસે સારવાર માટે પૈસા નથી. હવે તે જ સ્થળને નિશાન બનાવવામાં આવ્યું છે, જે અફઘાન લોકો માટે સ્વીકાર્ય નથી.”

તેમણે હુમલાની કડક નિંદા કરતા કહ્યું કે, “મને સમજાતું નથી કે તેઓ શું સાબિત કરવા માંગે છે. સામાન્ય લોકો પર હુમલો કરવો કોઈ રીતે યોગ્ય નથી. અફઘાનિસ્તાન આ ક્યારેય સ્વીકારશે નહીં.” તેમણે વધુમાં ચેતવણી આપતાં જણાવ્યું કે, “દરેકને અફઘાનિસ્તાનનો ઇતિહાસ ખબર છે. જો એ ઇતિહાસ ફરીથી દોહરાશે, તો તે પાકિસ્તાન માટે ગંભીર પરિણામ લાવી શકે છે.”

ખાસ વાત એ છે કે Allah Ghazanfar હવે Mumbai Indians માટે Indian Premier League 2026માં રમવા જઈ રહ્યા છે. તેમણે ભારતને ‘નજીકનો મિત્ર’ ગણાવ્યો અને કહ્યું કે, “અમે ભારત સાથે વાતચીત કરવા માંગીએ છીએ જેથી આવી ઘટનાઓ ફરી ન બને.”

અંતમાં તેમણે વિશ્વ સમુદાયને અપીલ કરી કે, હાલની પરિસ્થિતિ કોઈ માટે સારી નથી અને તમામ દેશોએ મળીને શાંતિ માટે પ્રયત્ન કરવા જોઈએ.

Most Popular

To Top