ફેન્સને પૂછ્યું ‘નવી જિંદગીની શરૂઆત જોવશો?’
પ્રખ્યાત યુટ્યુબર અને Bigg Boss 17થી ઓળખ મેળવનાર અનુરાગ દોભાલ હાલ ગંભીર અકસ્માત બાદ ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર પોતાની ઈજાઓ બતાવી અને ફેન્સને પૂછ્યું કે શું તે ફરીથી પોતાના વ્લોગિંગ અને કન્ટેન્ટ ક્રિએશનની શરૂઆત કરે કે નહીં.
અનુરાગે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તેના શરીર પરના સ્ટિચ અને ઈજાના નિશાન સ્પષ્ટ જોવા મળતા હતા. આ સાથે જ તેણે સ્ટોરીમાં એક પોલ પણ મૂક્યો હતો, જેમાં પ્રશ્ન હતો “New zindagi ki shuruaat dekhoge?” (નવી જિંદગીની શરૂઆત જોવશો?). ફેન્સને ‘Yes, start your vlogs’ અને ‘Jaisa aapko sahi lage’ જેવા વિકલ્પો આપવામાં આવ્યા હતા.
આ ઘટના પહેલાં અનુરાગે પોતાના જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ અંગે ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે અકસ્માત બાદ તે હોસ્પિટલમાં દાખલ થયો હતો અને પછી ICUમાંથી બહાર આવ્યો હતો. પોતાના પોસ્ટમાં તેણે આ ઘટનાને “ચમક્કાર” ગણાવી હતી અને કહ્યું કે તેને જાણે નવી જિંદગી મળી છે. જોકે, ભવિષ્ય વિશે હજુ પણ તે અનિશ્ચિતતા વ્યક્ત કરી રહ્યા છે.
માર્ચના શરૂઆતમાં અનુરાગે એક વીડિયો શેર કરીને પોતાના પરિવાર સાથેના મતભેદોને લઈને ગંભીર આરોપો લગાવ્યા હતા, ખાસ કરીને તેના લગ્નને લઈને. જોકે, તેના ભાઈએ આ તમામ આરોપોને એકતરફી ગણાવીને નકારી કાઢ્યા હતા.
ઘટના બાદ અનુરાગના મેનેજરે માહિતી આપી હતી કે તેને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને તે ડૉક્ટરની દેખરેખ હેઠળ હતો. હવે તે ઘરે પરત ફર્યો છે અને રિકવરી ફેઝમાં છે.
હાલમાં તેના સોશિયલ મીડિયા પોસ્ટ્સ પરથી લાગે છે કે તે ફરીથી જીવનમાં આગળ વધવા અને પોતાના ફેન્સ સાથે જોડાવા ઈચ્છે છે. ફેન્સ તરફથી પણ તેને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે અને ઘણા લોકો તેને પહેલા સ્વસ્થ થવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી રહ્યા છે. આ સમગ્ર ઘટના ડિજિટલ ક્રિએટર્સ પર પડતા માનસિક દબાણ અને મુશ્કેલ સમયમાં સપોર્ટની જરૂરિયાતને પણ ઉજાગર કરે છે. હવે જોવાનું એ રહેશે કે અનુરાગ ક્યારે અને કેવી રીતે પોતાના કમબેક ની જાહેરાત કરે છે.