Entertainment

‘ઇમરજન્સી’ની રીલિઝ ડેટ કન્ફર્મ, કંગના રનૌત કહેશે ઇતિહાસનો કાળો અધ્યાય

નવી દિલ્હી: કંગના રનૌતની (Kangana Ranaut) આગામી ફિલ્મ ‘ઈમરજન્સી’ની (Emergency) ગત વર્ષથી રાહ જોવાઈ રહી છે. કારણ કે ફિલ્મની રિલીઝ ડેટ (Release date) બે વખત મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ હવે આખરે આ ફિલ્મની રીલીઝ ડેટ હવે કન્ફર્મ થઇ છે. આ ફિલ્મની અભિનેત્રી કંગના રનૌતે આ મામલે માહિતી શેર કરતા જણાવ્યું હતું કે આ ફિલ્મ થિયેટરોમાં ક્યારે આવી રહી છે.

મણિકર્ણિકા ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ ઈમરજન્સી શરૂઆતમાં 24 નવેમ્બર 2023ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ કેટલાક કારણોસર ફિલ્મ થિયેટરોમાં આવી શકી ન હતી. બાદમાં ફિલ્મની રિલીઝ ડેટ 7 મહિના માટે મોકૂફ રાખવામાં આવી હતી અને તે 14 જૂન, 2024ના રોજ સિનેમાઘરોમાં આવવાની હતી. પરંતુ કંગના રનૌતની ચૂંટણી યાત્રાને કારણે આ તારિખ પણ મોકૂફ રાખવામાં આવી હતી.

કંગના રનૌતનો ઇમરજન્સીમાં નવો લુક
લોકસભા ચૂંટણીમાં કંગના રનૌતની જીત બાદ આખરે ઈમરજન્સી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. 25 જૂને અભિનેત્રીથી સાંસદ બનેલી કંગનાએ ચાહકોને ખુશખબર આપી હતી. તેણીએ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું અને જણાવ્યું હતું કે ફિલ્મ ક્યારે સિનેમાઘરોમાં આવી રહી છે. પોસ્ટરમાં અભિનેત્રી ઈન્દિરા ગાંધીના લૂકમાં જોવા મળી રહી છે.

આ દિવસે ઈમરજન્સી જાહેર કરવામાં આવશે
આ પોસ્ટર સાથે કંગના રનૌતે જણાવ્યું હતું કે આ ફિલ્મ આ વર્ષે 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. પોસ્ટની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે, “સ્વતંત્ર ભારતના સૌથી કાળા અધ્યાયના 50મા વર્ષની શરૂઆત. કંગના રનૌતની ફીલ્મ ઇમરજન્સી 6 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ભારતીય લોકશાહીના ઈતિહાસના સૌથી વિવાદાસ્પદ એપિસોડની વિસ્ફોટક ગાથા.”

યુવાનોને આ વિશે જાણવું જરૂરી છે
થોડા સમય પહેલા કંગના રનૌતે એક ન્યૂઝ એજન્સી સાથે તેમની ફિલ્મ ‘ઇમરજન્સી’ વિશે વાત કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘ઇમરજન્સી આપણા ઈતિહાસના સૌથી મહત્વપૂર્ણ અને કાળા અધ્યાયમાંથી એક છે, જેના વિશે દેશના યુવાનોને જાણવું મહત્વપૂર્ણ છે. આ એક મહત્વપૂર્ણ સ્ટોરી છે અને મારી સાથે સફર શરૂ કરવા માટે હું ફિલ્મના સૌથી પ્રતિભાશાળી કલાકારો જેમ કે સ્વર્ગસ્થ સતીશ જી, અનુપમ જી, શ્રેયસ, મહિમા અને મિલિંદનો આભાર માનું છું. ભારતના ઇતિહાસમાંથી આ અસાધારણ બનાવને મોટા પડદા પર લાવવા માટે હું ઉત્સાહિત છું.’

Most Popular

To Top