National

શારજાહથી લખનઉ આવી રહેલા ભારતીય વિમાનનું પાકિસ્તાનમાં આ કારણે ઇમરજન્સી લેન્ડિંગ

શારજાહ (SHARJAHA)થી લખનૌ જઇ રહેલા એક ભારતીય વિમાન(INDIAN AIR)ને વિમાનની અંદર મુસાફરોના મોત બાદ પાકિસ્તાન(PAKISTAN)માં ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. આ વિમાનને ઈન્ડિગો એરલાઇન્સ(INDIGO AIRLINES)નું હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનની અંદરના એક પેસેન્જરને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું તુરંત જ મોત નીપજ્યું હતું. જો કે આ ઘટના બની તે સમયે વિમાન હવામાં જ હતું.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E1412 એ પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે વિમાનની અંદરના મુસાફરને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારે પાયલોટે સમય સુચકતા વાપરી કરાચી એરપોર્ટથી ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી પણ માંગી હતી. જો કે વિમાન ઉતરતા પહેલા જ મુસાફરનું મોત નીપજ્યું હતું. અને તેને બચાવી શકાયો ન હતો..

મેડિકલ ટીમે એરપોર્ટ પર મુસાફરને મૃત જાહેર કર્યો હતો
મુસાફરના મોત અંગે ઈન્ડિગોએ કહ્યું છે કે શારજાહથી લખનૌ જતાં વિમાનમાં મેડિકલ ઇમરજન્સી બાદ તેને કરાચી તરફ વાળવામાં આવ્યું હતું. પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર જ ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી, પરંતુ દુર્ભાગ્યે મુસાફરને બચાવી શકાયો ન હતો અને મેડિકલ ટીમે તેને એરપોર્ટ પર જ મૃત જાહેર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાનને પહેલા અમદાવાદ જવું હતું, ત્યાંથી ફરીથી લખનૌ જવાનું હતી, એટલે કે શારજહાથી અમદાવાદ અને ત્યાંથી લખનૌ સુધીની સફરમાં મુસાફરે પાકિસ્તાનમાં જ જીવ ગુમાવ્યો હતો.

ગત વર્ષે પણ ભારતીય મુસાફરનું પાકિસ્તાનમાં થયું હતું મોત

ગયા વર્ષે શરૂઆતમાં, મેડિકલ ઇમરજન્સીને કારણે રિયાધથી દિલ્હી જતી ગો-એર ફ્લાઇટને કરાચી એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી હતી. જો કે, જે મુસાફરો માટે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું તે છતાં બચાવી શક્યા નહીં. ગો-એર ફ્લાઇટ જી 8- 6658A માં સવાર મુસાફરોને હવામાં હૃદયના હુમલાનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ પાકિસ્તાન સત્તાવાળાઓએ માનવતાવાદી આધારો પર ઉતરવાની મંજૂરી આપી હતી. તે વિમાનમાં બેભાન થઈ ગયો હતો, જેના પછી ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પરના તબીબોએ તેને પણ મૃત જાહેર કર્યો હતો. અને હાલ પણ આવી જ ઘટનામાં મુસાફરનું મૃત્યુ થયું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top