નવી દિલ્હી: બિગ બોસ ઓટીટી વિનર અને યુ ટ્યૂબ સ્ટાર એલ્વિશ યાદવને (Elvish yadav) ધમકી મળી છે. અજાણ્યા ખંડણીખોરોએ એલ્વિશ યાદવને ફોન (Call) પર ધમકી આપી હોવાની વિગતો જાણવા મળી છે. ખંડણીખોરોએ એલ્વિસ પાસે રૂપિયા 1 કરોડની (One crore) રકમની ખંડણી માંગી છે. રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી અજાણ્યાઓએ ફોન પર આપતા એલ્વિશે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
છેલ્લાં કેટલાંક દિવસોથી ‘બિગ બોસ OTT’ વિનર એલ્વિશ યાદવને ધમકી ભર્યા ફોનઆવી રહ્યા હતા. તેમજ એલ્વિશ પાસે એક કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ મામલે એલ્વિશે થાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે શોધખોળ કરી એકની ધરપકડ કરી છે અને આગળની પૂછતાછ હાથ ધરી છે.
બિગ બોસ OTT-2 ફેમ અને વિજેતા એલ્વિશ યાદવને ધમકી ભર્યા ફોન કોલ આવી રહ્યા હતા અને એક કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે એલ્વિશ એક યુટ્યુબર છે અને પોતાની લાઈફ સ્ટાઈલ અને મોંઘીદાટ ગાડીઓના કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સેક્ટર 53 થાણામાં 25 ઓક્ટોબરનાં રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, એલ્વિશને ફોન કોલ આવ્યો હતો અને એક કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. આ કોલ વજીરાબાદ ગામથી કરવામાં આવ્યો હતો. આ મામલે એલ્વિશની પ્રતિક્રિયા જાણવા મળી નથી.
શું ઘટના બની હતી?
યુટ્યુબર અને સોશિયલ મીડિયા સ્ટારે ગેરવસૂલીના કેસમાં ગુરુગ્રામ પોલીસની મદદ માંગી હતી. એલ્વિશ યાદવ ‘બિગ બોસ ઓટીટી 2’ જીત્યા બાદથી સતત ખબરોમાં છે. જણાવી દઇયે કે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. શો પછી તેણે દુબઈમાં એક આલીશાન ઘર અને તેની લક્ઝુરિયસ ડ્રીમ કાર પણ ખરીદી હતી. આ ઉપરાંત તેણે ‘બિગ બોસ ઓટીટી 2’ જીત્યા પછી 25 લાખ રૂપિયાની ઈનામની રકમ પ્રાપ્ત થઇ નથી એમ જાહેર કર્યું હતુ.
કોણ છે એલ્વિશ યાદવ?
એલ્વિશ યાદવ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. વ્યવસાયિક રીતે એલ્વિશ યાદવ એક YouTuber અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તેમની યુટ્યુબ ચેનલ એલ્વિશ યાદવ ઉપર હાલમાં લગભગ 14.5 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. તેની એલ્વિશ યાદવ વ્લોગ્સ નામની બીજી YouTube ચેનલ ઉપર લગભગ 7.5 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. એલ્વિશ યાદવ ઈન્સ્ટાગ્રામ ઉપર પણ એક્ટિવ છે, જેના પર તેના 16 મિલિયનથી વધુ ફોલોવર્સ છે.