નવી દિલ્હી: પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી સીઝન 2 ના વિજેતા એલ્વિશ યાદવ (Elvish Yadav) વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. એલ્વિશના વાયરલ વીડિયો પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં તે સાગર ઠાકુર (મેક્સટર્ન) (Sagar Thakur) નામના યુટ્યુબરને મારતો જોવા મળી રહ્યો છે. વીડિયો વાઇરલ (Video viral) થયા બાદ ગુરુગ્રામના સેક્ટર 53 પોલીસ સ્ટેશનમાં એલ્વિશ યાદવ વિરુદ્ધ IPCની કલમ 147, 149, 323, 506 હેઠળ FIR નોંધવામાં આવી છે. તેમજ સમગ્ર મામલે હવે એલ્વિશની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
યુટ્યુબર મેક્સટર્ન ઉર્ફે સાગર ઠાકુરના આરોપો બાદ એલ્વિશ યાદવ આગળ આવ્યો છે. શુક્રવાર 8 માર્ચથી એલ્વિશ યાદવને મેક્સટર્ન પર હુમલો કરવા બદલ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. મેક્સટર્નએ તેની વિરુદ્ધ ગુરુગ્રામ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધાવી છે. હવે એલ્વિશ યાદવ દુનિયાની સામે પોતાનો પક્ષ રજૂ કરવા આગળ આવ્યો છે. તેણે કહ્યું, ‘હું તારા માતા-પિતાને જીવતા સળગાવી દઈશ’, આ સાંભળીને મેં તેને માર માર્યો હતો. પરંતુ હવે મુખ્યમંત્રી જે પણ નિર્ણય લે તે મને સ્વીકાર્ય છે.
એલ્વિશ યાદવે પોતાનો પક્ષ જણાવ્યો
વીડિયોની શરૂઆતમાં એલ્વિશે કહ્યું, ‘મારા વિશે ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તમે એક વીડિયો જોયો જ હશે જેમાં હું મેક્સટર્ન પર હાથ ઉપાડી રહ્યો છું. એક વીડિયોમાં મેક્સટર્ન મને કહી રહ્યો છે કે તે એક ગુંડો છે, તેણે મને મારવાનો પ્રયાસ કર્યો. તેમજ આ વીડિયોના આધારે તમે મને ગુનેગાર જાહેર કર્યો છે કે એલ્વિશ એક ગુંડો છે. આ માટે રાજકીય સમર્થન છે. હું એક પછી એક બધી વસ્તુઓની સફાઇ આપીશ.’
એલ્વિશે પોતાનો પક્ષ જણઅવતા કહ્યું કે સાગરે તેને ગુરુગ્રામના એક મોલમાં બોલ્વ્યો હતો. તેમજ અહીં અગાવથી જ સાગરના 4 મિત્રો હાજર હતા. તેઓ કેમેરા સેટઅપ સાથે આવ્યા હતા. તેમજ તેઓએ એલ્વિશની ઇમેજ બગાડવાનો અગાઉથી જ પ્લાન બનાવ્યો હતો અને વારંવાર સાગર તેને પોક કરતો રહે છે. તેમજ તેના વિરુધ્ધમાં પોસ્ટ કરતો રહે છે. વધુમાં એલ્વિશે કહ્યું કે સાગરે તેેને ધમકી આપીને તેના માતા-પિતાને જીવતા સળગાવવાની વાત કરી હતી. માટે તેણે આ પગલું ભર્યુ છે.
આ છે સાગરનું કહેવું….
એલ્વિશનો વિડિયો સામે આવ્યા બાદ સાગરે પણ પોતાનો પક્ષ સામે મુક્યો છે. સાગરે કહ્યું કે તેણે એલ્વિશને ગુરુગ્રામ વાતચીત કરવા માટે બોલાવ્યો હતો. પરંતુ એલ્વિશ ત્યાં પોતાના સાત આઠ મિત્રો સાથે આવ્યો હતો. તેના મિત્રોએ દારૂ પણ પીધો હતો. તેમજ આવતાની સાથે જ એલ્વિશે તેની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. આ સાથે જ સાગરે કહ્યું હતુ કે અવાર નવાર એલ્વિશ તેને ધમકી આપતો રહ્યો છે. તેમજ તેણે સાગરને જીવથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો છે.
શું છે સમગ્ર મામલો?
એલ્વિશ યાદવ થોડા દિવસો પહેલા સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં રમતા જોવા મળ્યો હતો. મુનવર ફારૂકી પણ અહીં હાજર હતા. બંને વચ્ચે ઘણા સમયથી દુશ્મની હતી પરંતુ મેચ બાદ એલ્વિશ અને મુનાવર ફારૂકી એકસાથે પોઝ આપતા અને એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. આ બંનેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના પછી એલ્વિશ ટ્રોલના રડારમાં આવી ગયો હતો.
મુનાવર ફારૂકી સાથે એલ્વિશ યાદવનો ફોટો તેના કેટલાક ફેન્સ અને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સને પસંદ આવ્યો ન હતો. સાગર ઠાકુરે મુનવ્વર ફારૂકી સાથે એલ્વિશ યાદવનો ફોટો પણ ટ્વીટ કર્યો હતો. તેણે એક વીડિયો પણ શેર કર્યો જેમાં એલ્વિશ દુનિયાને દંભી કહી રહ્યો હતો. સાગરની પોસ્ટ પર એલ્વિશ યાદવે જવાબ આપ્યો હતો, ‘ભાઈ, તમે દિલ્હીમાં રહો છો, વિચાર્યું કે હું તમને યાદ કરાવી દઉં.’
આ પછી સોશિયલ મીડિયા પર સાગર અને એલ્વિશ યાદવ વચ્ચે શો-ઓફની ચર્ચા શરૂ થઈ ગઈ. ત્યારબાદ વોટ્સએપ પર બંને વચ્ચે મીટિંગ નક્કી થઈ. બંને ગુરુગ્રામના મોલમાં મળ્યા હતા. જ્યાં સાગરને એલ્વિશ યાદવ અને તેના સહયોગીઓએ માર માર્યો હતો. સાગરનો આરોપ છે કે એલ્વિશ 8-10 ગુંડાઓ સાથે સ્ટોર પર આવ્યો હતો. બધા નશામાં હતા. અહીં બધાએ સાગર ઠાકુરની હત્યા કરવાનો પ્રયાસ કર્યો. તેમજ એલ્વિશે તેની કરોડરજ્જુ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને જતી વખતે તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી.