સુરતના ડીંડોલી વિસ્તારમાં 6 માર્ચ, 2026ના રોજ બે કોલેજીયન મિત્રોના આપઘાતની ઘટના ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના દુરુપયોગ અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. બંને મહિલાઓએ ChatGPT પર “How to commit suicide” અને સંબંધિત માહિતી સર્ચ કર્યા બાદ એનેસ્થેસિયાના ઇન્જેક્શન લઈ આત્મહત્યા કરી લીધી. આ બનાવની જાણકારી મળતાં, વિશ્વના સૌથી મોટા ઉદ્યોગપતિ અને Xના માલિક ઈલોન મસ્કે X પર પોતાના આશ્ચર્ય અને આઘાત વ્યક્ત કર્યો અને “Yikes” લખીને ઘટનાને ગંભીરતાથી લીધો. મસ્કની ટિપ્પણી સાથે જ આ મુદ્દો વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવ્યો છે, અને AI અને ટેકનોલોજીના દુરુપયોગ અંગે વૈશ્વિક ધ્યાન કેન્દ્રિત થયું છે.
આ ઘટનાએ ટેક અને AI નિષ્ણાતો વચ્ચે એ સવાલ ઉઠાવ્યો છે કે, શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની અપેક્ષા કે મર્યાદા હોવી જોઈએ, ખાસ કરીને ત્યારે જ્યારે તેનો ઉપયોગ માનવ જીવન માટે જોખમી બની શકે છે. સુરતની આ ઘટના એ લાલબત્તી તરીકે દોરીને બતાવે છે કે, ટેકનોલોજીનો અનિયંત્રિત ઉપયોગ કેવો ભયાનક બની શકે છે. X પર મસ્કની ટિપ્પણી પછી, અનેક ન્યુઝ પોર્ટલ્સ અને આંતરરાષ્ટ્રીય મીડિયા આ ઘટનાને AI સલામતી અને મેન્ટલ હેલ્થ સાથે જોડીને રિપોર્ટ કરવા લાગ્યા છે. નિષ્ણાતોનુ માનવું છે કે, AI ટૂલ્સનું નૈતિક અને સલામતીના ધોરણો અનુસાર નિયંત્રણ જરૂરી છે, નહીંતર આવી કરુણ ઘટનાઓ વધવાની શક્યતા રહે છે. આ બનાવએ દર્શાવ્યું છે કે ટેકનોલોજી અને AIના યોગ્ય નિયમન અને જાગરૂકતા વિના, યુવાનોના જીવન પર ગંભીર અસરો પડી શકે છે.