World

એલન મસ્કે બનાવ્યું ત્રીજું રાજકીય મોરચું, ડોનાલ્ડ ટ્રમ્પને આપશે સીધી ટક્કર

અમેરિકાના સ્વતંત્રતા દિવસના પ્રસંગે ટેસ્લા અને સ્પેસએક્સના સ્થાપક એલન મસ્કે દેશના રાજકીય માહોલમાં ભૂકંપ લાવતી જાહેરાત કરી હતી. તેમણે ‘અમેરિકા પાર્ટી’ નામની નવી રાજકીય પાર્ટી રચનાની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે આ પક્ષ અમેરિકાના લોકો માટે ‘એક પાર્ટી સિસ્ટમ’ માંથી મુક્તિ લાવશે અને એક નવી રાજકીય દિશા આપશે.

એલન મસ્કે તેમના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X (હમણાંની ટવીટર) પર આ જાહેરાત કરી હતી. તેમની પોસ્ટમાં મસ્કે તાજેતરના એક સર્વેનો ઉલ્લેખ કરતાં લખ્યું કે – “આ ‘અમેરિકા પાર્ટી’ એ લોકો માટે છે જે પોતાનું સ્વતંત્ર મૂલ્ય પાછું મેળવવા માંગે છે.” તેમણે વધુમાં કહ્યું કે આ પક્ષ યુએસની ભ્રષ્ટ અને નકામી રાજકીય વ્યવસ્થાનો વિકલ્પ બની શકે છે.

65% લોકોએ સમર્થન આપ્યું: મસ્કે આ જાહેરાત કરતાં પહેલા X પર એક પોલ કર્યો હતો જેમાં લોકો પાસે એક પ્રશ્ન પૂછ્યો હતો કે, “શું અમેરિકાને બે-પક્ષીય વ્યવસ્થાથી મુક્તિ મળવી જોઈએ?” આશ્ચર્યજનક રીતે 65.4% લોકોએ ‘હા’માં જવાબ આપ્યો, જ્યારે માત્ર 34.6% લોકોએ ‘ના’ કહ્યું. મસ્કે કહ્યું કે આ પરિણામ સાબિત કરે છે કે દેશના લોકો ત્રીજો વિકલ્પ ઈચ્છે છે અને ‘અમેરિકા પાર્ટી’ એનું જ પરિણામ છે.

કેમ બનાવી પડી નવી પાર્ટી?: એલન મસ્કે વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર નિશાન સાધ્યું. તેમણે જણાવ્યું કે, “જ્યારે રાષ્ટ્ર ભ્રષ્ટાચાર પીડાઈ રહ્યું છે, ત્યારે આપણે લોકશાહીમાં નહીં, પણ એકપક્ષીય શાસનતંત્ર હેઠળ જીવી રહ્યા છીએ. તેમણે દાવો કર્યો કે ‘અમેરિકા પાર્ટી’ એ કોઈ રાજકીય મંત્રાલયની ઝગડા કરતી શાખા નહીં, પરંતુ નાગરિકોની અવાજ સમાન એક સમૃદ્ધ વિચારધારા હશે.

ટ્રમ્પ સામે સીધી ટક્કર?: મસ્કની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 જુલાઈએ ‘વન બિગ બ્યુટીફુલ બિલ’ નામે એક મોટા કાયદાની જાહેરાત કરી છે. તેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે મસ્ક આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ટ્રમ્પ સામે સીધી ટક્કર આપવા તૈયાર થઈ રહ્યા છે.

હાલમાં ટ્રમ્પ અને ડેમોક્રેટ્સ વચ્ચે સઘન રાજકીય લડત ચાલી રહી છે, ત્યારે મસ્કની એન્ટ્રી આખું રાજકીય સમીકરણ બદલી શકે છે. જોકે મસ્કે હજી સુધી પોતાની ઉમેદવારીની કોઈ જાહેરાત કરી નથી, પણ રાજકીય પક્ષની રચનાને રાજકીય પ્રવેશ માટે પહેલો પગથિયો માનવામાં આવી રહ્યો છે.

આગલા સંકેતો અને લોકોની અપેક્ષા: આ પહેલાં પણ મસ્કે કેટલાક સંકેતો આપ્યા હતા કે તેઓ ત્રીજો પક્ષ શરૂ કરી શકે છે. X પરની એક જૂની પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે – “જો મારે ત્રીજો પક્ષ શરૂ કરવો પડે તો તે સ્પેસએક્સ અને ટેસ્લા જેવી જ જાહેરાત હશે .શરૂઆતમાં અવાજ ઓછો હશે, પણ સફળતા મળે તો આખું રમત બદલાઈ જશે.”

હવે, ‘અમેરિકા પાર્ટી’એ કેટલી મોટી અસર ઊભી કરશે અને એ જાતે ચૂંટણી લડશે કે નહીં, એ તો આવનારા સમયમાં સ્પષ્ટ થશે. પણ હાલ તો એલન મસ્કે અમેરિકન રાજકારણમાં હલચલ મચાવી છે.

Most Popular

To Top