World

૩ મહિનાના ડ્રામા બાદ એલોન મસ્કે ટ્વિટર ડીલ કેન્સલ કરી, કર્મચારી ભડક્યા

નવી દિલ્હી: ટેસ્લા(Tesla) કંપનીના માલિક એલોન મસ્કે(Alon Mask) ટ્વિટર(twitter) ડીલ(deal) કેન્સલ(cancel) કરી છે. એપ્રિલમાં, મસ્કે ટ્વિટર ખરીદવાની ઓફર કરી હતી. આ ડીલ 44 અબજ ડોલરમાં થવાની હતી. આ સોદા પર શરૂઆતથી જ સંકટના વાદળો મંડરાતા હતા. ક્યારેક શેરધારકો, ક્યારેક બૉટો અને મોટાભાગે એલોન મસ્ક આ સોદાના તૂટવાના કારણો છે. મસ્ક પહેલાથી જ બોટ્સને લગતા સોદાને હોલ્ડ પર મૂકી ચૂક્યા છે. ડીલ રદ્દ થવાની માહિતી મળ્યા બાદ ટ્વિટર કર્મચારીઓએ(Employees) ‘અવિશ્વાસ’ અને ‘થાક’ વ્યક્ત કર્યો છે. ડીલ રદ્દ થયા બાદ ટ્વિટર મસ્ક સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. બીજી તરફ, એલોન મસ્કે ડીલ રદ્દ કરવા પર કહ્યું કે ટ્વિટરે 44 અબજની ડીલના ઘણા નિયમો તોડ્યા છે. ખાસ કરીને સ્પામ અથવા બોટ એકાઉન્ટ્સ અને ચોક્કસ એક્ઝિક્યુટિવ્સ અને રિક્રૂટર્સની સાચી વિગતો દૂર કરવા જેવા નિયમો તોડ્યા છે. ટ્વિટરના ચેરમેને કહ્યું છે કે બોર્ડ મસ્ક વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે.

શું એલોન મસ્ક દંડ ચૂકવશે?
એપ્રિલમાં શરૂ થયેલી આ ડીલ હવે પૂરી થઈ ગઈ છે. લગભગ ત્રણ મહિનાની સતત ચર્ચા પછી, ટ્વિટર કર્મચારીઓ માને છે કે આગળની સફર વધુ થકવી નાખનારી હોઈ શકે છે. આ ડીલની એક રસપ્રદ વાત એ છે કે ડીલ કેન્સલ થવા પર એલોન મસ્ક ને 1 બિલિયન એટલે કે 1 બિલિયનનો દંડ ભરવો પડશે. આ ડીલમાંથી પીછેહઠ કરનાર ટ્વિટર કે ઈલોન મસ્કને બીજી પાર્ટીને એક અબજ ડોલરની પેનલ્ટી ચૂકવવી પડશે. એક અહેવાલ મુજબ, એક કર્મચારીએ કહ્યું કે હું વિશ્વાસ કરી શકતો નથી કે આખરે બધું સમાપ્ત થઈ ગયું છે. તેમજ અન્ય કર્મચારીએ તેને પ્રથમ સિઝનનો અંત ગણાવ્યો છે. જો મસ્ક કોર્ટમાં ટ્વિટર પર લાગેલા આરોપને સાબિત કરશે, તો તેમણે આ દંડ ચૂકવવો પડશે નહીં. તેના બદલામાં તે ટ્વિટર માટે મુશ્કેલ બની જશે. હાલમાં ટ્વિટરના ચેરમેને આ મામલે કોર્ટમાં જવાની વાત કરી છે.

કર્મચારીઓ રોષે ભરાયા
એલોન મસ્ક દ્વારા 44 બિલિયન ડોલરની ટ્વિટર ડીલ કેન્સલ કર્યા બાદ કંપનીના કર્મચારીઓ રોષે ભરાયા છે. ઘણા કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર ભારે રોષ ઠાલવ્યો છે. કેટલાક કર્મચારીઓએ મસ્ક પર ખરીદ કિંમત ઘટાડવા માટે પગલાં લેવાનો આરોપ લગાવ્યો, જ્યારે કેટલાકે છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. એક કર્મચારીએ કહ્યું, “હું માની શકતો નથી કે સોદો ખરેખર પૂરો થયો છે.” 

ટ્વિટરે HR ટીમમાંથી 30 ટકા કર્મચારીને હટાવ્યા
માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરમાં મોટા પ્રમાણમાં કર્મચારીઓને હટાવ્યાનાં અહેવાલ છે. ટ્વિટરે કહ્યું કે કંપનીએ તેની લગભગ 30 ટકા ટેલેન્ટેડ એચઆર ટીમને બહારનો રસ્તો દેખાડી દીધો છે. કંપની વતી એવું કહેવામાં આવ્યું છે કે કંપની પર વધી રહેલા વ્યાપારી દબાણ અને એલોન મસ્કની કંપનીના અધિગ્રહણની ચાલી રહેલી પ્રક્રિયાના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે.

Most Popular

To Top