Gujarat

ઈલેક્ટ્રીક વાહનોની સબસીડી અટવાઈ, નાગરિકોના રૂ.40 લાખ ફસાયા

રાજકોટ: સરકાર લોકો ઈલેક્ટ્રીક વાહનોનો (Electric vehicles) ઉપયોગ કરે તે માટે આર્થિક સહાય આપવા સહિતના પ્રયાસો કરે છે. પરંતુ સ્થાનિક કક્ષાએ તંત્ર તેમાં જ અવરોધરૂપ બને છે. ભાવનગરના (Bhavnagar) 200 જેટલા વાહનોની રૂ.40 જેટલી સબસીડી (Subsidy) છેલ્લા છ મહિનાથી આરટીઓમાં (RTO) ટલ્લે ચડી છે. જેના કારણે લાભાર્થીઓને ભારે હાલાકી થઈ રહી છે. સબસીડી જમા કરવાની મુદત છ મહિનાની છે અને તે મુદત પણ આ મહિને પુર્ણ થવાની આરે છે. તેથી લાભાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે.

ઈંધણનો ઉપયોગ ઓછો કરવા માટે ઈલેકટ્રીક વાહનો પર જ વધુ ભાર આપવો પડશે. પરંતુ સ્થાનિક તંત્રની હેરાનગતિને કારણે લોકોમાં ઈલેકટ્રીક વાહનો માટે નીરસતા વ્યાપી છે. ટુ વ્હીલર હાઈ સ્પીડ ઈલેક્ટ્રીક વાહનની ખરીદી પર સરકાર 20,000 સુધીની સબસીડી લાભાર્થીઓને આપે છે. પરંતુ ગત નવેમ્બર 2022ના મહિનામાં ખરીદી કરેલા ઈલેક્ટ્રીક વાહનોની સબસીડી આર.ટી.ઓ.ની બેદરકારીને કારણે અટકેલી છે. નવેમ્બર મહિનામાં ખરીદી કરેલા વાહનોના સબસીડીના ફોર્મ જે-તે સમયે જ ભરાઈ ગયા હતા. પરંતુ હજુ સુધી લાભાર્થીઓના ખાતામાં સરકારની સબસીડી જમા થઈ નથી.

Most Popular

To Top