SURAT

રાજયમાં આચારસંહિતાના ભંગની સૌથી વધુ ફરિયાદો સુરતમાંથી થઇ રહી છે

સુરત: ભારત (India) સરકારના ચૂંટણી પંચે (Election Commission) ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોઇપણ સ્થળે આચારસંહિતાનો ભંગ થતો હોવાની માહિતી કે, ફરિયાદ કોઇપણ સામાન્ય નાગરિક, મતદાર કરી શકે તે માટે સી-વીજીલ નામની મોબાઇલ એપ્લિકેશન કાર્યરત કરી છે. આ એપ ઉપર મોટાપાયે ફરિયાદોનો મારો થયો છે. લગાતાર ફરિયાદને પગલે ચૂંટણી કામગીરીમાં પરોવાયેલો સ્ટાફ સતત દોડધામ ચાલુ રાખવી પડે છે.

  • અત્યાર સુધીમાં સુરત શહેર જિલ્લાની 16 વિધાનસભા બેઠકો પરથી 538 ફરીયાદો મળી ચૂકી છે
  • મોટાભાગની ફરિયાદો સામાન્ય હોર્ડિંગ અને બેનર્સને લગતી
  • આચારસંહિતાનો ભંગ થતો હોવાની માહિતી કે, ફરિયાદ કોઇપણ સામાન્ય નાગરિક, મતદાર કરી શકે તે માટે સી-વીજીલ નામની મોબાઇલ એપ્લિકેશન કાર્યરત કરી
  • રિટર્નિંગ ઓફિસરો, ફ્લાઇંગ સ્કવોડના સભ્યો વગેરે આ ફરિયાદોના સ્પોટ પર જઇને નિકાલ કરે છે
  • જુદા જુદા મત વિસ્તારોમાં ચૂંટણી આચારસંહિતાનો ભંગ થતો હોવાની 538 ફરિયાદો સી-વીજીલ એપ્લિકેશન પર મળી

મળતી માહિતી મુજબ સુરત શહેરમાં તા.5મી નવેમ્બથી ચૂંટણી આચારસંહિતા લાગુ થઇ છે. ત્યારથી અત્યાર સુધીમાં જુદા જુદા મત વિસ્તારોમાં ચૂંટણી આચારસંહિતાનો ભંગ થતો હોવાની 538 ફરિયાદો સી-વીજીલ એપ્લિકેશન પર મળી ચૂકી છે. સામાન્ય નાગરિકો જુદા જુદા જાહેર સ્થળો પર રાજકીય પક્ષો, ઉમેદવારોના બેનરો, હોર્ડિંગ, કટઆઉટ્સ લાગ્યા હોવાની ફરિયાદો ફોટો, વિડીયો સાથે અપલોડ કરી રહ્યા છે. જે તે રિટર્નિંગ ઓફિસરો, ફ્લાઇંગ સ્કવોડના સભ્યો વગેરે આ ફરિયાદોના સ્પોટ પર જઇને નિકાલ કરે છે.

સ્થાનિક ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા એક અધિકારીએ તો ત્યાં સુધી કહ્યું કે ગુજરાતમાં આચારસંહિતાના ભંગની સૌથી વધુ ફરિયાદો સુરતમાંથી થઇ રહી છે, લોકો હાલતા ચાલતા આચારસંહિતા ભંગની ફરિયાદો કરી રહ્યા છે, અને જુદા જુદા રિટર્નિંગ ઓફિસરોની કચેરી એ ફરિયાદોનો નિકાલ કરી શકે છે. પરંતુ આચારસંહિતા ભંગની ફરિયાદોનો આંકડો રેકોર્ડબ્રેક બની એ પણ નિશ્ચિત છે.

Most Popular

To Top