સુરત: ગુજરાત| (Gujarat) વિધાનસભાની ચુંટણી (Election) ની જાહેરાત સાથે જ એક તરફ રાજકીય પાર્ટીઓમાં ઉમેદવારોની પસંદગી માટે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચુક્યો છે ત્યારે બીજી તરફ ચુંટણી પંચ (Election Commission) દ્વારા પણ આચાર સંહિતાના અમલ સાથે વિવિધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં સુરત(Surat) શહેર જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાં આચાર સંહિતાના ભાગરૂપે 70 ફ્લાઈંગ સ્કવોડ તૈનાત કરી દેવામાં આવી છે. જો કે, હવે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 1લી ડિસેમ્બરના રોજ પહેલા તબક્કાની ચુંટણીને પગલે સ્ટ્રોંગ રૂમ (Strong room ) સીલ (Seal) કરવાની સાથે – સાથે પોલીસ (Police ) બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે.
પ્રથમ દિવસે 93 ઉમેદવારી ફોર્મ લેવાયા
વિધાનસભા ચુંટણીની જાહેરાત સાથે જ ઉમેદવારી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચુક્યો છે. આ સ્થિતિમાં સુરત જિલ્લા કલેકટર કચેરીમાંથી પહેલા જ દિવસે દાવેદારો દ્વારા 93 ઉમેદવારી ફોર્મ લેવામાં આવ્યા હતા. આ સિવાય જિલ્લા કલેકટર કચેરી દ્વારા પણ ચુંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતાના અમલ માટે અલગ – અલગ વિસ્તારોમાં 70 ફ્લાઈંગ સ્કવોડ કાર્યરત કરી દેવામાં આવી છે. ચુંટણી પંચ દ્વારા 100 મિનીટમાં કોઈપણ ફરિયાદના નિકાલનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેના ભાગરૂપે શનિવારના રોજ આચાર સંહિતા ભંગની 67 ફરિયાદો મળી હતી જેનો ગણતરીનાં સમયમાં નિકાલ કરી દેવામાં આવ્યો હતો. આ સિવાય આજે નાનપુરા ખાતે આવેલ ટી એન્ડ ટીવી હાઈસ્કુલમાં સ્ટ્રોંગ રૂમને સીલ કરવાની સાથે રાઉન્ડ ધ ક્લોક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર
14 નવેમ્બર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. 15 નવેમ્બરે ઉમેદવારી પત્રો ચકાસણી થશે. 17 નવેમ્બર ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે. જયારે 1 ડિસેમ્બરના રોજ મતદાનનો પ્રથમ તબક્કો યોજાશે. 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી અને 10 ડિસેમ્બરે ચૂંટણી પ્રક્રિયા પૂરી થશે. મતદાન મથકો પૈકી કુલ 2636 મતદાન મથકો ઉપર લાઈવ સ્ટ્રીમિંગની દરખાસ્ત કરવામાં આવી છે આ વર્ષે નવા મતદારોનો પણ ઉમેરો થયો છે. 7,25,840 મતદારો વધ્યા છે. દરેક જિલ્લા વિધાનસભા દીઠ 7 મહિલા મતદાન મથક 1 દિવ્યાંગ 1 મોડલ અને 1 ગ્રીન મત દાન મથક ઉભું કરવામાં આવશે. સુરત જિલ્લા526 પોલીસ સ્ટેશન લોકેશનને સંવેદનશીલ મતદાન મથક લોકેશન તરીકે નક્કી કરવામાં આવ્યા છે.