National

ચૂંટણીમાં મફત ઓફર પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી: ભારત શ્રીલંકાને રસ્તે જઈ રહ્યો છે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) ચૂંટણી (Election) દરમિયાન મફત યોજનાઓ પર પ્રતિબંધ (Prohibition) મૂકવાની વાત કરી છે. આ માટે કેન્દ્ર સરકારને આ દિશામાં વહેલામાં વહેલી તકે કેટલાક પગલાં ભરવાના નિર્દેશો પણ આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતા આ અંગેની વાત કહી હતી. આ મામલે આગામી સુનાવણી 3 ઓગસ્ટે થશે. 3 માર્ચના રોજ, સુપ્રીમ કોર્ટે મતદારોને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો હતો, જેના પર અરજદારે અરજી પાછી ખેંચી લીધી હતી. પરંતુ મંગળવારે આવા જ એક પેન્ડિંગ કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે આ નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સરકારને નાણાં પંચ સાથે વાત કરવાનો નિર્દેશ આપ્યો હતો. ચૂંટણી પંચે સૂચન કર્યું હતું કે સરકાર આ મુદ્દાને ઉકેલવા માટે કાયદો લાવી શકે છે. સરકારની દલીલ હતી કે આ મામલો ચૂંટણી પંચના અધિકારક્ષેત્રમાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકાર આ અંગે સ્ટેન્ડ લેવામાં કેમ ખચકાય છે.

  • સુપ્રીમ કોર્ટે ચૂંટણી દરમિયાન મફત યોજનાઓ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી
  • કેન્દ્ર સરકારને આ દિશામાં વહેલામાં વહેલી તકે કેટલાક પગલાં ભરવાનો નિર્દેશો પણ આપવામાં આવ્યા
  • સુપ્રીમ કોર્ટે મતદારોને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો, જેના પર અરજદારે અરજી પાછી ખેંચી લીધી
  • સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકાર આ અંગે સ્ટેન્ડ લેવામાં કેમ ખચકાય છે

સુનાવણી દરમિયાન વકીલ કપિલ સિબ્બલ પણ અન્ય કોઈ બાબતને લઈને કોર્ટમાં હાજર હતા. કોર્ટે તેઓને પણ ચાલી રહેલા ચૂંટણી દરમિયાન મફત યોજના આ મુદ્દા પર તેમના મંતવ્યો પણ પૂછ્યા હતા. આ અંગે સિબ્બલે જણાવ્યું હતું કે આ ખૂબ જ ગંભીર બાબત છે, પરંતુ રાજકીય પગલા દ્વારા આ મુદ્દાને નિયંત્રિત કરવું મુશ્કેલ છે. વઘારામાં તેઓએ જણાવ્યું હતું કે નાણા પંચે વ્યક્તિગત રાજ્યોને નાણાં ફાળવતી વખતે તેમની દેવું અને મફત યોજનાઓને ધ્યાનમાં લેવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર દિશાનિર્દેશ જારી કરે તેવી અપેક્ષા રાખી શકાય નહીં. નાણાપંચ પાસે આ મુદ્દાની તપાસ કરવા માટે યોગ્ય સત્તા છે. આવતા અઠવાડિયે સુનાવણી થનારી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે રાજ્ય અને રાષ્ટ્રીય પક્ષોને આવા વચનો આપતા રોકવા જોઈએ. દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે કેસની આગામી સુનાવણી આગામી સપ્તાહમાં નક્કી કરી છે.

Most Popular

To Top