National

શું ભારતના આગામી પીએમ યોગી આદિત્યનાથ હશે? આ ભાજપ સાંસદે કરી ભવિષ્યવાણી

ભારતીય જનતા પાર્ટીના (BJP) રાજ્ય ઉપાધ્યક્ષ અને મુઝફ્ફરપુરના સાંસદ અજય નિષાદ (Ajay Nishad) પોતાના નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. પીએમ નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) ઉત્તરાધિકારી વિશે અપાયેલુ તેમનું આ નિવેદન ઈન્ટરનેટ મીડિયા (Internet Media) ઉપર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ નિવેદનમાં તેમણે ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) વર્તમાન સીએમ યોગી આદિત્યનાથને (Yogi Adityanath) દેશના ભાવિ પીએમ ગણાવ્યા છે.

અજય નિષાદે આ વાત સીએમ નીતિશ કુમારના મંત્રી અને વિકાસશીલ ઇન્સાન પાર્ટીના સુપ્રીમો મુકેશ સાહનીની 2022ની યુપી વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાતના સંદર્ભમાં જણાવી હતી. યોગી આદિત્યનાથની પીએમ બનવાની અટકળોને ઈન્ટરનેટ ઉપર વધુ શેર કરવામાં આવી રહી છે. મુઝફ્ફરપુરના સાંસદ અજય નિષાદ તબલીગી જમાત, મદરેસામાં આતંકવાદ, ખુલ્લી નમાજ સહિત અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો ખુલ્લેઆમ વ્યક્ત કરતા જોવા મળે છે.

યુપી વિધાનસભા ચૂંટણી 2022 અને મંત્રી મુકેશ સાહનીના સંદર્ભમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને દેશના ભાવિ વડાપ્રધાન ગણાવવાની સાથે જણાવ્યું કે સીએમ યોગી પાસે વ્યાપક સમર્થન છે. તેઓ ભાજપનો એક ચમકતો સિતારો છે. તેઓ આગામી વડાપ્રધાન બનવાની લાયકાત ધરાવે છે. જો કે અજય નિષાદના આ નિવેદનને ભાજપ સરકાર કયા સ્વરૂપે વિચારશે તે જણાવવું મુશ્કેલ છે.

બિહારના પશુપાલન મંત્રી મુકેશ સાહનીની પાર્ટી VIP દ્વારા યુપી ચૂંટણીમાં યોગી સરકારને પડકારવાના સવાલ પર તેમણે કહ્યું કે આ તેમની ઘાતક જીદ છે. જો તેઓ યોગી ઝિંદાબાદ નહીં કહે તો તેમનો વિનાશ નિશ્ચિત છે. આ રીતે ચૂંટણી લડવાનો આગ્રહ રાખશો તો રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે. તેમણે દાવો કર્યો છે કે ઉત્તર પ્રદેશનો નિષાદ સમાજ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે. ગૃહમંત્રી અમિત શાહની તાજેતરમાં પૂર્ણ થયેલી રેલી દરમિયાન નિષાદ સમાજની ભાગીદારી પ્રોત્સાહક હતી. આ ઉપરાંત અજય નિષાદે મંત્રી મુકેશ સાહનીના ઈરાદા ઉપર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણી 2020 દરમિયાન જ્યારે તેઓ NDAનો ભાગ બન્યા ત્યારે ભાજપે તેમને તેમના ક્વોટામાંથી 11 બેઠકો આપી હતી. આ સમયે 11 બેઠકોમાંથી એક પણ બેઠક તેમણે પોતાના સમાજના આગેવાનો માટે ફાળવી ન હતી. એક બિઝનેસમેન હોવાના કારણે રાજકારણમાં પણ તેઓ બિઝનેસ કરવા આવ્યા છે એવી ઘારણાઓ કરવામાં આવી રહી છે. નિષાદે જણાવ્યું કે હવે તેઓ આરક્ષણ માટે રડી રહ્યા છે.

Most Popular

To Top