આમ આદમી પાર્ટી (AAP) આ વખતે ગુજરાતમાં (Gujarat) ઉમેરાયેલું એક નવું ફેક્ટર છે અને આ જ કારણસર ગુજરાતમાં ચૂંટણી (Election) રોચક બની છે. આપના (AAP) મુખ્યમંત્રીના ચહેરા ઇશુદાન ગઢવીને દ્વારકાને બદલે ખંભાળિયામાંથી મેદાનમાં ઉતારવામાં આવતા સૌ કોઇ ચોંકી ગયા છે. જો કે આમાં ચોંકવા જેવું કશું નથી આમ આદમી પાર્ટીએ ખૂજ જ મોટા ગણિત સાથે દાવ રમ્યો છે.
બીજી બાજુ , દ્વારકામાં આપે સતવારા અગ્રણી નકુમને ટિકિટ આપી છે અને દ્વારકાની જેમ જ ખંભાળીયામાં પણ આહીર પછી સૌથી વધુ મત સતવારા અને પછી મુસ્લિમોનાં છે. ઇસુદાન માટે આ રીતે સમીકરણ બેસે છે પણ એ સહેલું તો નથી જ કારણ કે, ખંભાળીયામાં આપણું નેટવર્ક નથી. 120 તો ગામ આ મત વિસ્તારમાં આવે છે. અને ઇસુદાન બધે પ્રચારમાં જાય એ હવે શક્ય નથી. રાત ઓછી ને વેશ જાજા છે.
ખંભાળિયામાં કોંગ્રેસમાંથી વિક્રમ માડમ ચૂંટણી લડી રહ્યાં છે જ્યારે ભાજપમાંથી મૂળૂભાઇ બેરાને ટિકિટ આપવામાં આવી છે. આપે અહીં છેલ્લી ઘડીએ ઇશુદાનના નામની જાહેરાત કરી છે. તેનું કારણ એ છે કે, ખંભાળિયામાં આહિરોનો દબદબો છે પરંતુ આહિરો ગઢવીને ભાણેજ માને છે અને ભાણેજ માટેની લાગણીમાં આહિરો તણાશે તે વાત આપ સારી રીતે જાણે છે. બીજી બાજુ અહીં સતવારા સમાજનો બીજો નંબર આવે છે. એટલે બાજુની દ્વારકા બેઠક ઉપર સરતાવાર સમાજના નકુમને ટિકિટ આપી છે એટલે અહીં આમ આદમી પાર્ટીએ ખૂબ જ મોટો દાવ ખેલ્યો છે. પરંતુ હવે જોવાનું એ છે કે, આહિરોને આકર્ષવામાં તેમનો ભાણે જ કેટલો સફળ થાય છે.
છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસના વિક્રમ માડમ 79000 મતથી જીત્યા હતા
ખંભાળિયા બેઠક પર લગભગ 7 ટકા વસ્તી SC અને ST સમુદાયની છે. ખંભાળિયામાં જાતિ અને ધર્મના આધારે મુખ્ય સમુદાયો આહીર, જાડેજા, મુસ્લિમ, ચારણ, રબારી, ભરવાડ અને મહેર છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી ભાજપના કાળુભાઈ નારણભાઈ ચાવલા અને કોંગ્રેસના વિક્રમભાઈ અરજણભાઈ માડમ મેદાનમાં હતા. આ બેઠક પર કોંગ્રેસનાના વિક્રમ ભાઈ અરજણ ભાઈ માડમનો વિજય થયો. તેમણે 79172 મત મેળવી કાળુભાઈ નારણભાઈ ચાવલાને હરાવ્યા હતા.