રાજકારણમાં ફેલાય તાંત્રિક વિદ્યા: મહિલા કોર્પોરેટરે તાંત્રિકને સોંપ્યું વિપક્ષના નેતા તેમજ ઘારાસભ્ય ઉપર કાળું જાદુ કરવાનું કામ

અમદાવાદ(Ahmedabad): પ્રદેશ કોંગ્રેસમાં તાંત્રિક વિધિ (કાળા જાદુ)ને લઈને આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા શહેઝાદખાન અને ધારાસભ્ય શૈલેષ પરમાર પર અમદાવાદ મનપાની કોંગ્રેસની મહિલા કાઉન્સિલર જમના વેગડાએ તાંત્રિક વિધિ કરવાનું કામ તાંત્રિકને સોંપ્યાનો ઓડિયો વાયરલ થતાં કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ શરૂ થયું છે.

મહિલા કોર્પોરેટર દ્વારા તાંત્રિકની મદદથી અમદાવાદ મનપાના વિપક્ષના નેતા અને સિનિયર ધારાસભ્ય ઉપર કાળો જાદુની વિધિ કરવાનું કામ સોંપવામાં આવ્યું હોવાનું કથિત ઓડિયો ક્લિપની વાતચીતમાં બહાર આવ્યું છે. બીજી તરફ આ સમગ્ર મામલા અંગે મહિલા કોર્પોરેટરને સસ્પેન્ડ કરવા માટે માંગણી કરવામાં આવી છે. જ્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ચાવડાએ આ સમગ્ર ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે. અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણ અને ધારાસભ્ય શૈલેષ પરમારે આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી છે, અને આ મામલામાં મહિલા કોર્પોરેટ વિરુદ્ધ કોંગ્રેસમાં દાખલો બેસે તેવા પગલાં લેવાની માંગણી કરી છે.

આ ઓડિયો ક્લિપમાં અવાજ મારો નથી: મહિલા કોર્પોરેટર
બીજી તરફ વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં જે મહિલા કોર્પોરેટર જમના વેગડા નામ આવ્યું છે તેમનું કહેવું છે કે આ ઓડિયો ક્લિપમાં અવાજ મારો નથી કોઈક દ્વારા ખોટી રીતે મારી અને વિપક્ષના નેતા વચ્ચે વિખવાદ થાય તે માટે ષડયંત્ર કરવામાં આવ્યું છે.

Most Popular

To Top