મદ્રેસા કટરવાદ ફેલાવે છે, ગુજરાતમાં અસમ મોડલ લાગુ કરી મદ્રેશાઓ બંધ કરાવવા જોઇએ : ભાજપના નગર સેવકનુ વિવાદી નિવેદન

સુરત(Surat): વિધાનસભાની ચુંટણી (Election) નજીક આવતા જ રાજયમાં રાબેતા મુજબ કોમવાદને ઉતેજન મળે તેવી ધટના સુચક રીતે વધી રહી છે. તેમજ ભાજપના (BJP) નેતાઓના નિવેદનો પણ ચાલુ થઇ ગયા છે. વળી છેલ્લા ઘણા સમયથી લવ જેહાદ, લેન્ડ જેહાદ સહિતના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વિર્ધમી યુવાનો દ્વારા હિન્દુ યુવાનોની જાહેરમાં હત્યા કરવાનું ષડયંત્રની ઘટના હોય કે, પછી નામ બદલીને હિંદુ યુવતીઓને પોતાના લગ્ન કરીને તરછોડી દેવાના કિસ્સાઓ હોય આ તમામમાં ચોકકસ સમુદાયના યુવાનો તેમની માનસિકતાને લઈને અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. સમયાંતરે વિધર્મીઓએ કરેલા કૃત્યને કારણે દેશમાં શાંતિ અને સૌહાર્દ અને લાગણીને ઠેસ પહોંચી રહી છે. આ બાબતને હવે તમામ હિન્દુ સંગઠનો ગંભીરતાથી લઇ રહ્યા છે.

ત્યારે ભાજપના કોર્પોરેટર વિજય ચૌમાલ દ્વારા એક વીડીયો વાયરલ કરીને માંગ કરવામાં આવી રહી છે કે, વિધર્મીઓ સામે હવે સરકારે કડક હાથે કામગીરી કરવી જોઈએ. તેમણે કેટલાક મહત્વના પ્રશ્નો ઉભા કર્યા છે. કેટલાક વિસ્તારોમાં વિધર્મી યુવકો લવજેહાદનો મોટું ષડયંત્ર રચી રહ્યા છે, તો લેન્ડ જેહાદને લઈને પણ કિસ્સાઓ સામે આવ્યા હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. તેમણે મુસ્લિમ યુવાનોની માનસિકતાના મૂળમાં જવા માટેનો પ્રયાસ કરવા માટે હાકલ કરી છે. કિશન ભરવાડની હત્યા હોય કે, કમલેશ તિવારી હત્યા હોય આ પ્રકારના ષડયંત્રો ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય. તેણે કહયુ હતુ કે, સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે, મુસ્લિમ યુવાનો આટલી કટ્ટરતા આવે છે ક્યાંથી. આ યુવાનો અને જે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેના મૂળમાં જ કરતા હોય તેવું હવે જણાઈ રહ્યું છે.

મુસ્લિમ યુવાનો મદરેસામાં ભણીને આવે છે. તેના ઉપર હવે નજર રાખવાની જરૂર છે. મદરેસાઓમાં આ મૌલઓ ભણાવતા હોય છે. કિશન ભરવાડની હત્યા કરવા માટે એક ધર્મનો ઉપદેશ જો અત્યારે આપતો હોય તે શરમજનક બાબત છે. ધર્મનું જ્ઞાન આપનાર હથિયારો વેચવાનું શરૂ કરી દે તો સ્વાભાવિક રીતે જ રોજ પ્રવર્તે. આવા મૌલવીઓ હવે વધુ કટર યુવાનો પેદા ન કરી શકે તેના માટે મદ્રેસા બંધ કરી દેવા જોઈએ. તેમજ અસમ મોડલને ગુજરાતમાં લાગુ કરવા દેવા સુધીની માંગ કરી નાખી છે. અસમની અંદર જે પ્રકારે વિધર્મીઓના ત્રાસ વધી રહ્યો હતો તેને શાંત પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ રહ્યા છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ વિધાર્થીઓને પાઠ ભણાવવા માટે ગુજરાતની અંદર અસમ મોડલને લાગુ કરવાની જરૂરિયાત જણાઈ રહી છે.

Most Popular

To Top