National

ભાજપ સાથે આ ફોર્મ્યુલા પર સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે એકનાથ શિંદે

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય સંકટ(Political Crisis) વચ્ચે શિવસેના(Shiv sena)નું બળવાખોર જૂથ મજબૂત થઈ રહ્યું છે. એકનાથ શિંદે(Eknath Shinde)નો આ જૂથ હવે ભાજપ(BJP) સાથે સરકાર(Government) બનાવવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યો છે. અત્યારે શિંદે અને ભાજપની છાવણી એ શરતો પર ચર્ચા કરી રહી છે કે જેના પર બંને પક્ષો સહમત થઈ શકે અને સરકાર બની શકે. સૌથી મોટો સવાલ એ છે કે શું એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ પદ માટે ભાજપ પર દબાણ બનાવશે? જો કે આ ચર્ચાઓ વચ્ચે પ્રથમ વખત એકનાથ શિંદે હોટલની બહાર આવ્યા હતા.

હોટલના મુખ્ય ગેટ પર આવ્યા એકનાથ શિંદે, શિવસેના પર કર્યો દાવો
એકનાથ શિંદે આજે પ્રથમ વાર રેડિસન બ્લુ હોટલના મુખ્ય દ્વાર પર આવ્યા હતા અને મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે અમે શિવસેનામાં છીએ અને અલગ પાર્ટી બનાવવાના નથી. શિંદેએ કહ્યું કે તેઓ બાળાસાહેબ અને હિન્દુત્વને આગળ લઈ જઈ રહ્યા છે. દીપક કેસરકરએ પ્રવક્તા છે. તેઓનું આગળનું પગલું શું હશે, તે ટૂંક સમયમાં જણાવવામાં આવશે. તેણે એમ પણ કહ્યું કે અમે જલ્દી મુંબઈ જઈશું. શિંદેએ દાવો કર્યો હતો કે તેમની સાથે કુલ 48 ધારાસભ્યો છે.

શિંદે માંગશે ડેપ્યુટી સીએમનું પદ?
પહેલો અને મોટો સવાલ એ છે કે શું એકનાથ શિંદે પોતાના માટે ડેપ્યુટી સીએમ પદ માંગશે? તેમને કયું મંત્રાલય મળશે તેની ચર્ચાઓ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ જો બળવાખોર ધારાસભ્યો ભાજપ સાથે મળીને સરકાર બનાવે છે તો શિંદે જૂથના 8 ધારાસભ્યો કેબિનેટ મંત્રી અને 5ને રાજ્યમંત્રીનો દરજ્જો મળી શકે છે. તેમજ 29 કેબિનેટ મંત્રીઓ ભાજપના હશે. એકનાથ શિંદે ઈચ્છે છે કે બળવાખોર જૂથ સાથે આવેલા અપક્ષ ધારાસભ્યોને તેમના કોટામાંથી ભાજપ દ્વારા મંત્રી બનાવવામાં આવે.

શિંદેનાં બળવાખોરોને વર્તમાન મંત્રાલયો જ જોઈએ છે
હાલની સરકારના 8 મંત્રીઓ શિંદે જૂથ સાથે છે. આવી સ્થિતિમાં, શિંદે જૂથ એ જ મંત્રાલય ઈચ્છે છે જે આ ધારાસભ્યો પાસે પહેલાથી જ હતું. કારણ કે છેલ્લા એક મહિનામાં લીધેલા તેમના મહત્વના નિર્ણયો ઉદ્ધવ સરકારે અટકાવી દીધા છે. ગઈકાલે જ આ મંત્રીઓ પાસેથી વિભાગો લઇને અન્ય ધારાસભ્યોને સોંપવામાં આવ્યા છે.

શિંદે કેમ્પમાંથી કોને મંત્રી બનાવી શકાય?
એકનાથ શિંદે, દાદા ભુસે, ગુલાબરાવ પાટીલ, સંદીપન ભુમરે, ઉદય સામંત, શંભુરાજ દેસાઇ, અબ્દુલ સત્તાર, રાજેન્દ્ર પાટીલ યેદ્રાવકર, બચ્ચુ કડુ (પ્રહાર જનશક્તિ)

નવા નામો જેમને મંત્રી બનાવવામાં આવી શકે છે
દીપક કેસરકર, પ્રકાશ આબિડકર, સંજય રાયમુલકર, સંજય શિરસાથના નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

શિવસેનાના 18માંથી 14 સાંસદો પણ એકનાથ શિંદેના સંપર્કમાં
મહારાષ્ટ્રમાં રાજનીતિના જંગમાં ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગે છે. મળતી માહિતી અનુસાર, શિવસેનાના કુલ 18 સાંસદોમાંથી 14 સાંસદો બળવાખોર એકનાથ શિંદેના સંપર્કમાં છે. જો આમ થશે તો શિવસેના પાર્ટી અને તેના ચૂંટણી ચિન્હ પર એકનાથ શિંદેનો દાવો મજબૂત થશે. રાજકીય સંકટ વચ્ચે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પણ કડક વલણ અપનાવ્યું છે. તેમણે સીએમ ઠાકરેના 22 થી 24 જૂન સુધીના નિર્ણયોની ફાઇલો માંગી છે. હવે શિવસેના સરકારને આશંકા છે કે રાજ્યપાલ ફ્લોર ટેસ્ટ માટે કહી શકે છે. હવે જ્યારે શિવસેના નંબર ગેમમાં પાછળ રહી ગઈ છે, તો તે સ્થિતિમાં તે ફ્લોર ટેસ્ટ સામે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.

Most Popular

To Top