Entertainment

કેટરિના કૈફ પ્રેગનેન્ટ છે? દુપટ્ટા વડે છુપાવ્યો બેબી બમ્પ!

મુંબઈ: ઈદના (Eid) મોકા પર સલમાન ખાનની (Salman Khan) બહેન અર્પિતા ખાન શર્માના ઘરે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડની (Bollywood) ધણી હસીનાઓ આવી હતી. ત્યારે આ વચ્ચે કેટરીના કેફ ટ્રોલ થઈ રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) કેટરિના કૈફ પોતાની સ્ટાઈલથી બધાને ઘાયલ કરી દે છે. કેટરીના કૈફે વર્ષ 2021માં એક્ટર વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી ચાહકો કપલ ગૂડ ન્યૂઝ આપે તેની રાહ જોઈ રહ્યા છે. ઘણી વખત કેટરિના પ્રેગ્નેન્ટ હોવાની અફવા ઉડી છે. હાલમાં જ કેટરીના કૈફ સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને તેના પતિ આયુષ શર્માની ઈદ પાર્ટીમાં જોવા મળી હતી. જેમાં તેણે પોતાની અદા અને ડ્રેસિંગ સેન્સથી તમામનાં દીલ જીતી લીધા હતા. આ ઉપરાંત જણાવી દઈએ કે કેટરીના કૈફ લાંબા સમય બાદ અર્પિતા ખાનની ઈદ પાર્ટીમાં જોવા મળી હતી.

ત્યારે આ વચ્ચે હવે કેટરિના કૈફનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બેબી બમ્પને દુપટ્ટા અને હાથ વડે છુપાવવાનો પ્રયાસ કરી રહી છે તેવું દેખાઈ રહ્યું છે. આ વીડિયોમાં કેટરીના અનારકલી ડ્રેસમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તેણીએ દુપટ્ટો પોતાના પેટ પાસે રાખ્યો હતો. ઉપરાંત તેનો હાથ મોટાભાગે તેના પેટ પર હતો. આવી સ્થિતિમાં, લોકો અનુમાન કરવા લાગ્યા કે તે ગર્ભવતી છે અને બેબી બમ્પને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે. આ વીડિયો વાઈરલ થતાં જ યુઝર્સ કોમેન્ટનો વરસાદ વરસાવી રહ્યાં છે. જો કે આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

કેટરીના છેલ્લે 2022માં રિલીઝ થયેલી ફોન ભૂતમાં જોવા મળી હતી. અભિનેત્રી શ્રીરામ રાઘવનની મેરી ક્રિસમસમાં વિજય સેતુપતિની સહ-અભિનેતા છે. સલમાન સાથે તેની ટાઇગર 3 પણ આવી રહી છે. અભિનેત્રી આ ફિલ્મમાં ઝોયાની ભૂમિકાને ફરીથી નિભાવશે.

Most Popular

To Top