ઘણી સમસ્યાઓનું ઓસડ સમય બને છે. કોઇ વ્યક્તિની પ્રકૃતિ અને સ્વભાવનું ઓસડ હોતું નથી. એ તકલીફ કુદરતી રીતે જાય તેની ધીરજ સાથે રાહ જોવી પડે. દુનિયાના ઘણા દેશોના નેતાઓ ડોનાલ્ડ ટ્રમ્પના જવાના સમયનું કાઉન્ટડાઉન કરી રહ્યા છે. જો કે ભારત સહિત તમામ દુનિયાએ આ બલાનો સામનો ત્રણ કરતાં વધુ વરસ કરવાનો છે, પરંતુ બીજી તરફ કેનેડામાં માર્ક કાર્નીની નવી સરકાર ભારત માટે રાહતરૂપ પુરવાર થઇ રહી છે. વડા પ્રધાન માર્ક કાર્ની આવતા વરસના પ્રારંભમાં ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ભારત સરકાર તરફથી એમને નિમંત્રણ આપવામાં આવ્યું છે, જેનો તેઓ સ્વીકાર કરશે તેમ માનવામાં આવી રહ્યું છે. અમેરિકાના ટેરીફની પાર્શ્વભૂમાં કાર્નીની આ મુલાકાત ઘણી મહત્ત્વની બનશે, જે રીતે યુ.કે.ના વડા પ્રધાન કેઇર સ્ટાર્મરની મુલાકાત બની હતી.
હજી તો બે વરસ અગાઉ, 2023માં કેનેડાના ત્યારના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડો અને એમની સરકાર સાથે ભારત સરકારને મોટો ઝઘડો થઇ ગયો હતો. ભારતના પડોશી દુશ્મન દેશોને બાદ કરતાં પશ્ચિમ જગતના કોઇ તાકાતવર કે નબળા દેશ સાથે ભારતની આટઆટલી ગરમાગરમી થઇ ન હતી. જસ્ટીન ટ્રુડો ભારતવિરોધી તત્ત્વોનો સાથ છોડવા માગતા ન હતા. મને એમની સરકાર બચાવી હતી અને તે માટે અનૈતિક અને બિનરાજદ્વારી ઉપાયો અજમાવીને એ ભારતને રંજાડવા માગતા હતા.
સિવાય કેનેડા અને ભારત વચ્ચે કંકાસનો કોઇ મુદ્દો ન હતો. ખાલીસ્તાનવાદી હરદીપ સિંહ નિજ્જરની 2023માં હત્યા થઇ ત્યાર બાદ જ તેની હત્યા કરવાનું આળ ભારત સરકાર પર મૂકયું હતું. તેના ફળસ્વરૂપે 2023માં જે મુકત વ્યાપારની મંત્રણાઓ બન્ને દેશો વચ્ચે યોજવાની હતી તે રદ કરાઈ હતી. બન્ને દેશોનાં મિશનોમાંથી રાજદૂતોની સંખ્યા જેવા સાથે તેવાના ન્યાયે ઘટાડી નખાઈ હતી. ભારત, આ રીતે પોતાની ભાવના અને દેશવિરોધી તાકાતો સામે લડવાનો નિર્ધાર દુનિયા સમક્ષ અસરકારક રીતે રજૂ કરી શકયું હતું.
જસ્ટીન ટ્રુડો ચૂંટણીમાં હારી ગયા અને વિદાય થયાં. નવા વડા પ્રધાન માર્ક કાર્ની એક ઠરેલી બુદ્ધિના અનુભવી માણસ છે. એમણે આવ્યા પછી ભારત સાથેના સંબંધોને ફરીથી પૂર્વ વત્ બનાવ્યા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કોઇ ચોક્કસ નીતિ વગરની નીતિથી એ પણ કંટાળ્યા છે. હમણાં થોડા દિવસ પૂર્વે રાત્રિના બે વાગ્યે પ્રમુખ ટ્રમ્પે એકસના ટ્રુથ સોશ્યલ હેન્ડલ પર કાર્ની અને કેનેડા વિરુદ્ધ બળાપો કાઢયો હતો. જોઇ લેવાની ધમકી આપી. જેટલો ટેરિફનો દર નીચો એટલો ઝડપી આર્થિક વિકાસ બન્ને દેશોનો થાય છે. જૂના રિપબ્લિકન પ્રમુખે વરસો અગાઉ અમેરિકાની જનતા સમક્ષ વિષયબદ્ધ અને ઉદાહરણો સાથે આ વાત રજૂ કરી હતી, જે રિપબ્લિકન પ્રમુખ ટ્રમ્પે અપનાવેલી નીતિને સાવ અર્થવિહીન સાબિત કરે છે. કેનેડાએ રીગનની આ પ્રવચનની જૂની વિડિયો મેળવી અમેરિકામાં તેને વાયરલ કરી તેથી ટ્રમ્પ ભડકયા હતા. એક તો લોકો પ્રદર્શનો પર ઊતરી આવ્યા છે અને આ વિડિયો જોઈને વધુ લોકો ટ્રમ્પની વિરુદ્ધ જશે.
કેનેડા અને કાર્નીને જોઇ લેવાની ધમકીઓ વચ્ચે કાર્નીની ભારત મુલાકાત ખૂબ મહત્ત્વની બની રહેશે. કેનેડાને અમેરિકાનું એકાવનમું રાજ્ય બનવું નથી અને ભારત સાથે આર્થિક તેમ જ રાજદ્વારી સંબંધો આગળ વધારવા છે. ભલું થજો ટ્રમ્પનું કે ભારતને પોતાની કિંમત સમજાઇ અને કેનેડાને ભારત સાથે સંબંધો સ્થાપવાની પ્રેરણા મળી. પ્રમુખ ટ્રમ્પે આડોડાઈ કરીને ભારતનું અનેક રીતે ભલું કર્યું છે.
ગયા જૂન મહિનામાં કેનેડાના આલ્બર્ટા ખાતે ગ્રુપ સેવનના રાષ્ટ્રોની શિખર પરિષદ વખતે વડા પ્રધાન મોદીને ખાસ તેડાવવામાં આવ્યા હતા અને બન્ને વચ્ચે બેઠક યોજાઈ ત્યાર બાદ રાજદ્વારી સંબંધો ફરીથી પાટે ચડયા છે. ત્યાર બાદ ભારતની સલામતીને લગતી ચિંતાઓને કેન્દ્રમાં રાખી બન્ને દેશોના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મંત્રણાઓ યોજાતી રહી છે. તેના થકી એવું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ક્ષુલ્લક બાબતોમાં બન્ને દેશોએ શક્તિ અને સમય ન વેડફવા પડે અને આર્થિક સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય.
આવતા વરસના ફેબ્રુઆરીમાં નવી દિલ્હી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એકશન સમિટ યોજાશે. આ પરિષદમાં હાજરી આપવા માટે શ્રી કાર્નીને આમંત્રણ અપાયું છે.ભારતના કેનેડા ખાતેના હાઈ કમિશનર દિનેશ કુમાર પટનાઈકના કહેવા અનુસાર શ્રી કાર્નીની ભારત મુલાકાત વખતે મુકત વ્યાપાર સમજૂતી સહિતની દ્વિપક્ષીય બાબતો પર મંત્રણાઓ થશે. શકયતા એ પણ છે કે બન્ને દેશો વેપાર કરાર દ્વારા પચાસ વાર્ષિક અબજ ડોલરનો વેપાર કરવાને બહાલી આપી શકે છે. ભારત સરકાર ઇચ્છે છે કે શ્રી કાર્ની બને એટલે વહેલા ભારત પહોંચે અને આ નવા સંબંધો બાંધવા માટે જે સાનુકૂળ સ્થિતિનું નિર્માણ થયું છે તેને ભારત સરકાર વેડફી નાખવા માગતી નથી. જો એઆઈ પરિષદમાં કાર્ની ભારત નહીં આવી શકે તો આવતા વરસના માર્ચ મહિના અગાઉ એ આવે તે માટેની તજવીજ થઇ રહી છે.
ભારત અને કેનેડા વચ્ચેનો વેપાર વધી રહ્યો છે. 12 અબજ 70 કરોડ ડોલરના અગાઉના વરસના આંકને વટાવીને 2024માં તે 23 અબજ 60 કરોડ ડોલર પર પહોંચ્યો હતો.આ લગભગ બમણો વધારો વિક્રમસર્જક છે અને માત્ર એક જ વરસમાં નોંધાયો. જો વેપાર કરાર થાય તો આ પ્રમાણ આસાનીથી પચાસ અબજ ડોલર પર પહોંચી શકે છે. ભારત કેનેડા પાસેથી તેલ, ગેસ, અણુઊર્જા, બેટરી સ્ટોરેજ, ખાતર, પ્રોસેસ્ડ ખોરાક અને કૃષિ ઉત્પાદનો ખરીદવા માગે છે અને કોમ્પ્યુટર ક્ષેત્રમાં પણ સહયોગ વધારવા માગે છે. દુનિયામાં ખોરાકમાં સૌથી વધુ માત્રામાં કેનોલા તેલ વપરાય છે.
ભારતનાં લોકો પણ કેનેડામાં પાકતા કેનોલાના મોટા ગ્રાહકો બની શકે છે. કેનેડાનું કેનોલા તેલ ચીન મોટા પાયે ખરીદે છે. પરંતુ કેનેડાએ ચીનમાં બનતી ઇલેકટ્રીક ગાડીઓ પર એકસો ટકાનો ટેરીફ લાદ્યો ત્યાર બાદ ચીને કેનેડાનું કેનોલા ઓઇલ ખરીદવાનું બંધ કર્યું છે. કેનોલા ઓઇલ પામોલીન તેલ કરતાં વધુ સારી કક્ષાનું ગણાય છે, પરંતુ ભારતને તે વાપરવાનો અનુભવ નથી. તેથી તેના પ્રચાર અને પ્રસાર માટે કેનેડાની સરકારે માર્કેટિંગ કેમ્પેન શરૂ કરવો પડશે.ભારતના મૂડી નિવેશકો કેનેડામાં દુર્લભ ખનીજોના ખનન વગેરે ક્ષેત્રોમાં મૂડી રોકાણ કરવા તૈયાર છે.
કેનેડાનાં વિદેશમંત્રી અનિતા આનંદ હમણાં ભારતની મુલાકાતે આવી ગયાં અને બન્ને દેશોએ એક સંયુકત જાહેરનામું બહાર પાડયું હતું, જેમાં બન્ને દેશોના સાર્વભૌમત્વ, રાષ્ટ્રીય, સુરક્ષા કાયદાનું શાસન અપનાવવા અને એ રીતે આર્થિક સંબંધોને વધુ ઘનિષ્ઠ બનાવવા પર ભાર મૂકાયો હતો. જો કે કેનડામાંના ખાલીસ્તાનીવાદીઓ હજી ત્યાંના ભારતીય રાજદૂતોની નનામીઓ બાળે છે. રાજદૂતની કતલ કરનારને દસ હજાર ડોલરનું ઇનામ આપવાની જાહેરાત પણ તેઓએ કરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.