ગાંધીનગર: રાજ્યમાં સતત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજે દિવસ દરમ્યાન કચ્છના નલિયામાં 10.8 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. હજુયે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. રાજ્યના વિવિધ ભાગોમાં રાત્રીના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે માવઠાની ચેતવણી હવે હવામાન વિભાગે હટાવી લીધી છે. ઉત્તર – પૂર્વીય – પૂર્વીય પવનોના કારણે ઠંડી યથાવત રહેશે.
હવામાન વિભાગના સુત્રો મુજબ આજે ભૂજમાં 13 ડિ.સે., નલિયામાં 11 ડિ.સે., કંડલા પોર્ટ પર 15 ડિ.સે., અમરેલીમાં 13 ડિ.સે., ભાવનગરમાં 17 ડિ.સે., રાજકોટમાં 14 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 14 ડિ.સે., મહુવામાં 16 ડિ.સે., અમદાવાદમાં 15 ડિ.સે., ડીસામાં 13 ડિ.સે., ગાંધીનગરમાં 13 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 16 ડિ.સે., વડોદરામાં 16 ડિ.સે. અને સુરતમાં 17 ડિ.સે. જ્યારે દમણમાં 19 ડિ.સે., લધુત્તમ તાપમાન નોંધાયું હતું.