દેલાડ : ભણતરમાં (Education) રસ નહિ પડતા એક ટાબરીયો શાળાનું (School) ભણતર મૂકી નાસી ગયો (Ran Away) હતો. તેના આ કૃત્યને કારણે તેના માતા પિતાનો જીવ તાળવે ચોંટ્યો હતો. જે અંગે મિસિંગની ફરિયાદ નોંધાવવા માટે તેના પરિજનો તાબડતોડ પોલીસ મથકે પહોંચ્યા હતા. ઓલપાડ પોલીસે તાપસ આદરીને ગણતરીના કલાકોમાં જ બાળકને શોધી કાઢ્યો હતો. બાળક સહી સલામત ઘરે પરત ફરતા વાલીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.14 વર્ષીય આ કિશોર ધોરણ 8માં અભ્યાસ કરતા હોવાની વિગતો પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી.ઓલપાડ પોલીસે સોંદામીઠા આશ્રમશાળાના ધોરણ-8 માં અભ્યાસ કરતો 14 વર્ષના ગુમ થયેલ વિદ્યાર્થીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના માતા-પિતાને સોંપ્યો હતો.
- ભણતરમાં રસ નહિ પડતા 14 વર્ષના એક ટાબરીયો શાળા છોડીને ભાગ્યો
- તેના આ કૃત્યને લઇને વાલી,સિક્ષક અને પોલિસ પણ દોડતી થઇ ગઈ હતી
વિધાર્થી આશ્રમશાળાના ધોરણ-8 માં અભ્યાસ
ઓલપાડ પોલીસે સોંદામીઠા આશ્રમશાળાના ધોરણ-8 માં અભ્યાસ કરતો 14 વર્ષના ગુમ થયેલ વિદ્યાર્થીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના માતા-પિતાને સોંપ્યો હતો. ઓલપાડ તાલુકા આઝાદદિન સ્મારક કેળવણી મંડળ સંચાલિત સોંદામીઠા ગામે ચાલતી આશ્રમશાળામાં આજુબાજુના ટ્રાઈબલ જિલ્લાના બાળકો રહી અભ્યાસ કરે છે. જે પૈકી આ આશ્રમશાળાના ધોરણ-8 માં કમલેશ છગનભાઈ કાથુડ(ઉમર.14 વર્ષ-2 માસ) મૂળ રહે.માંડવી પાણી, તા.સોનગઢ, જિ.તાપી નામનો વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો.
16 તારીખે કોઇને કહ્યાં વગર શાળા છોડી ગયો હતો
જે 16 તારીખે કોઇને કહ્યાં વગર શાળા છોડી ગયો હતો . આ મામલો પોલીસમાં પહોંચતા સુરત વિભાગીય પોલીસ અધિકારી બી.કે.વનારની સુચના મુજબ ઓલપાડ પોલીસ મથકના પીઆઇ એમ.બી. તોમરે સોશિયલ મિડીયાના માધ્યમ તથા જાહેર જનતાના સંપર્કમાં રહી બાળકને શોધી કાઢવા પ્રયાસ શરૂ કર્યા હતા.આ તપાસ દરમ્યાન પીઆઇ એમ.બી.તોમરને માહિતી મળી હતી કે, ગુમ વિદ્યાર્થી કમલેશ છગનભાઈ કાથુડ સાયણ ટાઉનમાં સાયણ સુગર વિસ્તારમાં ભટકી રહ્યો છે.જેના આધારે તેને સાયણ સુગર રોડ પાસેથી શોધી કઢાયો હતો. પોલીસે આ વિદ્યાર્થીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે,હવે તેને ભણવાનું ગમતું નથી, જેથી તે આશ્રમશાળા છોડી ગયો હતો.
પોલીસની આ ટેક્નિક કારગર નીવડી હતી
પોલિસ તંત્ર પણ હવે સોશિઅલ મીડિયાનો સહારો લેતું થઇ ગયું છે. બાળકના વાલી જયારે પોલીસ મથક પહોંચ્યાં હતા ત્યારે તેના ફોટાને પોલીસે સોશિઅલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર અને પેજ ઉપર મૂકીને તેને શોધ ખોડ કરવાની કવાયત શરુ કરી હતી.આ ટેક્નૉલેઓજી કારગર સાબિત થઇ હતી.અને ફટાફટ તેમેને રિસ્પોન્સ મળવાનું શરુ થયું હતું.જેને આધારે આ ટાબરિયાના વાવડ મળી ગયા હતા.