વિશ્વના દરેક રાષ્ટ્રને તેનું પોતીકું ‘હાર્દરૂપ તત્ત્વ’ હોય છે. આ હાર્દરૂપ તત્ત્વ જે તે રાષ્ટ્રનું પ્રાણતત્ત્વ પણ છે. રાષ્ટ્રનો આત્મા છે. સામાન્ય રીતે રાષ્ટ્રની સંસ્કૃતિ વિરાસત અને વિકાસ આ પ્રાણતત્ત્વની આસપાસ જ આકાર લે છે. તેથી આપણે દાવા સાથે કહી શકીએ કે કોઇ પણ રાષ્ટ્રનો સાંસ્કૃતિક વારસો અને વિકાસ આ પ્રાણતત્ત્વના અંશો છે. અમેરિકાનું હાર્દરૂપ તત્ત્વ વિકાસ અને સમૃદ્ધિ છે. ઇંગ્લેન્ડનું હાર્દરૂપ તત્ત્વ રાજકીય ડહાપણ છે. જપાનનું હાર્દરૂપ તત્ત્વ ઉદ્યમશીલતા અને દેશદાઝ છે.
ઇટાલીનું હાર્દરૂપ તત્ત્વ સાહિત્ય અને કલા છે. ચીનનું હાર્દરૂપ તત્ત્વ રાષ્ટ્રની સર્વોપરિતા અને અમાપ વિકાસ છે. હવે પ્રશ્ન એ થશે કે ભારતનું હાર્દરૂપ તત્ત્વ કયું છે? એનું હાર્દરૂપ તત્ત્વ છે જેની આસપાસ આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત અને વારસો પ્રગટયો છે? જવાબ છે, અધ્યાત્મ. હા, અધ્યાત્મ ભારતનું પ્રાણતત્ત્વ છે જેની આસપાસ આપણી ભવ્ય સંસ્કૃતિ પ્રગટી છે અને વિકસી છે. એક તરફ આપણે વિશ્વગુરુ બનવા જઇ રહ્યા છીએ તેની ઘોષણા થાય છે. બીજી તરફ આ પ્રાચીન અધ્યાત્મ પરંપરા ક્રમશ: લુપ્ત થતી જાય છે.
પ્રાચીનકાળમાં ગુરુકુળો, ઋષિ આશ્રમો, મઠો શિક્ષણનાં કેન્દ્રો હતાં જયાં માત્ર શ્રવણ, મનન, ચિંતન દ્વારા વિશ્વની ઉપાસના થતી હતી. ગુરુકુળોમાં અધ્યાત્મને કેન્દ્રમાં રાખીને અનેક વિધિઓનું શિક્ષણ-પ્રશિક્ષણ અને સંવર્ધન થતું હતું. સદીઓથી આ પરંપરા ચાલુ રહી. બૌદ્ધ ધર્મના ઉદય પછી, તક્ષશિલા, નાલંદા, નાગાર્જુન વલ્લભી આદિ વિદ્યાપીઠોનો ઉદય થયો. અહીં પણ વિવિધ વિદ્યાશાખાઓનું શિક્ષણ-પ્રશિક્ષણ ચાલતું હતું.
મોગલોના આગમન પછી થયેલાં આક્રમણથી આ પરંપરા મૃત:પ્રાય થઇ. આમ છતાં અધ્યાત્મ સંબંધી વિષયોના શિક્ષણની પરંપરા સંપૂર્ણ લુપ્ત નહિ થઇ! ભારતના ખૂણેખાંચરે, નાનાં-નાનાં કેન્દ્રોમાં નાના પાયા પર અધ્યાત્મની ખેપ ચાલુ રહી! તેમાં સંત પરંપરા અને સનાતન ધર્મે મહત્ત્વનો ફાળો આપ્યો. તેથી અધ્યાત્મનો દીપક ઝાંખો તો ઝાંખો પણ ટમટમી રહી શકયો! બ્રિટિશ શાસનમાં શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓએ એક નવું સ્વરૂપ ધારણ કર્યું. શાળાઓ, કોલેજો, વિશ્વવિદ્યાલયોની સ્થાપના થઇ. જે સરકાર સંચાલિત અથવા સરકાર આધારિત બની. આ શિક્ષણ સંસ્થાઓમાં અનેક વિષયોનું શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું પરંતુ અધ્યાત્મ જે ભારતનું હાર્દરૂપ તત્ત્વ હતું તેની જ ઉપેક્ષા થઇ!
સનાતન ધર્મ અને અધ્યાત્મની આવી ઘોર ઉપેક્ષાનું કારણ શું? તેનું કારણ હતું ધર્મસત્તા અને રાજસત્તા વચ્ચેનું યુદ્ધ. આ સંઘર્ષમાં ધર્મસત્તાનો પરાજય થયો. રાજસત્તા અને ધર્મસત્તા બંને અલગ થયાં. તેનું મૂળ કારણ અંગ્રેજોની કૂટનીતિ હતી. જેણે ભારતીય શિક્ષણને અધ્યાત્મવિહોણું બનાવ્યું. 1947માં ભારત દેશ સ્વતંત્ર થયો પરંતુ શિક્ષણ પદ્ધતિ તો તેના તે જ સ્વરૂપે ચાલુ રહી! સ્વતંત્ર ભારતે સાંપ્રદાયિક પરંપરાનો સ્વીકાર કર્યો. સરકાર બિનસાંપ્રદાયિક હોય તો ઠીક છે, પરંતુ શિક્ષણ સરકાર દ્વારા નિર્ધારિત થતું હોવાથી, શિક્ષણ અધ્યાત્મવિહીન બન્યું! અધ્યાત્મકેન્દ્ર દેશના શિક્ષણમાં જ અધ્યાત્મનું બાષ્પીભવન થયું! આથી વ્યથિત થઇને તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણને કહ્યું હતું, : બિનસાંપ્રદાયિકતાનો અર્થ અધાર્મિકતા નથી.
બિનસાંપ્રદાયિકતાની ઘેલછામાં આપણે આપણી નવી પેઢીને ધર્મ અને અધ્યાત્મથી વંચિત રાખીએ તે યથોચિત નથી. તેમના આ મહત્ત્વપૂર્ણ સૂચન પર કોઈએ ધ્યાન નહિ આપ્યું. પરિણામે આપણી નવી પેઢી અધ્યાત્મથી સાવ વંચિત રહી. પડે છે ત્યારે સઘળું પડે છે ની ઉકિત સાચી સાબિત થઇ! આપણે સૌ સ્વીકારીએ છીએ અને શીખવીએ છીએ કે શિક્ષણ સર્વાંગી જીવનવિકાસ માટે છે. રાષ્ટ્રનિર્માણ માટે છે. સમાજોત્થાન માટે છે. તો પછી અધ્યાત્મ તેમાંથી બાકાત શી રીતે રહી શકે? અધ્યાત્મ પણ જીવનનો ભાગ છે. જીવનનું હાર્દરૂપ કેન્દ્રસ્થ હોવું જોઈએ. હાલ જેમ શાળા કોલેજોમાં જાતીય શિક્ષણ આપવાનું શરૂ થયું છે. તે રીતે અધ્યાત્મ શિક્ષણ આપવાનું કયારે શરૂ થશે?
આપણાં સંતાનોમાં જીવનની મૂળભૂત સમજ પ્રગટે, આંતરિક શાંતિ પ્રગટે, અહંકારભરી પ્રતિક્રિયાઓ ટાળી શકે. પોતાના ગુસ્સાને નિયંત્રિત કરી પ્રતિક્રિયાઓ ટાળી શકે, પોતાના ગુસ્સાને નિયંત્રિત કરી શકે અને આત્મ નિયંત્રણ રાખી શકે તેમ તે જીવન કથંતા બોધ જરૂરી છે. જીવન શું છે? જીવનનો હેતુ શો છે? આ હેતુ સિદ્ધ કરવા શું કરવું જોઈએ? જીવનનું અંતિમ ધ્યેય શું છે? જ્ઞાન એટલે શું? જ્ઞાનપ્રાપ્તિની પદ્ધતિ કઇ કઇ છે? આ જ્ઞાન શાંતિ આપી શકે? આ જ્ઞાન રાષ્ટ્રના વિકાસમાં ઉપયોગી સાબિત થઇ શકે?
જો આ પ્રકારના જીવન કથતા બોધ પર ભાર મૂકવામાં આવે તો અહમ્ બ્રહ્માસ્મિ હું બ્રહ્મ છે. સૂત્રો સાર્થક થઇ શકે. આ બ્રહ્મસૂત્રો દર્શાવે છે કે, દરેક વ્યક્તિની અંદર પરમાત્માનો અંશ વહન કરે છે. માનવતાની પવિત્ર બાબત તરીકે જોવામાં આવે છે અને દરેક વ્યક્તિને સાર્વત્રિક આત્માની અભિવ્યક્તિ તરીકે જોવામાં આવે છે. દરેકમાં દૈવી હાજરીનો સ્વીકાર કરે છે. ધર્મના માર્ગે ચાલીને, સહાનુભૂતિ અપનાવીને અને પોતાની અંદર શાંતિ મેળવીને,આપણે દરેક એક જણ સુમેળભર્યું વિશ્વ બનાવવામાં ભાગ ભજવી શકીએ. આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ કે ગુગલ ગુરુ આપણને સુમેળભર્યું વિશ્વ બનાવવામાં મદદરૂપ થઇ શકે ખરું? એ તો સમય જ કહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.