નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ગુરુવારે એક જાહેરાત કરી હતી. જેમાં ઇડીએ પોતાના દરોડાની (Raid) માહિતી આપી હતી. માહિતી આપતા ઇડીએ જણાવ્યું હતું કે તેમની ટીમે દિલ્હીની (Delhi) એક અમ્યુઝમેન્ટ કંપનીની 290 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત (Confiscation of assets) કરી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર ED જે કંપની પર કાર્યવાહી કરી છે તે ઇન્ટરનેશનલ એમ્યુઝમેન્ટ લિમિટેડ છે, જે ઇન્ટરનેશનલ રિક્રિએશન એન્ડ એમ્યુઝમેન્ટ લિમિટેડ (IRAL) ની હોલ્ડિંગ કંપની છે. તેમજ જપ્ત કરાયેલ મિલકતમાં ઇન્ટરનેશનલ એમ્યુઝમેન્ટ લિમિટેડની રૂ. 291.18 કરોડની સંપત્તિ છે કે જેમાં એડવેન્ચર આઇલેન્ડ લિમિટેડના નામે ગ્રેટ ઇન્ડિયા પ્લેસ મોલ (જીઆઇપી) નોઇડામાં સ્થિત 3,93,737.28 ચોરસ ફૂટ ન વેચાયેલી કોમર્શિયલ જગ્યાનો સમાવેશ થાય છે. આ સિવાય ઇડીએ રોહિણીમાં જયપુરના દૌલતપુર ગામ તાલુકામાં ઈન્ટરનેશનલ એન્ટરટેઈનમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના નામે 45,966 ચોરસ ફૂટ કોમર્શિયલ સ્પેસ અને 218 એકર જમીનને પણ ઇડીએ જપ્ત કરી હતી.
EDએ PMLA હેઠળ કાર્યવાહી કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના રોહિણીમાં એડવેન્ચર આઇલેન્ડ લિમિટેડના નામે 45,966 ચોરસ ફૂટની કોમર્શિયલ જગ્યા પણ જપ્ત કરી હતી. આ ઉપરાંત દૌલતપુર, આમેર, જયપુરમાં કંપનીની 218 એકર લીઝ જમીન પણ ઇડીએ કબ્જે કરી હતી. EDએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે આ કાર્યવાહી ઈન્ટરનેશનલ એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે PMLAની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી છે.
EDએ કયા કેસમાં કંપની સામે કાર્યવાહી કરી?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના જણાવ્યા અનુસાર, IRALની હોલ્ડિંગ કંપની ઇન્ટરનેશનલ એન્ટરટેઇનમેન્ટ લિમિટેડ પર ગુરુગ્રામના સેક્ટર 29 અને 52-Aમાં દુકાનો અને જગ્યાનું વચન આપીને લગભગ 1,500 રોકાણકારો પાસેથી રૂ. 400 કરોડથી વધુની રકમ વસૂલવાનો આરોપ છે. જોકે, કંપનીએ તેના રોકાણકારોને એક પણ દુકાન આપી નથી. તેમજ કંપનીની પ્રોજેક્ટ ડિલિવરીની સમયમર્યાદા પણ પૂર્ણ થઇ ગઈ છે. તેમજ કંપનીએ રોકાણના બદલામાં મળતું માસિક રોકાણ પણ બંધ કરી દીધું હતું. EDએ દાવો કર્યો હતો કે કંપનીએ રોકાણકારોના નાણાંની ઉચાપત કરી હતી. આ પછી અંગત લાભ માટે પૈસા અન્ય લોકોને આપવામાં આવ્યા હતા. આ કેસમાં હવે EDએ કંપનીની પ્રોપર્ટી જપ્ત કરી લીધી છે.