National

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના નજીકના 12 લોકોના ઘરે ઈડીના દરોડા

રાંચી: ઝારખંડના (Jharkhand) સી.એમ હેમંત સોરેનના નજીકના 12 લોકોના ઘરે EDએ દરોડા (Raid) પાડ્યા હતા. સીએમ જ્યારે મિટિંગમાં (Meeting) હતા તે દરમિયાન ED એક્શનમાં (Action) આવ્યું હતું. તેમજ હેમંત સોરેનના મીડિયા સલાહકાર (Media Advisor) અને આઇએસ (IAS) સહિતના અન્ય લોકોના સ્થળોએ આજે બુધવારે સવારથી જ દરોડા પાડવામાં આવ્યા હતાં.

પ્રાપ્ત વિગતો મુજબ ઝારખંડના સીએમ હેમંત સોરેનના પ્રેસ સલાહકાર અભિષેક પ્રસાદ ઉર્ફ પિન્ટુના ઘરે EDએ આજે સવારે દરોડા પાડ્યા હતા. આ સાથે જ સાહિબગંજના ડીસી રામનિવાસ યાદવ સહિત રાજ્ય સત્તાની નજીકના અન્ય લોકોના દસ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા.

સમગ્ર મામલે માહિતી સાંપડી હતી કે રાજ્યમાં ખાણકામ અને જમીન કૌભાંડો સંબંધિત મની લોન્ડરિંગના ઘણા કેસોમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે. તેમજ આ દરોડાને સીએમ હેમંત સોરેન દ્વારા EDના સાતમા અને છેલ્લા સમન્સને ફગાવી દેવા સાથે પણ જોડવામાં આવી રહ્યા છે.

આજે વહેલી સવારે રાંચીના રતુ રોડ પર સીએમના પ્રેસ સલાહકાર અભિષેક પ્રસાદના ઘરે દરોડા પાડ્યા હતા. આ સાથે જ સાહિબગંજ અને રાજસ્થાનમાં આઈએએસ અને સાહિબગંજ ડીસી રામનિવાસ યાદવના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ સાથે જ દેવઘરમાં સાહિબગંજના આર્કિટેક્ટ બિનોદ કુમાર, ખોડાનિયા બ્રધર્સ અને પૂર્વ ધારાસભ્ય પપ્પુ યાદવના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ડીએસપી રાજેન્દ્ર દુબે (હઝારીબાગ અને અન્ય સ્થળો), અભય સરોગી (કોલકાતા), કોન્સ્ટેબલ અવધેશ કુમારના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. અભિષેક પ્રસાદના નિવાસસ્થાન અને સાહેબગંજ ડેપ્યુટી કમિશનરના નિવાસસ્થાન સહિત 12 સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે. રાજધાની રાંચીના અરગોરા, રતુ રોડ સહિત ઘણા વિસ્તારોમાં દરોડા ચાલુ છે.

તમામ જગ્યાએ અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા હતા. જણાવી દઇયે કે જમીન કૌભાંડ મામલે EDએ અત્યાર સુધીમાં ઝારખંડના સીએમ હેમંત સોરેનને સાત સમન્સ મોકલ્યા છે, પરંતુ તેઓ કોઈ પણ સમન્સ પર હાજર થયા નથી. તેમજ તેમણે 3 જાન્યુઆરીએ EDના સાતમા સમન્સના જવાબમાં પત્ર મોકલ્યો હતો. જેમાં તેમણે એજન્સી પર રાજકીય પગલાં લેવાનો આરોપ મૂક્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે એજન્સીએ સ્પષ્ટ કરવું જોઈએ કે માતી સામે કયા આરોપો છે અને તેમજ શા માટે મારી પૂછપરછ કરવા માંગે છે.

Most Popular

To Top