ચીન: ચીન(China)ના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત સિચુઆન પ્રાંતમાં આવેલા ભૂકંપ(Earthquake)માં મૃતકોની સંખ્યા વધીને 65 થઈ ગઈ છે. 5 સપ્ટેમ્બરે આવેલા ભૂકંપના આફ્ટરશોકના કારણે ઘણી ઈમારતો(buildings)ને પણ નુકસાન(damage) થયું છે. જેના કારણે લગભગ 50 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ચીનના સિચુઆનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપમાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ચીનની એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપમાં ગાંઝી તિબેટીયન સ્વાયત્ત ક્ષેત્રમાં 29 અને યાન શહેરમાં 17 લોકોનાં મોત થયા હતા. ગાંઝી અને વાહનમાંથી 50,000 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
ભૂકંપના કારણે અનેક મકાનોને નુકસાન
સિચુઆન પ્રાંતીય કટોકટી વ્યવસ્થાપન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર વાંગ ફેંગે જણાવ્યું હતું કે સોમવાર રાત સુધીમાં 16 લોકો ગુમ થયાની જાણ થઈ હતી. આ સિવાય ભૂકંપમાં 50થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. એક અહેવાલ મુજબ મૃતકોમાંથી 29 ગાંઝી તિબેટીયન પ્રાંતના હતા. અન્ય 17 લોકો વિવિધ સ્થળોના હતા. ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટરના જણાવ્યા અનુસાર સોમવારે બપોરે લગભગ 1 વાગ્યે ચીનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ સિચુઆનમાં ઈમરજન્સી સેવાઓ આપવામાં આવી રહી છે. સિચુઆનમાં રાહત અને બચાવ કાર્ય માટે 6,500 થી વધુ બચાવ ટીમો, ચાર હેલિકોપ્ટર અને બે માનવરહિત હવાઈ વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય ફાયર બ્રિગેડની 1100 ટીમો તૈનાત કરવામાં આવી છે.
7.25 મિલિયન ડોલરની સહાયની જાહેરાત
પ્રાંતીય વન અગ્નિશામક વિભાગની એક બચાવ ટીમે જણાવ્યું હતું કે, “ત્યાં કેટલાય આફ્ટરશોક્સ આવ્યા હતા જેનાં કારણે કેટલાક રસ્તાઓ બ્લોક થઇ ગયા હતા. મોક્સીના ટાઉન સ્ક્વેર સુધી પહોંચવા માટે અમારે કાટમાળ પર ચઢવું પડ્યું.’ આ આંચકાથી ઘરોને પણ નુકસાન થયું હતું. ભૂકંપ બાદ મોક્સી શહેરમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. ભૂકંપમાં ઘાયલ થયેલા 50થી વધુ લોકોને સોમવારે રાત સુધી સારવાર આપવામાં આવી છે. સ્પેશિયલ પોલીસ રેસ્ક્યુ ટીમે 30 લોકોને બચાવ્યા છે. નાણા મંત્રાલય અને ઇમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરવા માટે 7.25 મિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. પ્રાંતીય સરકારે ગાંઝીને 50 મિલિયન યુઆન પણ ફાળવ્યા છે. 3,000 તંબુ અને 10,000 ફોલ્ડિંગ બેડ સહિત રાહત સામગ્રી લુડિંગ કાઉન્ટીને ફાળવવામાં આવી હતી, જ્યાં ભૂકંપનું કેન્દ્ર હતું.