Gujarat

પોલીસનું સમન્સ આવતા જ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની તબિયત બગડી

અમદાવાદ : ડમીકાંડ (dummy scandal) મામલે પોલીસ (Police) દ્વારા વિદ્યાર્થી (Student) નેતા યુવરાજસિંહને (Yuvraj Singh) આજે નિવેદન માટે ભાવનગર એસઓજી સમક્ષ હાજર થવાં સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ યુવરાજસિંહની તબિયત બગડતા તે હાજર થયો નહોતો, અને દસ દિવસનો સમય માગ્યો હતો. જો કે પોલીસે 21 એપ્રિલના રોજ 12 વાગે હાજર થવા બીજું સમન્સ આપ્યું છે.

ડમીકાંડ મામલે સીટ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં છ ડમી ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ યુવરાજસિંહ સામે પણ ડમી ઉમેદવારના નામ જાહેર ન કરવા ૫૫ લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાનો આક્ષેપ થયો છે. આ સમગ્ર મામલે પોલીસે યુવરાજસિંહનું નિવેદન લેવા સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ આજે યુવરાજસિંહની તબિયત લથડી ગઈ હતી, તેવી માહિતી યુવરાજસિંહ જાડેજાની પત્નીએ ટ્વિટ કરીને આપી હતી અને ભાવનગર એસઓજીને ઈ-મેઈલ દ્વારા દસ દિવસનો સમય માંગવામાં આવ્યો હતો.

આ મામલે રેન્જ આઇ.જી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, યુવરાજસિંહને આજે પોલીસ સમક્ષ હાજર થવા સમન્સ આપવામાં આવ્યું હતું, પરંતુ યુવરાજસિંહની તબિયત ખરાબ થતાં હાજર થયા નહોતા. તેઓએ પોલીસ સમક્ષ હાજર થવામાં દસ દિવસનો સમય માગ્યો છે. ભાવનગર પોલીસ તરફથી 21 તારીખે 12 વાગ્યા સુધીમાં હાજર રહેવા સમન્સ આપવામાં આવ્યું છે.

ડમીકાંડમાં પોલીસે 36 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. જેમાંથી છની ધરપકડ થઈ છે. જે લોકો સામે ફરિયાદ થઇ છે, તે તમામની ધરપકડ કરવામાં આવશે. આક્ષેપો મુજબ તટસ્થ તપાસ થાય તે માટે યુવરાજસિંહનો પક્ષ પણ જાણવો જરૂરી છે. જો બીજી વખત હાજર ના રહે તો કાયદાકીય પ્રક્રિયા વિચારણામાં લેવાશે.

Most Popular

To Top