Business

DSPએ પ્રજા અને પોલીસ વચ્ચેનો સેતુ બાંધ્યો: વરેલીમાં હત્યાનો ભોગ બનનારનાં ચાર બાળકોના ભરણપોષણની વ્યવસ્થા કરી

પલસાણા(Palsana): પલસાણાના વરેલી (Vareli) ખાતેના વલ્લભનગરમાં (Vallabh Nagar) આવેલી રાજદીપ રેસિડેન્સીના મકાન નં.122માં રહેતી સંગીતા કપિલ લોખંડે નામની મહિલા (Women) તેનાં ચાર બાળકો (Children) દેવ, જય, અવંતિકા, બિનલ તેની સાસુ ભત્રીજો અજય અને તેની પત્ની સાથે રહેતી હતી. ગત તા.28 જાન્યુઆરીને રોજ સંગીતા લોખંડેની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. સંગીતાનો પતિ બે વર્ષ અગાઉ જ વરેલી ખાતે જ એક અકસ્માતમાં મોતને ભેટ્યો હતો. જે બાદ સંગીતા માનસિક બીમાર રહેતી હતી.

સંગીતાની હત્યા સમયે તપાસ સ્થળ મુલાકાત સુરત જિલ્લા પોલીસ વડાં ઉષા રાડાએ લીધી હતી. જે વખતે પોલીસ વડાનું ધ્યાન મા-બાપવિહાણો નિરાધાર બનેલા ચાર બાળકો પર ગયું હતું. ઘટનાના ગણતરીના દિવસોમાં જ પોલીસે ગુનાનો ઉકેલ આણ્યો હતો. હત્યા સંગીતાના ભત્રીજા અજયે જ કરી હોવાનું બહાર આવ્યું હતું. સમગ્ર પ્રકરણના અંતે કડોદરા પોલીસ પી.આઈ. હેમંત પટેલે સુરત જિલ્લા પોલીસ વડાનું ધ્યાન નિરાધાર બનેલાં 4 બાળકો પર દોર્યું હતું. જે અંતર્ગત પોલીસ વડાંએ અંગત રસ દાખવી મરણ જનાર સંગીતાનાં ચાર બાળકોનો યોગ્ય ઉછેર અને સાર સંભાળ થાય એ હેતુથી કામરેજના વાત્સલ્યધામના વસંત ગજેરાનો સંપર્ક કરી તેઓને આ ચાર બાળકના પરિવાર અંગે વાકેફ કર્યા હતા અને બાળકો પગભર નહીં થાય ત્યાં સુધી ચારેયને રહેવાનો ભણવાનો અને જમવાની વ્યવસ્થા કરી આપી સાચા અર્થમાં પ્રજા અને પોલીસ વચ્ચેનો સેતુ બાંધ્યો હતો. સુરત જિલ્લા પોલીસ વડાં ઉષા રાડા અને કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ ઇન્સ્પેક્ટર હેમંત પટેલે માનવીય અભિગમ દાખવ્યો હતો.

Most Popular

To Top