નવી દિલ્હી: ભારત (India)માં ડ્રોનનો ઉપયોગ સરળ રીતે કરી શકાય તે માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નવા ડ્રોન નિયમો (drone rules) રજૂ કર્યા છે જે વિશ્વાસ, સ્વ-પ્રમાણન અને દખલગીરી હિન દેખરેખના સિધ્ધાંતો પર આધારિત છે.
દેશમાં ડ્રોનનું સંચાલન કરવા માટે ભરનારા ફોર્મની સંખ્યા માનવ રહિત વિમાન સિસ્ટમ (UAS)ના નિયમો, 2021માં ઉલ્લેખિત 25 ફોર્મ્સની તુલનામાં ‘ડ્રોન રૂલ્સ, 2021’ના મુસદ્દામાં ઘટાડીને છ કરવામાં આવી છે.ડ્રોન રૂલ્સ, 2021 એકવાર સૂચિત થઈ ગયા પછી યુએએસ નિયમો, 2021ને રદ કરવામાં આવશે. જે આ વર્ષે 12 માર્ચે અમલમાં આવ્યા હતા.
નિવેદનમાં જણાવાયું છે કે, મુસદ્દાના નિયમો અનુસાર ફીને નજીવા સ્તર સુધી ઘટાડી દેવામાં આવી છે અને ડ્રોનના કદ પ્રમાણે અલગ અલગ કરવામાં આવી છે. આ મુસદ્દાના નિયમોમાં વિવિધ મંજૂરીઓની આવશ્યકતા પણ નાબૂદ કરવામાં આવી છે. જેમાં કન્ફર્મેશનનું પ્રમાણપત્ર, જાળવણીનું પ્રમાણપત્ર (Certificate), આયાતની મંજૂરી, હાલના ડ્રોનની સ્વીકૃતિ, ઑપરેટર પરમિટ (Operator permit), આરએન્ડડી સંગઠનની અધિકૃતતા અને વિદ્યાર્થી દૂરસ્થ પાયલોટ લાઇસન્સનો સમાવેશ થાય છે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (Minister of Aviation sindhiya)એ જણાવ્યું હતું કે, ડ્રાફ્ટના નિયમોમાં યુએએસ નિયમો, 2021થી ’સંપૂર્ણ રીતે બદલાવ’ કરવામાં આવ્યો છે.ડ્રાફ્ટના નિયમો મુજબ, ફ્લાઇટની કોઈ પણ પરવાનગી ગ્રીન ઝોનમાં 400 ફૂટ અને એરપોર્ટની પરિમિતિથી 8થી 12 કિમીના અંતરે 200 ફુટ સુધીના વિસ્તારમાં જરૂરી રહેશે નહીં.ડ્રાફ્ટના નિયમમાં ડ્રોનના સ્થાનાંતરણ અને ડિરેજિસ્ટ્રેશન માટેની સરળ પ્રક્રિયા પણ સૂચવવામાં આવી છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, ડ્રાફ્ટ નિયમો વિશ્વાસ, સ્વ પ્રમાણન અને બિન-હસ્તક્ષેપ યુક્ત નિરીક્ષણના આધાર પર બનાવવામાં આવ્યા છે.
માઇક્રો ડ્રોન (બિન-વ્યાવસાયિક ઉપયોગ માટે), નેનો ડ્રોન અને આર એન્ડ ડી (સંશોધન અને વિકાસ) સંસ્થાઓ માટે ડ્રાફ્ટ નિયમોમાં ઉલ્લેખિત પાઇલટ લાઇસન્સની જરૂર રહેશે નહીં. ડ્રાફ્ટના નિયમો અનુસાર, કાર્ગો ડિલિવરી માટે ડ્રોન કોરિડોર બનાવવામાં આવશે અને દેશમાં ડ્રોન-ફ્રેન્ડલી રેગ્યુલેટરી શાસનની સુવિધા માટે ડ્રોન પ્રમોશન કાઉન્સિલની રચના કરવામાં આવશે. ડ્રાફ્ટના નિયમો અંગે લોકોએ પોતાની ટિપ્પણી રજૂ કરવાની છેલ્લી તારીખ 5 ઑગસ્ટ છે. મુસદ્દાના નિયમોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ભારતમાં નોંધાયેલ વિદેશી માલિકીની કંપનીઓ દ્વારા ડ્રોન કામગીરી પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયા(DFI)એ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. ડીએફઆઇમાં ડ્રોનનો ઔદ્યોગિક પ્રકારના હેતુઓસર ઉપયોગ કરતી કંપનીઓનો સમાવેશ થાય છે.