Gujarat

2047ના સપનાઓ, પરંતુ આજની સમસ્યાઓથી મોં ફેરવતું બજેટ- ગુજરાતને વાસ્તવિક રાહત જોઈએ- કોગ્રેસ

અમદાવાદ,

વર્ષ 2026-27ના રાજ્ય બજેટને “આંકડાઓની માયાજાળ” ગણાવી સામાન્ય જનતાની અપેક્ષાઓથી વિપરીત હોવાનું તેમજ બજેટમાં 2047ના સપનાઓ બતાવવામાં આવ્યા છે, પરંતુ ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને ગરીબ વર્ગની તાત્કાલિક સમસ્યાઓને અવગણવામાં આવી છે. ચાર લાખ આઠ હજાર કરોડના બજેટનો ઢોલ પીટી વિકાસના દાવા કરાયા છે, પરંતુ જમીન પર રાહત નથી. ખેડૂતો માટે દેવા માફી કે રાજ્યસ્તરીય પાક વીમા યોજના અંગે કોઈ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી નથી, જે ખેડુતો સાથે વિશ્વાસઘાત સમાન છે. તેવું પ્રદેશ કોગ્રસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતું.

બજેટ પર પ્રતિક્રિયા આપતા અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં મહિલાઓને આર્થિક સહાય અને સસ્તા ગેસ સિલિન્ડર જેવી યોજનાઓનો ત્યારે “ગુજરાતની બહેનો કેમ અળખામણી?” બજેટમાં મોંઘવારીમાંથી રાહત માટે કોઈ ચોક્કસ જાહેરાત નથી. મનરેગા કામદારોના વેતન વધારો, ફિક્સ-પે અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવી, સમાન કામ-સમાન વેતન તથા ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) જેવી માંગણીઓ તેમજ શિક્ષિત બેરોજગારો માટે પણ કોઈ ખાસ રાહત જાહેર ન કરાઈ નથી.

SC, ST, OBC, માઇનોરિટી, દિવ્યાંગ અને વૃદ્ધ નાગરિકો માટે વસ્તી મુજબ યોગ્ય ફાળવણીનો સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાનું અમિત ચાવડાએ જણાવ્યું હતું. વિધવા અને વૃદ્ધ પેન્શનમાં વધારો કરવાની માંગ પણ અવગણાઈ છે. ચાવડાએ દાવો કર્યો કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યનું દેવું રૂ. 79,152 કરોડ વધ્યું છે. “ઉદ્યોગપતિઓને લહાણી અને સામાન્ય જનતા પર દેવાનું ભારણ… શું આ છે ગુજરાત મોડલ?” એમ સવાલ કર્યો હતો.

અમિત ચાવડાએ અંતમાં કહ્યું કે આ બજેટ જાહેરાતો અને પ્રચારથી ભરેલું છે, જનતાને હકીકતમાં રાહત આપતું નથી. “ગુજરાતને સપનાઓ નહીં, પરંતુ વાસ્તવિક રાહત જોઈએ,”

Most Popular

To Top