અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમનો ક્યારેય પણ નાણાકીય આરોપી જેફ્રી એપસ્ટીન સાથે કોઈ સંબંધ ન હતા,એર ફોર્સ વન પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે, “મારે કશું છુપાવવાનું નથી.મને સંપૂર્ણ રીતે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે અને એપસ્ટીન સાથે મારો કોઈ સંબંધ નથી.”તાજેતરમાં જાહેર થયેલા એપસ્ટીન ફાઈલ્સને લઈને ફરી ચર્ચા શરૂ થતાં ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે. તેમણે ઉમેર્યું કે તપાસ દરમિયાન તેમના વિરુદ્ધ કોઈ પુરાવો મળ્યો નથી.
ટ્રમ્પ અને એપસ્ટીન વચ્ચેના જૂના સંબંધો ચર્ચામાં
રિપોર્ટ મુજબ ટ્રમ્પ અને એપસ્ટીન વચ્ચેનો પરિચય 1980ના અંતિમ દાયકામાં થયો હતો. 2002માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં, જે New York Magazineમાં પ્રકાશિત થયો હતો, ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ એપસ્ટીનને લગભગ 15 વર્ષથી ઓળખતા હતા.વર્ષ 1990ના દાયકામાં બંને સાથે જોવા મળ્યાના અનેક ફોટા અને વિડિઓ સામે આવ્યા હતા.પ્રાપ્ત તસવીરો મુજબ એપસ્ટીન 1993માં ટ્રમ્પના લગ્ન સમારંભમાં હાજર રહ્યા હતા. તે જ વર્ષે બંનેને ન્યૂયોર્કમાં જાહેર કાર્યક્રમોમાં સાથે જોવામાં આવ્યા હતા 1999માં તેઓ એક ફેશન ઇવેન્ટમાં પણ સાથે જોવા મળ્યા હતા. બાદમાં Palm Beach Postમાં પ્રકાશિત તસવીરોમાં ટ્રમ્પ, એપસ્ટીન, ઘિસ્લેન મૅક્સવેલ અને પ્રિન્સ એન્ડ્રૂને ફ્લોરિડાના માર-એ-લાગો ખાતે યોજાયેલા ચેરિટી કાર્યક્રમમાં દર્શાવવામાં આવ્યા હતા.ટ્રમ્પનો દેશને આગળ વધવા માટેનો સંદેશ છે ,જો કે તાજેતરમાં ટ્રમ્પે અમેરિકન નાગરિકોને એપસ્ટીન મુદ્દે વધુ ધ્યાન ન આપવાની અપીલ કરી હતી.વ્હાઇટ હાઉસમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં તેમણે જણાવ્યું કે નવી ફાઈલ્સમાં તેમના વિરુદ્ધ કાવતરું કરાયું હોવાનું જ સામે આવ્યું છે.વધુમાં ટ્રમ્પે જણાવ્યું કે દેશે હવે આરોગ્ય સેવા અને અન્ય મહત્વના મુદ્દાઓ તરફ ધ્યાન આપવું જોઈએ. તેમણે રાજકીય રીતે આ મુદ્દાને વિપક્ષ પક્ષ સાથે જોડવાનો પ્રયાસ પણ કર્યો હતો.
ગોપનીય ફાઈલ્સની કોગ્રેસ દ્વારા સમીક્ષા
આ દરમિયાન યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા એપસ્ટીન સંબંધિત બિનસંશોધિત દસ્તાવેજો યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસના સભ્યોને સમીક્ષા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. કેટલાક ધારાસભ્યોનું માનવું છે કે જાહેર થયેલા દસ્તાવેજોમાંથી કેટલીક મહત્વની માહિતી દૂર કરવામાં આવી હોઈ શકે છે.કોંગ્રેસ દ્વારા પસાર કરાયેલા પારદર્શિતા કાયદા હેઠળ આ તમામ દસ્તાવેજો જાહેર કરવા માટે સરકારને અપીલ કરવામાં આવી છે.