સુપ્રીમ કોર્ટે (supreme court) સોમવારે પોતાની પત્નીને માર મારનાર વ્યક્તિની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, સાસરિયામાં પત્નીને થતી કોઈપણ ઈજા માટે પતિ જવાબદાર રહેશે. મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે, જો મહિલા પર તેના સાસરિયામાં અન્ય કોઈ સગા દ્વારા હુમલો (Domestic violence) કરવામાં આવે તો પણ તેના માટે પતિને જવાબદાર ઠેરવવામાં આવશે.
કોઈ શખ્સ તેની પત્ની પર હુમલો કરવા માટે લગાવેલ આરોપ સાથેના લગ્નવાળો આ ત્રીજો કિસ્સો છે, જયારે મહિલાના આ બીજા લગ્ન છે. ગયા વર્ષે જૂનમાં, મહિલાએ તેના પતિ (husband) અને સાસરિયા વિરુદ્ધ ઘરેલુ હિંસાની લુધિયાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે દહેજ(dowry)ની માગને પૂર્ણ ન કરવા બદલ તેના પતિ, સસરા અને સાસુ દ્વારા તેને નિર્દય રીતે માર મારવામાં આવ્યો હતો.
કોર્ટે પૂછ્યું, તમે કેવા માણસ છો?
આરોપીના સલાહકાર કુશાગ્ર મહાજને તેના અસીલને આગોતરા જામીન આપવા વિનંતી કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે પૂછ્યું, “તમે કેવા માણસ છો? મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિએ તેનું ગળું દબાવી તેની હત્યા કરવાનો હતો, તેણીએ આરોપ લગાવ્યો કે તમે ગર્ભપાત કરવાની ફરજ પાડી છે. તમે કેવા માણસ છો કે તમે તમારી પત્નીને મારવા માટે ક્રિકેટ બેટનો ઉપયોગ કરો છો?
કોર્ટના પ્રશ્નના જવાબમાં આરોપીના વકીલ કુશાગ્ર મહાજનએ કહ્યું હતું કે, “મહિલાએ પોતે આરોપ લગાવ્યો છે કે તેના સાસરે તેને બેટથી માર માર્યો હતો,” જે અંગે સીજેઆઈની આગેવાનીવાળી બેંચે જણાવ્યું હતું કે કોઈ ફરક પડતો નથી કે તમારા પિતા અથવા તમે તેને બેટથીમાર માર્ટા હોવ. જ્યારે કોઈ સ્ત્રીને સાસુ-સસરામાંથી કોઈ પણ ઈજા પહોંચાડે છે, ત્યારે તેની પ્રાથમિક જવાબદારી પતિની છે. ત્યારબાદ બેંચે તે વ્યક્તિની અરજીને ફગાવી દીધી હતી. આ કેસમાં અગાઉ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે પણ તેના પતિને આગોતરા જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો.
જો કે આવા કિસ્સાઓમાં કોર્ટ દ્વારા તમામ લોકોને આરોપી ગણવામાં આવે છે, અને જો પતિની સંડોવણી ના હોય તો તેને આ કેસમાં મુક્ત રાખવામાં આવે છે, જો કે હવે પછીથી પતિ પણ એટલો જ બરાબર જવાબદાર ગણાશે. ત્યારે મહિલા દિવસના બીજે દિવસે આવેલા આ ચુકાદામાં ઉચ્ચારાયેલ શબ્દો પણ એક ઇતિહાસ છે, જે લગ્ન સમયે લીધેલા પતિને તેના વચનો યાદ કરાવે છે.