Comments

પાકિસ્તાન સાથે વ્યવહાર કરવા માટે ભારતને આંતરિક રાજકીય સર્વસંમતિની આવશ્યકતા છે?

ઓપરેશન સિંદૂર એ 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ભારતની સીધી લશ્કરી પ્રતિક્રિયા હતી, જેમાં 26/11ના મુંબઈ હુમલા પછી સામાન્ય લોકો પર થયેલા સૌથી મોટા હુમલામાં 26 નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. તે ઘટના બાદ ભારતના વિરોધ પક્ષો પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા સરહદ પાર આતંકવાદને રોકવા માટે કોઈ પણ દંડાત્મક કાર્યવાહી કરવા માટે સરકારની પાછળ એકઠાં થયાં હતાં.

રાજકીય પક્ષોમાં એકતાનું આ એક દુર્લભ પ્રદર્શન હતું, જેના કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાનને ‘બસ હવે બહુ થયું’ એવું કહેવા માટે જરૂરી પગલાં લેવાનો અધિકાર મળ્યો. તેથી જ્યારે ભારતે 7 મેના રોજ વહેલી સવારે ઓપરેશન શરૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં નવ આતંકવાદી છાવણીઓ પર બોમ્બમારો કરવામાં આવ્યો ત્યારે વિરોધ પક્ષોમાં વ્યાપક સમર્થન મળ્યું.

જેમ જેમ પાકિસ્તાને ભારતમાં નાગરિક અને લશ્કરી સ્થળોને નિશાન બનાવ્યાં, તેમ તેમ મોદી સરકારે વહેલી સવારે હુમલા કર્યા, જેમાં ઓછામાં ઓછા 100 આતંકવાદીઓ માર્યા ગયા. ટૂંક સમયમાં પશ્ચિમ સરહદ પર શ્રેણીબદ્ધ હુમલાઓ અને જવાબી હુમલાઓ થયા, જેમાં મિસાઇલો, સશસ્ત્ર ડ્રોન અને ભીષણ તોપખાના અને રોકેટ ગોળીબાર જોવા મળ્યા. અંતે, ભારતીય વાયુસેનાએ 13 પાકિસ્તાની હવાઈ મથકો અને લશ્કરી સ્થાપનો પર હુમલો કર્યો, જેના કારણે પાકિસ્તાનને 10 મેના રોજ ભારત સાથે યુદ્ધવિરામ કરવાની ફરજ પડી.

મોદી સરકારના અગાઉ કટ્ટર વિરોધીઓ સહિત ઘણા વિપક્ષી નેતાઓના સમર્થનથી અભિભૂત થઈને વડા પ્રધાન માનતા હતા કે આ વૈશ્વિક સ્તરે પહોંચવાનો શ્રેષ્ઠ સમય છે. બધા સંસદસભ્યો આતંકવાદના ત્રાસનો સામનો કરવા માટે ભારતીયોમાં એકતાનો સંદેશ આપવા માટે વિશ્વભરમાં જઈ શકે છે અને તેમનાં સમકક્ષોને જણાવી શકે છે કે, ભારત આતંકવાદનાં તમામ કૃત્યોને યુદ્ધનાં કૃત્યો તરીકે કેમ જુએ છે અને આ સંદર્ભમાં પાકિસ્તાનની ભૂમિકાને હવે સ્વીકારી શકતું નથી અને પહેલગામ હત્યાકાંડનું પુનરાવર્તન અટકાવવા માટે ગમે તે કરવા તૈયાર છે. ઘણાં લોકોનું માનવું છે કે 2014 પછી કોંગ્રેસ-નેતૃત્વ હેઠળના ગઠબંધને સત્તા અને જગ્યા ગુમાવી દીધી ત્યાં સુધી ભારતની સંરક્ષણ અને વિદેશ નીતિઓ હમેશાં સર્વસંમતિને આધીન રહી છે.

ચૂંટણીનાં કારણોસર, વિપક્ષ ઇચ્છતું ન હતું પીએમને નોંધપાત્ર શ્રેય મળે છે અને તેમને દોષ આપવાનો કોઈ મોકો છોડતું નથી.ભલે સરકારના કલમ 370 રદ કરવાના નિર્ણયને સંસદમાં દ્વિપક્ષીય સમર્થન ન મળ્યું હોય. આ જ કારણ છે કે પહેલગામ પછી દિલ્હીના રાજદ્વારી સંપર્કને મજબૂત બનાવવા માટે વિશ્વની રાજધાનીઓમાં પ્રવાસ કરનારાં સાત પ્રતિનિધિમંડળોમાં વિપક્ષી નેતાઓનો સમાવેશ કરવાનો મોદી સરકારનો નિર્ણય એક સારા પગલા તરીકે જોવામાં આવે છે. તેમાં પણ એક પ્રતિનિધિમંડળના વડા તરીકે કોંગ્રેસના નેતા શશી થરૂરને સમાવવાનો મોદીનો નિર્ણય યોગ્ય છે.

જો કે, થરૂરની પાર્ટી – કોંગ્રેસ – એ વાતથી નારાજ છે કે જ્યારે મોદીએ એવા સમયે તેમને મહત્ત્વ આપ્યું છે જ્યારે તેમને બાજુ પર રાખવા અથવા તેમને પાર્ટીમાંથી બહાર કરવા માંગતી હતી. રાહુલ ગાંધી સાથે તેમના સંબંધોમાં ગંભીર સમસ્યા છે. ચાર નેતાઓની યાદી જાહેર કરીને અને થરૂરને તેમાંથી બાકાત રાખીને કોંગ્રેસે પરિસ્થિતિને સંબોધવામાં પરિપક્વતા દર્શાવી નથી. ઓવૈસી, તેમજ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બતાવ્યું છે કે તેઓ આતંકવાદમાં પાકિસ્તાનની ભૂમિકા માટે અવાજ ઉઠાવીને અને સરકાર પાછળ લોકોને એકજૂટ કરીને આ પ્રસંગે સાથે ઊભા રહીને અનુકરણીય બની શકે છે. અલબત્ત, રાહુલ ગાંધીતરફી તત્ત્વો દલીલ કરે છે કે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની રચના અંગે એક સ્થાપિત પરંપરા છે,

જેમાં એવી જોગવાઈ છે કે જ્યારે પણ સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિમંડળ મોકલવાનું નક્કી કરે છે ત્યારે તમામ પક્ષોને તેમનાં પ્રતિનિધિઓ સૂચવવા માટે જાણ કરવામાં આવે છે. તો, સરકાર વિરોધ પક્ષના પ્રતિનિધિનું નામ કેવી રીતે નક્કી કરી શકે છે? તે ન તો તેનો અધિકાર છે અને ન તો તેનો વિશેષાધિકાર. પરંતુ, એ યાદ રાખવું જોઈએ કે આ અવસર આતંકવાદ અને ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનની ભૂમિકાના મુદ્દા પર ભારતનો સંદેશ આપવાનો અને એ જૂઠા કથનનો સામનો કરવાનો છે કે, આ મામલે ભારતને ઓછું સમર્થન છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top