National

મહામારીમાં ભગવાન ગણાતા ડોકટરો પણ બની રહ્યા છે ભોગ: 24 કલાકમાં 50 ડોકટરોના મોત

દિલ્હી (DELHI)ની ગુરુ તેગ બહાદુર હોસ્પિટલના 26 વર્ષીય જુનિયર રેસિડેન્ટ ડોક્ટર (RESIDENT DOCTOR) અનસ મુજાહિદનું કોરોના ટેસ્ટમાં પોઝિટિવ (CORONA POSITIVE) આવ્યાના કલાકો પછી જ મોત (DEATH) નીપજ્યું હતું. દેશમાં કોરોના સંકટને કારણે માત્ર એક જ દિવસમાં 50 ડોકટરોના મોત (50 DOCTOR DIE IN 1 DAY)નો મામલો સામે આવ્યો છે. 

ભારત (INDIA)માં આ વર્ષે કોરોના (CORONA)ની બીજી તરંગ (SECOND WAVE)માં અત્યાર સુધીમાં 244 ડોકટરોએ જીવ ગુમાવ્યો છે. વર્ષની શરૂઆતમાં, કોરોનાની પ્રથમ તરંગમાં, દેશમાં 736 ડોકટરોનાં મોત નીપજ્યાં હતાં. હજી સુધી, કોરોનાને કારણે, દેશમાં 1000 ડોકટરો મૃત્યુ (THOUSANDS OF DOCTOR DIE) પામ્યા છે. મુજાહિદના પરિવારમાં માતાપિતા અને ચાર ભાઇ-બહેન છે. મુજાહિદના મોતને એક અઠવાડિયુ વીતી ગયુ છે, પરંતુ તેનો મિત્ર અને સાથીદાર ડો.આમિર સોહેલ હજી પણ આ ઘટના પર વિશ્વાસ કરવામાં અસમર્થ છે.

મુજાહિદ કોરોનાના નાના લક્ષણો અનુભવી રહ્યો હતો. તેના ગળામાં બળતળા હતી અને રેપિડ એન્ટિજન પરીક્ષણમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. થોડા કલાકો પછી જ તેનું અવસાન થયું. મુજાહિદને કોરોના રસી પણ મળી નહોતી. ડો.આમિર સોહેલે કહ્યું, ‘તે મોટો આંચકો હતો. તેની અંદર કોરોનાનાં કોઈ ગંભીર લક્ષણો નહોતાં. તેના માતાપિતાએ એમ પણ જણાવ્યું છે કે તેને ક્યારેય આરોગ્યની કોઈ ગંભીર સમસ્યા નહોતી. આ કેવી રીતે બન્યું તે સમજવામાં અસમર્થ છીએ.’ 

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે કોરોના સંકટમાં 244 ડોકટરોના મોત નીપજ્યાં છે.  આ જ રવિવારે એક જ દિવસમાં 50 ડોકટરોનું કોરોનાને કારણે મોત નીપજ્યું હતું. બિહારમાં સૌથી વધુ 69 ડોક્ટરોના મોત થયા છે. આ પછી ઉત્તર પ્રદેશમાં 34 અને દિલ્હીમાં 27 ડોકટરોનાં મોત નીપજ્યાં છે. આમાંના ફક્ત 3% ડોકટરો જ કોરોના રસીનો સંપૂર્ણ ડોઝ લીધો હતો. ભારતમાં રસીકરણની શરૂઆતથી 5 મહિના વીતી ગયા છે અને હજી પણ દેશમાં ફક્ત 66% આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનું કહેવું છે કે તેમના વતી ડોકટરોને રસી અપાવવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવે છે. 

IMAની અપીલ, બધા ડોકટરો અને હેલ્થ વર્કર્સને રસી અપાવો
આઈએમએ સેક્રેટરી જનરલ ડો.જયેશ લેલેએ કહ્યું, ‘દુર્ભાગ્યપૂર્ણ છે કે અમે રવિવારે 50 ડોક્ટર ગુમાવ્યા. એપ્રિલના પહેલા અઠવાડિયાથી અત્યાર સુધીમાં 244 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમણે કહ્યું કે હજી ઘણા એવા ડોકટરો છે જેમણે કોરોના રસી લીધી નથી. તેમણે જણાવ્યું હતું કે, તમામ આરોગ્ય કર્મચારીઓને રસી અપાવવા માટે અમારા તરફથી તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top