SURAT

સુરતના એક દર્દીમાં નવી જ પ્રકારની ફૂગ મળી આવતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા

સુરત : સુરતની નવી સિવિલ હોસ્પિટલ (SURAT CIVIL HOSPITAL)માં આજે સૌપ્રથમવાર (FIRST TIME) મ્યુકરમાઇકોસિસના રોગમાં આંખની સફળ સર્જરી (MUCORMYCOSIS SUCCESS TREATMENT) કરવામાં આવી હતી. આ સર્જરીને એવીસ્ક્રીએશન (EVYCREATION)ના નામથી ઓળખવામાં આવે છે. એટલે કે આંખનું ઇ-વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

સામાન્ય રીતે બ્લેકકીકીને પકડીને વ્હાઇટ ભાગને રહેવા દઇને બીજો ભાગ કાઢી નાંખવામાં આવે છે. આજે આવા જ એક દર્દીને ઓપ્થેમોલોજી (OPHTHALMOLOGY) વિભાગ દ્વારા ઓપરેશન (OPERATION) કરાયું હતું. આ ઓપરેશન દરમિયાન આઇબોલને રાખીને આજુબાજુના ભાગને દૂર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ડોક્ટરોને એક ગ્રે કલરનું ફંગસ (GRAY FUNGUS) મળી આવ્યું હતું. આ જોઇને ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. સામાન્ય રીતે મ્યુકરમાઇકોસિસમાં વ્હાઇટ અને બ્લેક કલરના ફંગસ જોવા મળે છે. જો કે, આજની સર્જરી દરમિયાન ગ્રે કલરના ફંગસ મળી આવ્યા હતા. ડોક્ટરોએ તેની બાયોપ્સી લઇને માઇક્રોબાયોલોજી વિભાગમાં પૃથ્થકરણ માટે મોકલ્યા હતાં.

બીજી તરફ સુરત સિવિલમાં દાખલ મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. આ રોગમાં મગજ સહિત સમગ્ર જડબાના એમઆરઆઇ માટે હવે બહાર થતો ખર્ચ અટકી જશે. સિવિલમાં દાખલ દર્દીઓ રોગીકલ્યાણ સમિતિની સહાયની સાથે છાંયડો સંસ્થામાં વિનામૂલ્યે એમઆરઆઇ (FREE OF COST MRI) કરાવી શકશે. કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસિસના જીવલેણ રોગમાં સમગ્ર મોંઢાનું એમઆરઆઇ કરવામાં આવે છે. બહાર પ્રાઇવેટ જગ્યાએ એમઆરઆઇ કરવામાં આવે તો તેનો ખર્ચો રૂા. ચારથી પાંચ હજાર જેટલો થાય છે.

સુરતમાં હાલમાં 100 થી વધુ દર્દીઓ દાખલ છે ત્યારે આવનારા સમયમાં પણ વધારે દર્દીઓ દાખલ થાય અને તેઓને એમઆરઆઇ કરવાની જરૂર પડે તો સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે થઇ શકશે. આ અંગે માહિતી આપતા સિવિલ સુપ્રિ. ડો. રાગીણી વર્માએ જણાવ્યું હતું કે, રોગી કલ્યાણ સમિતિમાંથી દર્દીને રૂા. 1 હજાર ફાળવવામાં આવશે. આ ઉપરાંત તેઓને લેટર પણ આપવામાં આવશે. આ સાથે જ સિવિલ હોસ્પિટલનો ભલામણપત્ર પણ લખી આપવામાં આવશે. આ પત્રના આધારે દર્દીઓ સિવિલ કેમ્પસમાં ચાલતા છાંયડો ટ્રસ્ટમાંથી એમઆરઆઇ કરાવી શકશે. જો કે, આ એમઆરઆઇનો ખર્ચ 1900 રૂપિયા જેવો થાય છે.

પરંતુ સિવિલ હોસ્પિટલ અને રોગી કલ્યાણ સમિતિના ભલામણ પત્રના આધારે હવે દર્દી ફ્રીમાં એમઆરઆઇ કરાવી શકશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલનું પોતાનું જ હાઇટેકનોલોજીવાળું એમઆરઆઇ મશીન ખરીદવા માટે રાજ્ય સરકારમાં ઇન્ટેન્ડ મોકલી આપવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી તેનો કોઇ રિપ્લાય આવ્યો નથી.

Most Popular

To Top