સુરત: અમદાવાદના (Ahmadabad) ચાર તબીબ પરિવાર (doctor family) સહિત ચાર કુટુંબો અને મહારાષ્ટ્ર (Maharashtra)ના પૂણેમાંથી ત્રણ તબીબો લેહ લદ્દાખ (leh ladakh) ફરવા ગયા હતા. મહારાષ્ટ્રમાં RTPCR ફરજિયાત હોવાથી પુણેના તબીબનો રિપોર્ટ કરતાં પોઝિટિવ (report positive) આવ્યો હતો. જેને કારણે તમામને પાંચ દિવસ ક્વોરેન્ટાઈન (quarantine) કરી દેવાયા હતા. બીજે દિવસે તેમની ફ્લાઇટ (flight) હોવાથી તેઓ ચિંતામાં મુકાતા ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સીઆર પાટીલ (cr patil)નો સંપર્ક કર્યો હતો. તેમણે સ્થાનિક સાંસદ સાથે વાત કરતા સ્થાનિક પ્રશાસને અમદાવાદના તબીબી પરિવારને પાછા આવવાની અનુમતિ આપી દીધી હતી.
કોરોના કાળમાં ડ્યુટી કરીને માનસિક તનાવને હળવો કરવા ગુજરાતના અમદાવાદ શહેરમાંથી એક તબીબ પરિવાર અને અન્ય ફેમિલી ફ્રેન્ડના ચાર પરિવાર તથા મહારાષ્ટ્રના પૂણેમાંથી ત્રણ તબીબો લેહ-લદ્દાખ ગત 27 મેના રોજ ફરવા ગયા હતા. આવતીકાલે આ તમામની રિટર્નની ફ્લાઈટ હતી. હવે ગુજરાતમાં આરટી પીસીઆર ફરજીયાત નથી. પરંતુ મહારાષ્ટ્રમાં આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાત છે. જેને કારણે પુણેના એક તબીબનો રિટર્નમાં આવતી વખતે આરટી પીસીઆર કરાતા પોઝિટિવ આવ્યો હતો. જેને કારણે ત્યાંના સ્થાનિક પ્રશાસને તમામને પાંચ દિવસ ક્વોરેન્ટાઈન કરી દીધા હતા. આવતીકાલે તમામની ફ્લાઈટ હોવાથી અન્ય તબીબ અને પરિવાર ચિંતામાં મુકાયા હતા. આવા સમયે કોઈક રીતે નવસારી સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો સંપર્ક કરતા તેમને સ્થાનિક સાંસદ સાથે વાત કરતા અડધો અમદાવાદના ચારે કુટુંબોના પરિવારોને તથા બાકી લોકોને આવવા માટે સ્થાનિક તંત્રએ અનુમતી આપી હતી.
સ્થાનિક પ્રશાસન માનવા રાજી નહોતું: ડો.મોદી
લેહ ફરવા ગયેલા અમદાવાદના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નીરવ મોદીએ જણાવ્યું હતું કે પુણેના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા અમને તમામને પાંચ દિવસ ક્વોરેન્ટાઈન કરી દેવાયા હતા. આવતીકાલે અમારી ફલાઈટ હોવાથી અમે સ્થાનિક તંત્રને આજીજી કરી હતી કે તમામના rtpcr કરવામાં આવે. જેમના પોઝિટિવ આવશે તેમને ક્વોરેન્ટાઈન રાખી બાકી ને જવા દેવા. પરંતુ સ્થાનિક પ્રશાસન ટસનું મસ થતું નહોતું. અંતે સી.આર.પાટીલ સાહેબનો સંપર્ક કર્યો હતો. તેમને સ્થાનિક સંસદ સાથે વાત કરી તાત્કાલિક મીનીટોમાં નીવાળો લાવ્યા હતા.