ઉગ્રવાદી ઉપદેશક અમૃતપાલ સિંહના ઉદય સાથે પંજાબમાં ખાલીસ્તાન માટેની શીખ ચળવળ ફરી બેઠી થવાનો ભય પંજાબ સામે પેદા થયો છે. તા. 24મી ફેબ્રુઆરીએ આ ઉપેદશકના ઝનૂની ટેકેદારોએ આજમાલા પોલીસ સ્ટેશનમાં ભાંગફોડ કરી હતી. પોલીસોને અમૃતપાલના સાથીઓ તલવાર અને પિસ્તોલધારી ટેકેદારોનો પણ હુમલો કરવો પડયો હતો. હુમલાખોરોનું ટોળું જોઇ પોલીસે તરત નમતું જોખી અમૃતપાલના સાથીદાર સમપ્રેમ તુફાનને હજી 18મી ફેબ્રુઆરી તેની અપહરણ અને હુમલાના મામલે ધરપકડ થઇ હોવા છતાં તેને છોડી મૂકયો હતો.
ક્ષુબ્ધ સૌથી વધુ કરનારી બાબત એ હતી કે હુમલાખોરોએ આજનાલા પોલીસ સ્ટેશનમાં સરૂપ લઇ ગયા હતા. આ સરૂપ એટલે અમૃતપાલ સિંહના ટેકેદારો ગુરુ ગ્રંથ સાહેબનું સરૂપ એટલે કે ટેકો કે રક્ષણ લઇને ગયા હતા. પંજાબ પોલીસો ‘સરૂપ’ પાછળ ઉભેલા ટેકેદારોને કંઇ કરી શકે નહીં અને કહે છે કે કંઇ કરી શકયા નહીં. ગુરુ ગ્રંથ સાહેબનું કોઇ અપમાન થયું હોત તો અમૃતપાલ અને તેના સશસ્ત્ર ટેકેદારોને નવો ખોરાક મળી ગયો હોત. આજનાલા ભારત-પાકિસ્તાન સરહદેથી માંડ 15 કિલોમીટર દૂર છે. અમૃતપાલ શીખો માટે અલગ વતન રાજયની હિમાયત કરી રહ્યા છે. 1980ના દાયકાના પૂર્વાર્ધમાં જર્નેલ સિંહ ભિંડરાનવાલે આવી જ માંગણી કરી રહ્યા હતા.
આમ છતાં તેમને ભિંદરાનવાલે સાથે સરખાવવાનું ઘણું વહેલું કહેવાશે. આમ છતાં અમૃતપાલનો અણધાર્યો ઉદય ચિંતાનું કારણ છે. આ ઘટના 1996થી હોલવાઇ ગયેલી ખાલિસ્તાની જવાળામાં નવું બળતણ નાંખે છે. તે જ અરસામાં કે તે પછીના અરસામાં તા. 31મી ઓગસ્ટ 1995ના દિને પંજાબના મુખ્ય પ્રધાન બીઅંતસિંહની છત્તીસગઢમાં હત્યા થઇ હતી. પછી એકાદ વર્ષમાં કેમ શરણે આવી ગયા? કેટલાક વરિષ્ઠ અધિકારીઓ કહે છે કે આજનાલા પોલીસ સ્ટેશને અમે બળ પ્રયોગ નહીં કર્યો કારણ કે અમે તેવું કર્યું હોત તો ગુરુ ગ્રંથ સાહેબનું અપમાન થયું હોત. કારણ કે કેટલાક દેખાવકારો તેની આડમાં કામ કરતા હતા. પંજાબના ડીજીપીએ ચાર અઠવાડિયાં પહેલાં અમૃતપાલ અને ખાલિસ્તાનના ટેકેદારોના ઉદયની છડી પોકારી જ હતી.
અમૃતપાલે ઓછા જાણીતા સંગઠન વારિયા પંજાબનું નેતૃત્વ દીપ સિધ્ધુ પાસેથી સંભાળી લીધું હતું. અભિનેતામાંથી કર્મશીલ બનેલા દીપેલાથી કિલ્લા પરથી ખેડૂત આંદોલનના દેખાવોનું નેતૃત્વ કર્યું હતું તે વખતે પ્રશ્ન એ થયો કે અત્યંત સુરક્ષિત મનાતા લાલ કિલ્લામાં દીપ સિધ્ધુએ પ્રવેશ કેવી રીતે મેળવ્યો? માનેસર કોન્ડલી એકસપ્રેસ પર ગયા વર્ષના ફેબ્રુઆરીમાં સિધ્ધુ ભેદી રીતે મરી ગયા તેના પરિવારમાં ભાઇએ કહ્યું હતું કે અમૃતપાલ જે કરે છે તેમાં અમારા પરિવારનો કોઇ ટેકો નથી. આ માણસને હાથ ધરવાનો પંજાબ પોલીસે બફાટ કર્યો છે? પહેલાં તો પોલીસ લવ પ્રીતને પકડવામાં વધુ પડતો ઉત્સાહ બતાવ્યો અને અપહરણના કિસ્સામાં તેને પકડી લીધો.
બીજું પોલીસે ખાલીસ્તાની સૂત્રો બોલી બંદૂક, તલવાર બતાવી ધસી આવેલા કાર્યકરોને રોકવામાં નિષ્ફળ ગયા. આ લોકો લવપ્રીત સિંહની ધરપકડનો વિરોધ કરતા હતા. લવપ્રીતને છોડાવવા માટે ટેકેદારોએ રજૂ કરેલા પુરાવા ગ્રાહ્ય રાખી પોલીસે એને છોડી દીધો. ખાલીસ્તાની જડી પડયું હતું. કેન્દ્ર સરકારે અમૃતપાલની કુંડલી બનાવી છે. તેમાં કહે છે કે અમૃતપાલ આરબ અમીરાતમાં દાઢી વગરના ચહેરે કમાવા ગયો હતો અને ભારત પાછા ફરતી વખતે નવા વિચાર લેતો આવ્યો.તેને પૈસા કોણ આપે છે, કઇ રીતે આપે છે, તેની તપાસ ચાલુ છે, તેને બ્રિટન અને કેનેડા ઉપરાંત યુરોપના કેટલાક દેશોના કટ્ટરપંથીઓ વૈચારિક ભાથું આપે છે. પણ સવાલનો સવાલ એ છે કે પંજાબ આમ આદમી પક્ષ આવતા વર્ચસ્વ હેઠળ છે? તે આ પરિસ્થિતિ પેદા થઇ? એ છે કે અમૃતપાલ આટલી જંગી સંખ્યામાં ટેકેદારો ઊભા કરી શકયા હોય તો પંજાબ પોલીસ અને જાસૂસી તંત્ર અત્યાર સુધી મંજીરા વગરના હતા? નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીની તપાસનો વિષય છે. વિદેશી ધરતી પર ખાલીસ્તાની હમદર્દો હિંદુ મંદિરો પર હુમલા કરે છે. પંજાબ સરહદી રાજય છે. લોકો ભિંદરાનવાલે પ્રકરણને અને ત્યાર પછીની ઘટના તે ભૂલ્યા નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.