SURAT

વરાછામાં ફુટવેરની 4 દુકાન, વેસુમાં સર્વિસ સ્ટેશનમાં હજીરામાં દોડતી ટ્રકમાં આગ લાગી

સુરત: દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના કારણે ફાયર વિભાગમાં આગના સૌથી વધુ કોલ મળ્યા હતા. દિવાળી તહેવાર દરમિયાન આગના સતત કોલથી ફાયર વિભાગ સતત દોડતુ રહ્યું હતું. શહેરના વરાછા વિસ્તારમાં આવેલી કુબેરનગરના પોપડામાં આહીર સમાજના કાર્યાલયની સામે ખુલ્લી જગ્યામાં બુટ ચપ્પલની અને દોરા ધાગાની દુકાનો બનાવાઈ છે. આસપાસના ફટાકડા ફોડવાને કારણે આ દુકાનોમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાની ઘટના બનતા જ ડુંભાલ અને કાપોદ્રા ફાયર સ્ટેશનથી 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવામાં આવી હતી.

અચાનક જ ટાયરમાં આગ લાગતા આખી ટ્રક આગની લપેટમાં
આગમાં બુટ ચપ્પલ અને દોરાનો જથ્થો મોટી માત્રામાં હોય ચાર બુટ ચપ્પલની દુકાનો બળીને ખાક થઈ ગઈ હતી.
તે ઉપરાંત બીજી ઘટનામાં શહેરના હજીરા વિસ્તારમાં આવેલી રિલાયન્સ કંપનીમાંથી એક ટ્રક સારોલી બ્રીજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ ટાયરમાં આગ લાગતા આખી ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી. અને ટ્રકની સાથે સાથે ઈંટ બનાવવાની રાખનો જથ્થો પણ સળગીને ખાસ થઈ ગયો હતો જો કે આ બનાવવામાં કોઈ જાનહારી થવા પામી ન હતી ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી હતી.

વેડરોડમાં બોબીનના ખાતામાં આગ
વેડ રોડ પર આવેલી અખંડ આનંદ કોલેજની પાસે હરિઓમ ઇન્ડસ્ટ્રી ખાતા નંબર 22 માં નીચે કચરો સળગતો હતો ત્યારે આગ લાગતા બોબીન બનાવતી ખાતામાં આગ પ્રસરી હતી જેના કારણે ખાતામાં ટીએફઓ મશીન, રો મટીરીયલ, રોલ બોક્સ, વાઇડીંગ મશીન યાન નો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. આગની ઘટના અંગે ફાયરમાં જાણ થતા જ મુગલીસરા, કતારગામ, અડાજણ અને કોસાડ એમ ચાર ફાયર સ્ટેશનથી કુલ આઠ ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બે કલાકની જહેમત બાદ લુમ્સ ના ખાતામાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી. આગને કાબુમાં લીધા બાદ ફરીથી આ જ સ્થળે આગ લાગી હતી હતી જેથી ફરીથી કતારગામ અને મુગલીસરા ફાયરસ્ટેશનથી ગાડીઓ આવી હતી અને આગને કાબુમાં લીધી હતી.

વેસુમાં આગમ શોપીંગ સેન્ટરમાં ગાડીના સર્વિસ સ્ટેશનમાં આગ
શહેરના વેસુ કેનાલ રોડ પર આવેલા આગમ શોપિંગ સેન્ટરમાં ટુ-વ્હીલર ગાડી ના સર્વિસ સ્ટેશનમાં આગ લાગાવની ઘટના બની હતી. જેમાં બે બાઈક બે સાયકલ અને એક હેન્ડીકેપ સાયકલ આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવામાં આવ્યું હતું. ફાયરની ઘટનાની જાણ થતા જ વેસુ ફાયર સ્ટેશનથી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવામાં આવી હતી.

Most Popular

To Top