Sports

સાનિયા મિર્ઝા-શોએબ મલિકના છૂટાછેડાની પુષ્ટિ! સાનિયાએ દુબઈનું ઘર છોડ્યું

નવી દિલ્હી : સાનિયા મિર્ઝા-શોએબ મલિકઃ ભારતીય ટેનિસ સુપરસ્ટાર (Indian tennis superstar) સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર (Pakistani cricketer) શોએબ મલિકના છૂટાછેડાના (Divorce) સમાચાર સતત સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે બધુ યોગ્ય ન હોવાના અહેવાલો આવ્યા હતા, ત્યારે હવે પાકિસ્તાન અને યુએઇના મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે બંને હવે અલગ થઈ ગયા છે અને 12 વર્ષનું લગ્નજીવન પૂર્ણ થઈ ગયું છે. જોકે, હજુ સુધી શોએબ મલિક કે સાનિયા મિર્ઝા દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

  • બંને સાથે રહેતા હતા તે દુબઇની વિલા છોડીને પુત્રના કો-પેરેન્ટિંગને કારણે સાનિયાએ ત્યાં જ અલગ ઘર લીધુ
  • બંને વચ્ચે 12 વર્ષના લગ્નજીવનનો અંત આવી ગયો છે અને બંનેએ છૂટાછેડા પણ લીધા હોવાના અહેવાલ
  • હજુ સુધી શોએબ મલિક કે સાનિયા મિર્ઝા દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી
  • 2012માં બાંગ્લાદેશમાં જ્યારે ટી-20 વર્લ્ડકપ ચાલતો હતો ત્યારે જ બંને અલગ થવા માગતા હતા પણ બંનેના પરિવારે સમજાવટ કરતાં તેઓ માની ગયા હતા

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શોએબ મલિક અને સાનિયા મિર્ઝા હવે અલગ થઈ ગયા છે. બંને તેમના પુત્ર ઇઝાન મલિકને કો-પેરેન્ટિંગ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સાનિયા અને શોએબ દુબઇમાં એક વિલામાં સાથે રહેતા હતા, પણ હવે સાનિયાએ એ ઘર છોડીને પોતાનું એક અલગ ઘર લઇ લીધું છે, કે જેથી તે દુબઇમાં જ રહીને પોતાના પુત્રનું કો-પેરેન્ટિંગ કરી શકે. પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો કે શોએબ અને સાનિયાના નજીકના મિત્રોએ એ વાતની પુષ્ટિ કરી દીધી છે કે હવે એ બંને સાથે નથી. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે 2012માં બાંગ્લાદેશમાં જ્યારે ટી-20 વર્લ્ડકપ ચાલતો હતો ત્યારે જ બંને અલગ થવા માગતા હતા પણ બંનેના પરિવારે સમજાવટ કરતાં તેઓ માની ગયા હતા.

Most Popular

To Top