Entertainment

આસ્ક રાજ સેશનમાં આ સવાલ કરતા યુઝર્સને જવાબ મળ્યો 22 નવેમ્બરે અમારી એનિવર્સરી છે, શુભેચ્છા..

મુંબઈ: બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ કુન્દ્રાને લઈને ઘણી ચર્ચામાં છે. જ્યારથી પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાનું નામ સામે આવ્યું છે ત્યારથી બંનેના સંબંધોને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તેમના છૂટાછેડાની (Divorce) અફવાઓ પણ ઘણી ઉડી છે. તાજેતરમાં રાજ કુન્દ્રાએ સોશિયલ મીડિયા પર આસ્ક રાજ સેશન (Ask Raj Session ) ચલાવ્યું હતું. આ સેશન 30 મિનિટનું હતું. આ દરમિયાન તેણે ટ્રોલ્સના સવાલોના જવાબ આપ્યા હતા.

આસ્ક રાજ સેશનમાં, એક યુઝરે રાજ કુન્દ્રાને તેના લગ્ન વિશે પૂછ્યું હતું. યુઝર્સે સવાલ કર્યો હતો કે શું તમે અને શિલ્પા હજુ પણ સાથે છો કે તમે માત્ર દેખાડો કરો છે. આના જવાબમાં રાજ કુન્દ્રાએ કહ્યું કે – ‘મને આ પ્રશ્ન ગમ્યો. પ્રેમ એ દેખાડો નથી. 22 નવેમ્બરે અમારી 13મી એનિવર્સરી છે, અમને શુભેચ્છા પાઠવવાનું ભૂલતા નહીં.’ આસ્ક રાજ સેશનમાં કેટલાક લોકોએ રાજકુંદ્રાને સતત માસ્ક પહેરવા અંગે પણ સવાલ કર્યા હતા. આ દરમિયાન રાજ કુન્દ્રાએ કહ્યું કે તે મીડિયા માટે માસ્ક પહેરે છે ફેન્સ માટે નહીં. વઘારામાં તેણે જણાવ્યું હતું કે તેની પાસે માસ્કનું બહોળું કલેક્શન છે.

લોકોએ રાજ કુંદ્રાના પોર્નોગ્રાફી કેસ અંગે પણ સવાલો કર્યા હતાં. ટ્રોલરે લખ્યું હતું કે સર, શું તમે હજુ પણ પોર્ન ફિલ્મોનો બિઝનેસ કરો છો? આના જવાબમાં રાજ કુન્દ્રાએ કહ્યું – ક્યારેય કર્યું નથી, ક્યારેય કરશે નહીં. રાજને એક યુઝરે પોર્નોગ્રાફી કેસમાં કેવી રીતે ધરપકડ થઈ તે અંગે સવાલ કર્યો હતો. જેનો જવાબ આપતા રાજે કહ્યું હતું, ‘આ વાત ટૂંક સમયમાં જ બહાર આવશે. ભ્રષ્ટાચાર, દુશ્મની, ઝઘડો ઘણી બાબતો આ કેસમાં સામેલ છે, પરંતુ હું એક વાત વિશ્વાસથી કહીશ કે પોર્નોગ્રાફી સાથે મારો કોઈ સંબંધ નથી. હું જીવનમાં ક્યારેય પોર્નોગ્રાફી સાથે જોડાયેલો નથી.’

આ દરમિયાન એક યુઝરે શમિતાના લગ્ન વિશે પણ સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં તેણે જણાવ્યું હતું કે આવતા વર્ષે તેના સ્વંયવરનો પ્લાન ઘડવો પડશે. જણાવી દઈએ કે રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં બે મહિના જેલ પણ જઈ ચુક્યા છે. આ દરમિયાન શિલ્પા શેટ્ટી તેના પતિ માટે ઢાલ બનીને ઊભી રહી હતી. રાજ કુન્દ્રા જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે મીડિયાથી અંતર રાખવાનું શરૂ કર્યું હતું, પરંતુ હવે તે ધીમે ધીમે લોકોની સામે આવી રહ્યા છે.

Most Popular

To Top