સુરત: 23 દિવસના લાંબા અંતર પછી આજે શહેરમાં કાપડ માર્કેટો (Textile market) અને હીરા બજારો (diamond market) શરૂ થયા હતાં. પરંતુ બંને ઉદ્યોગમાં કામકાજ ખુબ ઓછુ રહ્યું હતું. કામદારો (worker)ના અભાવે કાપડ માર્કેટમાં ખૂબ પાંખી સંખ્યામાં વેપારીઓ જોવા મળ્યા હતાં. ફોસ્ટા (fosta)ના આગેવાનોના જણાવ્યા મુજબ સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી પ્રથમ દિવસે માત્ર 20 ટકા કામકાજ થયું હતું.
કામદારો વતન પલાયન (workers goes to home town) કરી ગયા બેંકિગ (banking) અને પાર્સલ લોડિંગ, અનલોડિંગ (parcel loading unloading) ના કામકાજ અટવાયાં હતાં. જ્યારે હીરા બજારમાં વેપારી અને દલાલોની સંખ્યા સામાન્ય દિવસો કરતા 50 ટકા ઓછી જણાઇ હતી. સૌરાષ્ટ્રવાસી પરિવારો વતનની મદદે ગયા હોવાથી તેની અસર હીરા બજારોમાં જોવા મળી હતી. ફોસ્ટાના ડિરેક્ટર રંગનાથ શારડાએ જણાવ્યું હતું કે, માર્કેટ ખોલવાની મંજૂરી મળી છે. પરંતુ 70 ટકા કામદારોની અછત જોવા મળી રહી છે. લોકડાઉનની બીજી લહેરમાં લોકડાઉન રમજાન ઇદ અને નવા શૈક્ષણિક વર્ષ ખૂલવાની સિઝન ફેલ ગઇ છે. હવે બધો આધાર જૂનમાં શાળાઓ ખુલે તો યુનિફોર્મના વસ્ત્રો વેચાઇ શકે છે. એક અંદાજે પ્રમાણે ત્રણ મહત્વની સિઝન ધોવાતાં 12 હજાર કરોડ સુધીનું વેપારીઓને નુકશાન થયું છે. જૂન-જુલાઇમાં ઉગાદી, આડી અને પછી ઓગસ્ટમાં ઓણમની સિઝનની આશા છે. આ સિઝનમાં દક્ષિણ ભારતના રાજ્યોમાં 3000થી 4000 કરોડનો વેપાર થાય છે. સુરતની કાપડ માર્કેટને ફરી રાબેતા મુજબ ત્યારે જ ધમધમશે. જ્યારે રાજસ્થાન, દિલ્હી, બેંગ્લૂરૂ, કોલકાતા અને ઉત્તરભારતની મંડીઓ શરૂ થશે.
રેડીમેડ ગારમેન્ટ અને હોઝિયરીની દુકાનો 23 દિવસ પછી ખુલતા ગ્રાહકો ખરીદી કરતા જોવા મળ્યા
23 દિવસના મીની લોકડાઉન પછી રેડીમેડ ગારમેન્ટ, હોઝિયરી, ફૂટવેર સહિતની રિટેલની દુકાનો ખુલતા ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. ખાસ કરીને ચૌટા બજારમાં મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી માટે બજારમાં જોવા મળી હતી. રમજાન ઇદ પહેલા ખરીદીથી વંચિત રહેલા લોકોએ રેડીમેડ વસ્ત્રો,બેલ્ટ અને જૂતા ચંપલની ખરીદી કરી હતી.