Columns

દિલ કિ સોહબત મુઝે હર વક઼્ત જવાં રખતી હૈ અક઼્લ કે સાથ ચલા જાઉં તો બુઢ્ઢા હો જાઉં – મહશર આફ઼રીદી

દિલની સોબત મને દરેક ક્ષણે યુવા રાખે છે, બુદ્ધિની સાથે ચાલ્યો જાઉં તો વૃદ્ધ થઈ જાઉં. હૃદયની સોબત તમને હંમેશાં યુવા રાખે છે. હૃદયની વાત સાંભળો એટલે બુદ્ધિને બાજુએ મૂકવી પડે. દિલની વાતમાં કોઈ ગણતરી નહીં ચાલે. દિલથી જયારે નિર્ણય લો ત્યારે કશુંક પામવાને બદલે કશુંક ગુમાવવાની તૈયારી રાખવી પડે. તમારા દિલની ધડકનને સાંભળો એટલે તમે યુવા જ રહેવાના. તમારી ઉંમર ગમે તે હોય છતાં તમારા હૃદયમાં જો લાગણી રાજ કરતી હોય તો તમે ઘડપણના પ્રવેશ પછી પણ યુવાન છો.

તમારા હૃદયમાં જો સંવેદના હોય તો તમે હજી યુવા છો. કોઈની પણ વેદનાથી તમે પીડા અનુભવો તો તમે હજી કશું ગુમાવ્યું નથી. દિલથી લેવાતા નિર્ણયોને બુદ્ધિ(અક઼્લ) ક્યારે પણ સ્વીકાર કરતી નથી. બુદ્ધિ હંમેશાંસારા-નરસાની સાથે મેળવવાનું કે ગુમાવવાનું વિચારે છે. બુદ્ધિ પાસે વિવેક છે. બુદ્ધિથી લેવાતા નિર્ણયમાં ગણતરી હોય છે. ત્યાં કદી પણ લાગણીથી નિર્ણય લેવાતા નથી. બુદ્ધિ હોય ત્યાં યુવા હૃદયને અવકાશ નહીં રહે.  જલ્દી ઘડપણ આવી જાય એટલે જો દિલથી નિર્ણય લેતા રહો તો તમે કાયમ યુવા રહી શકો. દિમાગથી કોઈ પણ નિર્ણય લો ત્યારે તમારી સામે ગણતરી આવી જ જાય. આવી ગણતરીઓ જ તમને વૃદ્ધાવસ્થા સુધી લઈ જાય છે.

જો તમે તમારા હૃદયની વાત સાંભળો તો તમે વધેલી ઉંમર વચ્ચે પણ યુવા રહી શકો. તમે આસપાસના લોકો સાથે પ્રેમ કરી શકો. તમે કુદરતી સૌંદર્યને માણી શકો. બુઢાપો આવી જાય પછી પણ ઘડપણથી બચવું હોય તો તમારે તમારા હૃદયની વાત સાંભળવી પડે. હૃદયની સંગત(સોહબત) તમને યુવા રાખી શકે છે. હૃદય ક્યારે પણ વૃદ્ધ થતું નથી. હૃદયની સાથે જો તમે બરોબર તાલમેલ રાખો તો વૃદ્ધાવસ્થામાં પ્રવેશ પછી પણ યુવાન રહી શકો. હૃદયનો સંગાથ તમને હંમેશાં યુવા રાખશે. દરેક નિર્ણય બુદ્ધિથી  લેવા કરતાં કેટલાક નિર્ણય દિલ પર છોડી દેવા જોઈએ.

Most Popular

To Top