SURAT

સુરતનાં વાલક પાટિયા નજીકના ખોડિયાર પાર્કિંગમાંથી ભેળસેળ યુક્ત ડીઝલનું ગોડાઉન પકડાયું

સુરત: સ્ટેટ મોનિટરિંગ સેલે ભેળસેળ યુક્ત ડીઝલનો (Diesel) મોટો જથ્થો ઝડપી પાડતા કાળા બજારીયાઓમાં ખળભળાટ મચી ગયો છે. સરથાણા, વાલક પાટિયા નજીકના ખોડિયાર પાર્કિંગમાં ઓફીસ સાથે ગોડાઉન ધરાવતા સુરેશભાઈ વેકરીયાને ત્યાં રેડ પાડી ભેળસેળ યુક્ત ડીઝલ ની જથ્થો મળી આવતા પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. દરોડા પાડનાર અધિકારી સી.એચ.પનારા, પીઆઈ, એસ.એમ.સીની પ્રશંસનીય કામગીરી બાદ શુભેચ્છાઓ મળી રહી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલે પોતાની યાદીમાં જણાવ્યું હતું કે, દરોડા સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોડાઉન અને ઓફીસ પર પાડવામાં આવ્યા હતા. જયાંથી 20300 લીટર ભેળસેળવાળું ડીઝલ મળી આવ્યું હતું. જેની અંદાજીત કિંમત 15,22,500 નક્કી કરાઈ છે. તેમજ રોકડ રૂપિયા 3,53,740, 5 મોબાઈલ ફોન, એક બસ, 2 ડિસ્પેન્સર મશીન, મોટર પંપ મળી કિલ્લા રૂ. 34,41,240 નો મુદ્દામાલ કબજે લેવાયો છે.

વધુમાં જણાવ્યું હતું કે, દરોડામાં ભેળસેળ યુક્ત ડીઝલ સાથે ઝડપાયેલા 5 આરોપીને પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જેમાં ત્રણ ઓપરેટર, એક ડ્રાઇવર અને એક કંડકટર નો સમાવેશ થાય છે. તમામ ના કોવિડ-19 પરીક્ષણ બાકી છે. જ્યારે અન્ય 5 ને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે.

ઝડપાયેલા આરોપીઓ
(1) ભરત મનજીભાઈ વઘાસીયા, ખોડિયાર પાર્કિંગ વાલક પાટીયા સરથાણા સુરત શહેર (મુખ્ય એરોપી નો નોકર-ઓપરેટર

2) પરેશ મનસુખભાઈ મકવાણા, ખોડિયાર પાર્કિંગ, વાલક પાટિયા સરથાણા, સુરત શહેર (મુખ્ય એરોપી નો નોકાર-ઓપરેટર)

3) મયુર શૈલેષભાઈ ઢોલરીયા, ખોડિયાર પાર્કિંગ, વાલક પાટીયા સરથાણા સુરત શહેર (મુખ્ય એરોપી નો નોકર- ઓપરેટર)

4) શાહરૂખ સાબીરભાઈ અજમેરી, A-49 જેનુલ પાર્ક, એકતા મેદાન વેજલપુર રોડ, અમદાવાદ શહેર (બસ ડ્રાઈવર)

5) નૈલેશ ઉકાજી મારવાડી, જુના રબારીવાડ, કરમસદ, ખેડા (બસ ક્લીનર)

આરોપી વોન્ટેડ
(1) સંજયભાઈ પરસોત્તમભાઈ પોક્યા, અક્ષરધામ સોસાયટી, નવજીવન હોટલ સમાન, સરથાણા સુરત શહેર (મુખ્ય આરોપી)

(2) સુરેશભાઈ વેકરીયા, તિરુપતિ સોસાયટી, યોગી ચોક, સરથાણા સુરત શહેર(ભાગીદાર)

(3) જ્વલનસિલ પ્રવાહી મોકલનાર સપ્લાયર્સ

(4) દેવાશી મનજીભાઈ સાવલીયા,
દરબાર શેરી, બદનપુર, વડીયા, અમરેલી (બસ માલિક)

(5) ગોડાઉન માલિક

Most Popular

To Top