યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વોશિંગ્ટનની પ્રથમ મુલાકાત એક વ્યવસાય-પ્રથમ કારોબારી મુલાકાત હતી, જેમાં રાજકીય યાત્રાનું ભવ્ય પ્રદર્શન ન હતું, પરંતુ તેમાં ભારત અને અમેરિકા વચ્ચે તાજા, ઊંડા જોડાણના સંકેતો હતા. તો ભારત માટે મુખ્ય મુદ્દાઓ શું હતા? શું મોદી તેમના મિશનમાં સફળ થયા? વડા પ્રધાનને યુએસ પ્રમુખ તરફથી ઉષ્માભર્યું આલિંગન મળ્યું અને તેઓ ભારત પ્રત્યે મૈત્રીપૂર્ણ મુખ્ય વ્યક્તિઓ, જેમ કે એલન મસ્ક, તુલસી ગબાર્ડ અને વિવેક રામાસ્વામીને મળ્યા.
ટ્રમ્પે ટેરિફ અંગે ભારતને શરમજનક બનાવવાનું ટાળ્યું. જોકે, ભારતીય ઉત્પાદનો પર ઊંચા ટેરિફ ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે. આગળ સહકારના ક્ષેત્રો મજબૂત છે જેને વધુ ગાઢ બનાવવાના છે – સંરક્ષણ, વેપાર અને રોકાણ, ઊર્જા અને ટેક્નોલોજી.. ટ્રમ્પે 2025થી ભારતને વિસ્તૃત યુએસ લશ્કરી વેચાણની જાહેરાત કરી, જેમાં એફ-35 જેટનો સમાવેશ થાય છે. તેમ જ વેપાર ખાધને ઘટાડવા માટે તેલ અને ગેસ નિકાસમાં વધારો કરવામાં આવ્યો છે. બંને પક્ષો વેપાર સોદા માટે વાટાઘાટો કરવા અને નવા સંરક્ષણ માળખાને અંતિમ સ્વરૂપ આપવા સંમત થયા હતા.
તેમણે એ પણ પુષ્ટિ કરી છે કે અમેરિકાએ શિકાગોના એક ઉદ્યોગપતિ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે, જેના પર 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં ભૂમિકા ભજવવાનો આરોપ છે. મોદીની યાત્રા એવા સમયે થઈ છે જ્યારે ટ્રમ્પે આદેશ આપ્યો હતો કે અમેરિકન વેપાર ભાગીદારોએ પારસ્પરિક ટેરિફનો સામનો કરવો જોઈએ – જેવા સાથે તેવા- આયાત કર, તે દેશો દ્વારા અમેરિકન નિકાસ પર પહેલેથી જ વસૂલવામાં આવતી ડ્યુટીની બરાબર હોય. તેમણે સલાહકારોને યુએસ વેપાર ભાગીદારો પર વ્યાપક નવા ટેરિફનો મુસદ્દો તૈયાર કરવાનો આદેશ આપ્યો, ચેતવણી આપી કે તે એપ્રિલ સુધીમાં અમલમાં આવી શકે છે.
ભારત તેના ટોચના વેપાર ભાગીદાર અમેરિકા સાથે વેપાર સરપ્લસનો આનંદ માણે છે. એટલા માટે ભારતે ટ્રમ્પના ટેરિફ પગલાંને રોકવા માટે તેના ફેડરલ બજેટમાં સરેરાશ ટેરિફ 13%થી ઘટાડીને 11% કર્યો. ટૂંકમાં, અમેરિકાએ ટેરિફ પર ભારતને જાહેરમાં ફટકાર લગાવવાનું ટાળ્યું છે. આગળનો રસ્તો નવેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થનારા બહુક્ષેત્રીય વેપાર કરાર દ્વારા સરપ્લસ ઘટાડવાનો માર્ગ શોધવાનો છે. વાટાઘાટો બજાર ઍક્સેસ, ટેરિફ ઘટાડા અને માલ અને સેવાઓમાં સપ્લાય ચેઇન એકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ટ્રમ્પે સંયુક્ત પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમેરિકા તેલ અને ગેસનો ભારતનો નંબર વન સપ્લાયર બનશે.
ગેરકાયદે પ્રવાસની વાત કરીએ તો બંને પક્ષો એ વાત પર સંમત થયા હતા કે તેઓ ગેરકાયદે પ્રવાસ અને તેને સરળ બનાવતા નેટવર્ક્સનો આક્રમક રીતે સામનો કરશે, ‘આક્રમક’ રીતે નિઃશંકપણે યુએસના આગ્રહને દર્શાવે છે અને નેટવર્ક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ ભારતની પ્રાથમિકતા છે. દરમિયાન મોદીને આશ્વાસન મળ્યું છે કે યુએસ વિદ્યાર્થી વિઝા, વ્યાવસાયિકો માટે વિઝા અને કાયદેસર પ્રવાસ ચાલુ રાખવા માંગે છે. કહેવાય છે કે, મોદીએ તાજેતરમાં સ્વદેશ પરત ફરેલા ગેરકાયદે સ્થળાંતરકારો સાથેના દુર્વ્યવહાર અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ તે ખાનગીમાં હતું અને મુલાકાત દરમિયાન નિવેદનોમાં તેને કોઈ માન્યતા મળી ન હતી.
આ મુલાકાત ત્રણ કરારો માટે નોંધપાત્ર હતી.
પહેલો આ વર્ષના અંતમાં હસ્તાક્ષર થનાર એક નવો 10 વર્ષીય સંરક્ષણ ભાગીદારી કરાર હતો. આના ભાગ રૂપે, ભારતને જેવેલિન એન્ટી-ટેન્ક મિસાઇલ, સ્ટ્રાઇકર કોમ્બેટ વાહનો અને વધુ પી-81 મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ મળશે. ઉપરાંત, યુએસ એન્ડરવોટર ડોમેન જાગૃતિ માટે એઆઈ-સક્ષમ માનવરહિત સિસ્ટમ્સનું સહ-ઉત્પાદન કરશે. સત્તાવાર નિવેદનોમાં ઉલ્લેખ નથી, પરંતુ ટ્રમ્પની ટિપ્પણીમાં દર્શાવવામાં આવ્યું હતું કે, ભારતને એફ-35 કોમ્બેટ એરક્રાફ્ટ વેચવા અંગે વિચારવાનું વચન પણ હતું.
બીજું, આંશિક રીતે ભારતીય વેપાર સરપ્લસને પહોંચી વળવા માટે બંને પક્ષોએ અમેરિકામાંથી ભારતીય તેલ અને ગેસની આયાત વધારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ભારતીય વિદેશ સચિવે સૂચવ્યું હતું કે, આ વધારો ટૂંક સમયમાં લગભગ 15થી 25 બિલિયન ડોલર સુધીનો રહેશે. આ ઉપરાંત, ભારત મોટા અને નાના બન્ને પ્રકારના મોડ્યુલર પરમાણુ રિએક્ટરના નિર્માણમાં યુએસ મદદ પ્રાપ્ત કરવા માટે નાગરિક જવાબદારી માળખામાં સુધારો કરવાનું ચાલુ રાખશે.
અંતે, ટ્રમ્પ અને મોદી ભારે ઉદ્યોગો, જેમ કે એલ્યુમિનિયમ, કોલસા ખાણકામ, તેલ અને ગેસ જેવા મુખ્ય ખનિજોને પુનઃપ્રાપ્ત કરવા માટે વ્યૂહાત્મક ખનિજ પુનઃપ્રાપ્તિ પહેલ શરૂ કરવા સંમત થયા છે. મહત્ત્વપૂર્ણ ખનિજો મહત્ત્વપૂર્ણ આર્થિક અને લશ્કરી સંસાધનો છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, મોદી એઆઈ (કૃત્રિમ બુદ્ધિ) અને ઊભરતી તક્નિકની ચર્ચા કરવા માટે ટેસ્લાના સીઈઓ એલન મસ્કને મળ્યા હતા.
જોકે, તે સ્પષ્ટ નથી કે તેઓએ સ્ટારલિંકના ભારતમાં લોન્ચ માટે અથવા ટેસ્લાના બજારમાં પ્રવેશ માટે મસ્કની અટકેલી યોજનાઓ પર ચર્ચા કરી હતી કે નહીં. મસ્કે સીધું સ્પેક્ટ્રમ ફાળવણી માટે દબાણ કર્યું છે, જે મુકેશ અંબાણી સાથે ટકરાવ છે, જે હરાજીની તરફેણ કરી રહ્યા છે, તેમના લાઇસન્સ સમીક્ષા હેઠળ છે. ભારત ઇચ્છે છે કે, મસ્કની ટેસ્લા એક કાર ફેક્ટરી સ્થાપે, જેનાથી 500 મિલિયન ડોલરના રોકાણવાળી ઓટોમેકર્સ કંપનીઓ માટે ઈવી (ઇલેક્ટ્રિક વાહન) આયાત કરમાં ઘટાડો થાય અને ત્રણ વર્ષની અંદર સ્થાનિક ઉત્પાદન થાય. ટેસ્લાએ હજી સુધી તેની યોજનાઓની પુષ્ટિ કરી નથી. વિપક્ષ ગમે તે વિચારે, મોદીની અમેરિકા યાત્રા પ્રતીકાત્મક અને વાસ્તવિક રીતે ઉત્પાદક હતી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.