સુરત: યુક્રેન (Ukrain) સાથેના યુદ્ધ (War) દરમિયાન રશિયન માઈનિંગ કંપની અલરોસાએ રફ ડાયમંડનો (Diamond) વેપાર ડોલરનો બદલે રૂબલમાં કરવાનો નિર્ણય લીધો છે. તેને લીધે બેન્કિંગ સિસ્ટમમાં (Banking System) સમસ્યાઓ આવી રહી છે. હીરા ઉદ્યોગના સૂત્રોના જણાવ્યાં મુજબ રશિયન માઇનિંગ કંપનીના ઓક્શન માટે રૂબલને બદલે ડોલરમાં પેમેન્ટ ભરતાં 22 હીરા ઉદ્યોગકારોનાં 200 કરોડ ફસાયા છે. ગીબ ડાયમંડ કંપની દ્વારા દુબઇમાં 4,8,12 ઓક્ટોબરે યોજાનાર ડાયમંડનું ઓક્શનએ કારણોસર રદ કરવામાં આવ્યું છે. હીરા વેપારીઓએ બેંકમાં ડોલર પ્રમાણે ડિપોઝીટની રકમ જમા કરી હતી પણ બેંકે એ ડિપોઝીટ ઓક્શન યોજનારી કંપનીમાં રૂબલ મુજબ પેમેન્ટ જમા નહીં કરતાં કંપનીએ ગ્રાહકોની માફી માંગી દુબઇમાં થનારું રફ ડાયમંડનું ઓક્શન રદ કરી દીધું છે.
- શિયાની હીરાની ખાણમાંથી નીકળેલા હીરાની ખરીદી માટે ઓક્શન માટે ડોલરમાં પેમેન્ટ કરવામાં આવ્યું હતું. જે બેન્કિંગ ચેનલમાં અટવાયું
- રૂબલને બદલે ડોલરમાં પેમેન્ટ માંગતા હીરા ઉદ્યોગકારોનાં 200 કરોડ ફસાયા
સૂત્રોના જણાવ્યા મુજબ રશિયાની હીરાની ખાણમાંથી નીકળેલા હીરાની ખરીદી માટે ઓક્શન માટે ડોલરમાં પેમેન્ટ કરવામાં આવ્યું હતું. જે બેન્કિંગ ચેનલમાં અટવાયું છે. નાણાં રફ સપ્લાયર કંપની સુધી પહોંચ્યા નથી. ભારત સરકારે ભારતીય ચલણ મુજબ ખરીદીની છૂટ આપી છે છતાં માઇનિંગ કંપનીઓ રશિયાની હોય તો રૂબલમાં અને એ યુરોપની હોય તો ડોલરમાં પેમેન્ટની માંગ કરી રહી છે.ભારત દુબઇ અને બેલ્જિયમથી રફની ખરીદી કરે છે. બેલ્જિયમ યુરોપિયન યુનિયનનું સભ્ય હોવા છતાં અમેરિકાના રશિયન રફના પ્રતિબંધમાં જોડાયું નથી.
જીજેઈપીસીના ગુજરાત રિજયનના પૂર્વ પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે રશિય ડાયમંડ કંપનીઓને રૂબલને બદલે ડોલરમાં પેમેન્ટ કરનાર હીરા કંપનીઓના નાણાં બેન્કિંગ ચેનલમાં અટવાયા છે. બેંકોને પણ જાણ કરવામાં આવી છે.આ મામલો જટિલ બની રહ્યો છે. સરકારમાં પણ એ માટે રજૂઆત કરવામાં આવી છે.
યુક્રેન- રશિયા યુદ્ધ અને વૈશ્વિક મંદીના સંકેતો વચ્ચે ફોરેન ટ્રેડ પોલિસીની મુદત 6 મહિના લંબાવાઈ
સુરત : કેન્દ્ર સરકારે નવી ફોરેન ટ્રેડ પોલિસી ચાલુ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં લાવવાનું ટાળ્યું છે. યુક્રેન- રશિયા યુદ્ધ અને વૈશ્વિક મંદીના સંકેતો વચ્ચે ફોરેન ટ્રેડ પોલિસીની મુદત 6 મહિના લંબાવવાની જાહેરાત કરી છે. સરકારની જાહેરાત મુજબ FTP હેઠળ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ સહિતના ઉદ્યોગોને અપાતી રાહતો 31 માર્ચ 2023 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ જણાવ્યું હતું કે, સરકાર હવે નવા નાણાકીય વર્ષના અંત પછી નવી ફોરેન ટ્રેડ પોલિસી જાહેર કરશે. ત્યાં સુધી જૂની પોલિસી ચાલુ રહેશે.
આંતરરાષ્ટ્રીય વેપારમાં ઉચ્ચ અસ્થિરતા, ચીન, રશિયા સામે યુરોપિયન દેશોના વેપાર યુદ્ધ અને રશિયા – યુક્રેન કટોકટીને કારણે સર્જાયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિનો રિવ્યુ લઈ કેન્દ્ર સરકારે યોગ્ય નિર્ણય લીધો છે. છેલ્લે ભારતની FTP 2015 માં જાહેર થઈ હતી. જે 2020માં કોવિડને લીધે બે વર્ષ એક્સટેન થઈ હતી. હવે બીજા 6 મહિના લંબાવવામાં આવી છે. મુદત લંબાવવાની ઉદ્યોગકારો અને એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ્સની માંગણી સરકારે સ્વીકારી છે.
વાણિજ્ય મંત્રાલયે કહ્યું છે કે, ચલણની અસ્થિરતા અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ લાંબા ગાળાની વિદેશી વેપાર નીતિ માટે યોગ્ય નથી.