Entertainment

ધુરંધર 2’નો દેશભરમાં ધમાકો, સાઉથ સ્ટાર્સ પણ થયા પ્રભાવિત

બોલિવુડ ફિલ્મ ‘ધુરંધર 2’નો ક્રેઝ હવે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી પહોંચી ગયો છે. Allu Arjunએ ફિલ્મ જોઈ તેની જોરદાર પ્રશંસા કરતા જણાવ્યું કે આ ફિલ્મ દરેક ભારતીયને ગર્વ અનુભવ કરાવે તેવી છે. તેણે ફિલ્મના સ્વેગ, દેશભક્તિ અને એન્ટરટેઇનમેન્ટની ભરપૂર મજા વિશે વાત કરતા Ranveer Singhને ‘ફાયર’ ગણાવ્યો અને R. Madhavan સહિત સમગ્ર સ્ટારકાસ્ટના પરફોર્મન્સની દિલથી પ્રશંસા કરી. અલ્લુ અર્જુનના આ વખાણ પર આર. માધવન ભાવુક બની ગયા અને જવાબમાં જણાવ્યું કે, મને ખૂબ જ નમ્રતા, સ્પર્શ અને પ્રેરણા મળી છે. મારા પ્રિય ભાઈ, તમારા તરફથી આ સંદેશ મારા માટે ઘણો અર્થ ધરાવે છે. મેં તમારી બધી ફિલ્મો જોઈ છે અને હંમેશા તમારી પ્રતિભાની પ્રશંસા કરી છે. તેથી, આ લાગણી પરસ્પર છે તે જાણવું એક અદ્ભુત અનુભૂતિ છે. ભગવાન તમને આશીર્વાદ આપે… અને મારી કારકિર્દી અને જીવનના આ નિર્ણાયક તબક્કે, મને ઓનલાઈન મળેલી આ પહેલી સમીક્ષા અતિ ખાસ છે.

ફિલ્મમાં રણવીર સિંહ, અર્જુન રામપાલ અને સંજય દત્ત જેવા દિગ્ગજ કલાકારો છે, જ્યારે Aditya Dharએ ફિલ્મને લખી, ડિરેક્ટ અને પ્રોડ્યૂસ કરી છે. પ્રોડ્યૂસર્સ જ્યોતિ દેશપાંડે અને લોકેશ ધરે ફિલ્મને મોટા સ્તરે રજૂ કરી છે. પ્રોડ્યૂસર કમલ જૈને ફિલ્મને માત્ર મનોરંજન નહીં પરંતુ એક સાંસ્કૃતિક અસર છોડતી કૃતિ ગણાવી છે. તેમણે કહ્યું કે ‘ધુરંધર 2’ એવી ફિલ્મ છે જે પરંપરાગત પેટર્નને તોડીને દર્શકોને ઊંડે સુધી જોડે છે. ‘ધુરંધર’ના પહેલા ભાગે ભારત અને વિદેશમાં શાનદાર સફળતા મેળવી હતી અને 1,300 કરોડથી વધુની કમાણી કરી હતી. હવે ‘ધુરંધર 2’ પણ તે જ માર્ગ પર આગળ વધી રહી છે અને દેશ-વિદેશમાં પોતાની મજબૂત છાપ છોડતી નજરે પડી રહી છે.

Most Popular

To Top