Gujarat

ગુજરાતમાં ધુળેટી નહીં રમાય: માત્ર હોળી પૂજન કરવાની રાજ્ય સરકારની મંજૂરી

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસ(coronavirus)ના કેસો એક હદે વધી ગયા છે ત્યારે રાજ્યમાં આગામી સમયમાં ધુળેટીનાં આયોજનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજે મુખ્યમંત્રીની મળેલી મહત્વમાં લેવાયેલા નિર્ણય અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન (Nitin Patel) પટેલે માહિતી આપતા જણાવ્યું છે કે રાજ્યમાં હોળી પૂજન કરવાની રાજ્ય સરકારની મંજૂરી છે. આ ઉપરાંત રાજ્યમાં ધુળેટીની ઊજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેર કે નાના મોટા રંગોત્સવના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં (Holi Ban) આવે.

મુખ્યમંત્રી સાથેની મીટિંગમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. 36 લાખ લોકોને અત્યાર સુધી વેક્સીન આપી છે. અગાઉ વેક્સીનેશન કાર્યક્રમમાં રવિવારે રજા અપાતી હતી, પણ કોરોના કેસ જોતા આજે રવિવારના દિવસે 2500 કરતા વધુ સરકારી અને અન્ય ખાનગી હોસ્પિટલમાં કામગીરી ચાલુ છે. અને વધુ કેસ હોવાને માટે જ ધાર્મિક ઊજવણીની હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી છે. પરંતુ હોળી રમવાની છૂટ આપવામાં નથી આવી.

વેક્સીન લીધી છે એટલે સુરક્ષિત એવું મહેરબાની કરીને કોઈ ના માને

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ક્રિકેટના કારણે સંક્રમણ ફેલાયું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે સંક્રમણ ફેલાયું તેવું કહેવું ઉચિત નથી. મને વિશ્વાસ છે કે રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં. ધાર્મિક રીતે હોળી દહનની મંજૂરી આપવામાં આવી છે. તેનું બધા પાલન કરશે. અત્યારે કેટલાક શહેરોમાં જુદા જુદા પ્રકારના સ્ટ્રેઇન જોવા મળી રહ્યા છે. પરંતુ સદનસીબે જે ઇંગ્લેન્ડનો સ્ટ્રેન ખૂબ ફેલાવે એવી ચિંતા હતી તેવા ચિંતાકારક કોઈ સ્ટ્રેન હોય તેવુ માલુમ પડ્યું નથી. અગાઉ જે કોરોનાના ગંભીર કેસ આવતા હતા, એવા ગંભીર કેસ હાલમાં રાજ્યમાં નોંધાઈ રહ્યા નથી.

કેસો વધતા નાગરિકોને જાગૃત કરવા, માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે સાવચેત રહેવું અને રાજ્યમાં જે કેસો વધ્યા છે, તે અગાઉની જેમ ગંભીરતા સાથે નથી આવી રહ્યાં. હાલ સામાન્ય લાક્ષણોવાળા જ કેસો આવે છે. જો કે એવા લોકો હોમ ક્વોરેન્ટઈન થાય, ઘરે સારવાર લે તેવી સામાન્ય જ હાલ છે. આ માટે ધન્વન્તરી રથ, ટેસ્ટિંગ કેમ્પનું પ્રમાણ વધારી દેવાયું છે. સામાન્ય બીમારી દેખાય એ તમામની સારવાર કરીએ છીએ. સાથે જ વેક્સીનેશન (vaccination) પણ તેજ ગતિથી ચાલી રહ્યું છે. હાલ 15 લાખથી વધુ ડોઝ આપણી પાસે ઉપલબ્ધ છે. 

આ તબક્કાના કેસ ભલે વધી રહ્યા છે પરંતુ અગાઉના તબક્કામાં જે ગંભીરતા વાળા કેસ આવી રહ્યા હતા એવા કેસ આવી રહ્યા નથી. વેન્ટિલેટર પર લેવા પડે કે ગંભીર સારવાર આપવી પડે એવા કેસ આ સાયકલ પ્રમાણે વધઘટ થયા કરે છે. રાજ્યમાં છેલ્લા 10 દિવસથી કોરોના વાયરસના કેસ જોતા રાજ્યમાં હોળીની ઊજવણી સીમિત રાખવા જણાવ્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top