Trending

ધૂળેટી રમતા પહેલા કલરથી વાળ અને સ્કીનને કરો આ રીતે પ્રોટેકટ

હોળીનો (Holi) તહેવાર એટલે શકિત અને સચ્ચાઈની જીતનો તહેવાર. જીતને માણવા માટે ધૂળેટી (Dhuleti) ઉજવવામાં આવે છે. ગુલાલ અને અનેકો રંગોથી આ તહેવાર ઉજવવામાં આવે છે. જીવન પણ આ રંગબેરંગી રંગોથી (Colours) ભરાઈ જાય તેવી સૌ પ્રાર્થના કરે છે. પરંતુ આ જનો સમય એવો છે કે કોઈ પણ વસ્તુ આપણને શુદ્ઘ મળતી નથી. રંગો પણ એટલા શુદ્ઘ હોતા નથી. જેના કારણે ત્વચા (Skin) તેમજ વાળને (Hair) હાનિ પહોંચે છે.

યુવા વર્ગ આજકાલ તમામ વસ્તુઓ માટે ખુબ જ કોન્શ્યસ બન્યો છે. ધૂળેટી તો રમવી પણ વાળ અને સ્કીન કેર કેવી રીતે કરવી આ મોટો પ્રશ્ન ઉભો રહે છે. અને ખાસ મોટો પ્રશ્ન તો એ કે ધૂળેટી રમ્યા પછી તેનો રંગ ઝડપથી કેવી રીતે દૂર કરવો. તો આજે અમે તમને આપશું એવી ટીપ્સ જે તમને ધૂળેટીનો રંગ દૂર કરવામાં તેમજ તમારા વાળ અને સ્કીનની કેર કરવા માટે તમારી મદદ કરશે.

સ્કીન પર લગાલો રંગ કેવી રીતે દૂર કરવો
જાણકારી મુજબ ધૂળેટી રમ્યા પછી સૌ પ્રથમ ચોખ્ખા પાણીથી ફેસ વોશ કરવું. આ પછી સ્કીન પર કલીન્ઝીંગ ક્રીમ અથવા લોશન લગાવવું, થોડાં સમય પછી કોટનની મદદથી ફેસને કલીન કરી લેવું. કલીન્ઝીંગ ક્રીમ ચહેરા પર લાગેલા રંગને હટાવવામાં મદદ કરે છે. અથવા અડધા કપ દૂધમાં જૈતૂન, તલ અથવા કોઈ પણ તેલને નાંખી ફેસ પર કોટનની મદદથી લગાવવું. આ પેક પણ ફેસ ઉપર લાગેલા રંગને હટાવવામાં મદદ કરશે. તેમજ તમારી સ્કીનને મોઈચ્યર રાખશે. એક અન્ય ટિપ્સ મુજબ બેસનના ફેસપેકનો ઉપયોગ કરીને પણ રંગોને દૂર કરી શકાય છે. આ પેક બનાવા માટે એક વાટકીમાં બે ચમચી બેસન, એક ચમચી હળદર અને એક ચમચી મલાઈ નાખી પેકને સારી રીતે મિક્સ કરી લેવું. પેકને ફેસ પર લગાવી થોડાં સમય પછી ઠંડા પાણીથી ધોઈ નાંખવું.

વાળની સંભાળ કેવી રીતે લેવી
ધૂળેટી રમતા પહેલા વાળમાં હેર સીરમ અથવા કોપરેલ નાંખી થોડુ મસાજ કરી લેવું. આ ટિપ્સના માધ્યમથી તમે તમારા વાળને રંગોથી પ્રોટેકટ કરી શકશો. આ ઉપરાંત ધૂળેટી રમ્યા પછી પણ વાળને શેમ્પુ અને ઠંડા પાણીથી ધોયા પછી કંડીશનર કરી હેર સિરમ લગાવવું જેના કારણે વાળ બરછટ થતાં અટકે છે.

Most Popular

To Top