Trending

‘ધુરંધર’ ફ્રેન્ચાઇઝે બોક્સ ઓફિસ પર રચ્યો ઇતિહાસ, ₹2,436 કરોડ સાથે ‘પુષ્પા’ સિરીઝને પાછળ છોડી

રણવીર સિંહ અભિનીત ‘ધુરંધર’ ફ્રેન્ચાઇઝે વૈશ્વિક બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચ્યો છે. કુલ ₹2,436 કરોડની કમાણી સાથે આ ફ્રેન્ચાઇઝે અલ્લુ અર્જુનની લોકપ્રિય ‘પુષ્પા’ સિરીઝને પાછળ મૂકી દીધી છે. હાલમાં ફિલ્મનો બીજો ભાગ ‘ધુરંધર: ધ રિવેન્જ’ પણ ધમાકેદાર કમાણી કરી રહ્યો છે, જોકે બીજા સપ્તાહમાં ફિલ્મની ગતિ થોડીઘણી ધીમી પડતી જોવા મળી રહી છે.
ટ્રેડ ટ્રેકર સેકનિલ્ક મુજબ, ફિલ્મે બીજા શુક્રવારે 18,456 શોઝમાં ₹41.55 કરોડની કમાણી નોંધાવી, જ્યારે કુલ ઓક્યુપન્સી આશરે 32 ટકા રહી. આ સાથે ફિલ્મની ભારતમાં કુલ નેટ કમાણી ₹715.72 કરોડ સુધી પહોંચી ગઈ છે, જ્યારે વર્લ્ડવાઇડ ગ્રોસ ₹1,128.99 કરોડ સુધી પહોંચી ગયો છે.

ફિલ્મના કલેક્શનમાં હિન્દી વર્ઝનનો સૌથી મોટો ફાળો રહ્યો છે. માત્ર હિન્દી વર્ઝને જ આશરે ₹37.50 કરોડનું યોગદાન આપ્યું, જ્યારે તેલુગુ વર્ઝને ₹2.85 કરોડ ઉમેર્યા. બીજી તરફ, તમિલ માર્કેટમાં ફિલ્મ અપેક્ષિત પ્રદર્શન કરી શકી નથી.જો કે
બોક્સ ઓફિસ પર ગતિ ધીમી પડવાના મુખ્ય કારણોમાં અનેક વિસ્તારોમાં ટિકિટના ભાવે મર્યાદા (પ્રાઇસ કેપ) મૂકવામાં આવી હોવાનો પણ સમાવેશ થાય છે. ઘણા થિયેટરોમાં ટિકિટ માત્ર ₹55 જેટલી ઓછી કિંમતે વેચાઈ રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે ફૂટફોલ વધ્યો હોવા છતાં કુલ આવક પર અસર પડી છે.

ફિલ્મના દસમો દિવસે સવારે 10 વાગ્યા સુધી ₹4.66 કરોડની કમાણી નોંધાઈ છે. જેમાં હિન્દી વર્ઝને ₹4.35 કરોડ, તમિલે ₹11 લાખ અને તેલુગુએ ₹20 લાખ ઉમેર્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન આદિત્ય ધર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં રણવીર સિંહ સાથે સંજય દત્ત, આર. માધવન, રાકેશ બેદી, ગૌરવ ગેરા અને સારા અર્જુન મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. હવે તમામ નજરો ફિલ્મના સેકન્ડ વીકએન્ડ કલેક્શન પર ટકેલી છે, કારણ કે એ નક્કી કરશે કે ફિલ્મ આગળ વધુ નવા રેકોર્ડ સ્થાપિત કરે છે કે નહીં.

Most Popular

To Top